lok sabha 2024 : વિપક્ષ ‘મહાગઠબંધન’ માટે પણ સરળ નહીં રહે 2024નું ‘રણ’, ભાજપ પણ કમળ ખીલવવા ‘મક્કમ’

ભાજપને માત આપવા માટે વિપક્ષી દળ એકત્ર થતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ આ ચૂંટણીમાં પોતાની પીચ પર કમળ ખીલવવા માટે તૈયારીઓ કરતી દેખાઈ રહી છે.

Written by Ankit Patel
Updated : June 28, 2023 13:35 IST
lok sabha 2024 : વિપક્ષ ‘મહાગઠબંધન’ માટે પણ સરળ નહીં રહે 2024નું ‘રણ’, ભાજપ પણ કમળ ખીલવવા ‘મક્કમ’
લોકસભા ચૂંટણી 2024

લોકસભા ચૂંટણી 2014 અને લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવીને સત્તા પર આવ્યા બાદ હવે ભારીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને માત આપવા માટે વિપક્ષી દળ એકત્ર થતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ આ ચૂંટણીમાં પોતાની પીચ પર કમળ ખીલવવા માટે તૈયારીઓ કરતી દેખાઈ રહી છે.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષી દળો પર પરિવારવાદી અને ભ્રષ્ટ થવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે વર્ષ 2014માં પણ પીએમ પદ સંભાળ્યા બાદ કદાચ પહેલીવાર યુસીસીનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં ભાજપ પહેલાથી જ વધારે સીટો ઉપર સત્તા પર પરત ફરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર યુસીસી અંગે અલ્પસંખ્યકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે “અમે જોઈ રહ્યા છીએ કે સમાન નાગરિક સંહિતાના નામ પર લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે. એક ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો હોય, બીજા માટે બીજો તો શું પરિવાર ચાલી શકશે? આવી બેવડી વ્યવસ્થાથી દેશ કેવી રીતે ચાલશે?” આપણે યાદ રાખવાનું છે કે ભારતના બંધારણમાં નાગરિકોને સમાન અધિકારની વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ પણ યુનિફોર્મ સિવિલ કોડના પક્ષમાં હતી.

બીજેપીના એજન્ડામાં માત્ર યુસીસી બાકી

ઉલ્લેખનીય છે કે બીજેપના કોર આઇડિયોલોજિકલ એજન્ડામાં હવે માત્ર યુસીસી જ એકમાત્ર એવું વચન બાકી છે જે પુરું થયું નથી. મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવવા અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાનું પોતાનું વચન પુરુ કરી ચુકી છે. તાજેતરમાં જ લો કમિશને યુનિફોર્મ સિવિલ કોડને લઇને સુચનો માંગ્યા છે. વિપક્ષી દળ આને મોદી સરકારના એજન્ડાના રૂપમાં લઇ રહી છે.

ગોવા, ગુજરાત, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં જ્યાં ભાજપની સરકારો છે ત્યાં પહેલાથી જ યુસીસી લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે લો કમીશનના રિપોર્ટ બાદ જો યુસીસી સંસદમાં લાવવામાં આવે છે તો પાર્ટીનો વિશ્વાસ છે તેઓ જરૂરી સંખ્યા એકઠી કરી લેશે. આ મુદ્દો સંસદમાં શિયાળુસત્રમાં ઉઠાવી શકાય છે.

શું છે ભાજપની રણનીતિ

બીજેપીની અંદર કેટલાક લોકોને લાગે છે કે જો યુસીસી પર વધારે વાત થાય તો ગેર બીજેપી દળોમાં મતભેદ પેદા કરી શકે છે. વિપક્ષદળ પોતાના વચ્ચેના તમામ મતભેદ ભુલાવીને એક સાથે આવવાની કોશિશ કરી રહી છે. આમ આદમી પાર્ટી અને બીજેડી જેવી પાર્ટીઓ યુસીસીથી સમસ્યા નથી જ્યારે વિપક્ષને સાથે લાવવાનો પ્રયત્ન કરી રહેલી જેડીયુ આ વિષય પર ચર્ચા થાય તેવું ઇચ્છે છે.

આ પણ વાંચોઃ- Patna Opposition meet : લોકસભા 2024ની મુશ્કેલ સફર માટે તૈયાર વિપક્ષી દળો, નીતિશ અને રાહુલની મહત્વની ભૂમિકા!

ઉતાવળમાં નથી ભાજપ

ઉલ્લેખનીય છે કે ભાજપ આદિવાસીઓની ચિંતાને જોઈને યુસીસી પર ઉતાવળના મૂડમાં નથી. વર્ષ 2016માં રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદ યુસીસી પર થઈ રહેલી ચર્ચાઓને જોઈને પોતાના રીતિ-રિવાજોની સુરક્ષાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદ 11 કરોડ આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024 : વિપક્ષી એકતા, ત્રણ રાજ્યો – ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબમાં આવી શકે છે મુશ્કેલી

આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં આદિવાસીઓની સારી સંખ્યા છે. મિઝોરમમાં પણ ચૂંટણી થવાના આડે ઓછો સમય બચ્યો છે. અહીં આ વર્ષની શરૂઆતમાં યુસીસીનો વિરોધમાં એક સર્વસમ્મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ