scorecardresearch

Lok Sabha 2024: કોંગ્રેસ માટે તણાવપૂર્ણ સમાચાર! AAP નેતાએ કહ્યું – ‘દરેક રાજ્યમાં ચૂંટણી લડીશું’

Lok Sabha 2024 in aap : લોકસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી (AAP) તમામ 543 બેઠકો પર પોતાના ઉમેદવાર (candidates) ઉભા રાખવાની તૈયારી કરી રહી છે. જ્યાં ખબર છે કે નહીં જીતાય તેવા રાજ્યમાં પણ ચૂંટણી લડશે. આપ કેટલી બેઠક જીતી શકશે? કોંગ્રેસ (congress) ને કેવી રીતે નુકશાન પહોંચાડી શકે છે?

Lok Sabha election 2024 in aap
આમ આદમી પાર્ટી લોકસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડશે

Lok Sabha 2024 in AAP : દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે લોકસભાની ચૂંટણી પણ લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટી તમામ 543 સીટો પર ચૂંટણી લડશે. જે રાજ્યોમાં AAPની હાલ હાજરી નથી અને તેની કેડર પણ નથી, ત્યાં પણ તે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જો પાર્ટી મેદાનમાં નહીં ઉતરે તો લોકોને તેના વિશે કેવી રીતે ખબર પડશે.

તેમણે કહ્યું, “અમે તમામ બેઠકો પર લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે તે બેઠકો પર પણ લડીશું, જ્યાં અમારી કેડર નથી, જ્યાં અમારી જીતની કોઈ આશા નથી, અમે ત્યાં પણ લડીશું, જેથી લોકો આમ આદમી પાર્ટીને ઓળખે. જો કે હાલમાં પાર્ટી પાસે ચૂંટણી કેવી રીતે લડવી? શું કરવું? તે અંગે કોઈ રણનીતિ નથી. પરંતુ હા પાર્ટી લોકસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડશે, પરંતુ તે કોઈની સાથે હાથ મિલાવશે કે એકલા હાથે ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું, “અમે જાણીએ છીએ કે AAP હજુ પણ ઘણા રાજ્યોમાં નવી પાર્ટી છે, પરંતુ IAS અધિકારી બનતા પહેલા તમારે પ્રિલિમ, મેઈન અને પછી ઈન્ટરવ્યુ ક્લિયર કરવું પડે છે. પાર્ટીને પંજાબની તમામ સીટો જીતવાનો વિશ્વાસ છે કારણ કે, જો અમે જલંધર જીતી શકીએ તો તમામ 13 સીટો જીતી શકીશું. ગુજરાત અને રાજસ્થાનમાં પણ AAPને વિશ્વાસ છે કે, તે 2-3 બેઠકો તો જીતશે.

પાર્ટી એ પણ માને છે કે, તે મધ્યપ્રદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યના ગ્વાલિયર અને રીવામાં સારું કામ કરી રહી છે, તેથી તેને અહીં વધુ સીટો મળવાની આશા છે. જો કે, પાર્ટીને ખાતરી નથી કે, તે તેના હોમ ટર્ફ દિલ્હીમાં કેટલી સીટો જીતી શકશે. તેણે કહ્યું, “અહીંની વાર્તા અલગ છે. વિધાનસભાની ચૂંટણીમાં અહીંના લોકો વિધાનસભામાં આપને વોટ આપે છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપને પસંદ કરે છે. પરંતુ આ વખતે પાર્ટી જરૂર સાત બેઠકો તો જીતશે.

આ પણ વાંચો –

સાત બેઠકો ચોક્કસપણે જીતશે

આમ આદમી પાર્ટીએ તાજેતરમાં પંજાબની જલંધર લોકસભા સીટની પેટાચૂંટણીમાં જીત મેળવી છે. કોંગ્રેસના સાંસદના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના માટે આ મહિને પેટાચૂંટણી યોજાઈ હતી અને AAPના સુશીલ કુમાર રિંકુ જીત્યા હતા. તો, દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર અને AAP વચ્ચે મતભેદ છે. કેન્દ્ર સરકારે વહીવટી સેવાઓ પર નિયંત્રણ લાવવા માટે વટહુકમ લાવ્યો છે. અરવિંદ કેજરીવાલ તેને નિષ્ફળ બનાવવા માટે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે. આ અંતર્ગત તેમણે ઘણા રાજ્યોના સીએમ અને વિપક્ષી પાર્ટીઓના વડાઓ સાથે બેઠક પણ કરી છે.

Web Title: Lok sabha 2024 aam aadmi party aap aal seats country how seats win expected congress suffer loss

Best of Express