/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rahul-Gandhi-press-conference.jpg)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી (ફાઇલ ફોટો)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના બે દિવસિય પ્રવાસ પર છે. શુક્રવારે તેમને પોતાની પાર્ટીના સભ્યોને મળવા ઉપરાંત વિભિન્ન ક્ષેત્રોના યુવાઓની સાથે વાતચીત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લેહમાં રાહુલે પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં એક ફૂટબોલ મેચ જોઈ હતી. બાદમાં તેમણે સેવાનિવૃત્ત સૈન્ય અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સહિત નાગરિક સમાજના સભ્યો સાથે બેઠક કરી હતી.
લદ્દાખ પ્રવાસ દરમિયાન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કારગિલ સ્મારક પણ જશે. જ્યાં 20 ઓગસ્ટે પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધીનો જન્મ દિવસ લદ્દાખના પૈંગોંગ ઝીલ પર ઉજવાશે અને 25 ઓગસ્ટે 30 સભ્ય લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ - કારગિલ ચૂંટણીની બેઠકમાં સામેલ થશે. રાહુલ ગાંધી એલએસીનો પ્રવાસ કરવાના પણ આસાર છે.
સૂત્રોએ કહ્યું કે રાહુલ સોનમ વાંગચૂકને મળશે. જેમણે લદ્દાખને છઠ્ઠી અનુસૂચી અંતર્ગત લાવવા બાદ આ વર્ષે જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની શરુઆતમાં પાંચ દિવસીય પર્યાવરણ ઉપવાસ રાખ્યો હતો. (આર્ટિકલ લખાઇ રહ્યો છે)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us