/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/lok-sabha-election.jpg)
લોકસભા ચૂંટણી, આઇટી સેલ
lok Sabha election 2024, BJP action plan : ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આ વચ્ચે ભાજપ અને આઈટી સેલ અને સોશિયલ મીડિયા મશીનરી માટે એક મેગા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ભાજપ આ ટ્રેનિંગથી 10 હજારથી વધારે આઈટી સેલના સભ્યો અને ઇન્ફ્લુએન્સર્સને ટ્રેનિંગ આપશે. ટ્રેનિંગનું મુખ્ય લક્ષ્ય છે કે વોટર્સનું દિલ કેવી રીતે જીતવામાં આવે સાથે જ લોકો પર પોતાની વાતનો પ્રભાવ કેવી રીતે પાડવામાં આવે. જેનાથી લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને વધારે વોટ મળે.
પાર્ટી પદાધિકારીઓએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પ્રશિક્ષણ શિવિરનું આયોજન 27 ઓગસ્ટથી શરુ થશે. યુપી બીજેપી આઈટી સેલના પ્રભારી કમલેશ મિશ્રાએ કહ્યું કે સ્માર્ટફોનથી જનતામાં જ્યારે લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલી છે. તો લોકોને લલચાવવા અને તેમને પાર્ટીની ઉપલ્બધિયો અંગે જાગૃત કરવાી વાત આવે છે. જે સૌથી મહત્વપૂર્ણ પહેલુંઓ પૈકી એક બની જાય છે.
2019ની સામાન્ય ચૂંટણી બાદ સાક્ષરતા સ્તર અને ઇન્ટરનેટની પહોંચ બંનેમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. ત્યારબાદ થયેલા મિશ્રાએ સોશિયલ મીડિયા યુઝર્સની એક નવી પેઢીની અપીલ કરતા કહ્યું 2024ની લોકસભા લડાઈ આ પ્રૌદ્યોગિકીનું એક મહત્વપૂર્ણ રોલ રહેશે.
મિશ્રાએ કહ્યું કે 27 ઓગસ્ટને પાર્ટી સોશિયલ મીડિયા પ્રભાવશાળી લોકો માટે એક પ્રશિક્ષણ સત્ર આયોજીત કરશે. શરુઆતમાં રાજ્યની રાજધાનીમાં 500 આઈટી સેલની એક ટીમ પ્રશિક્ષણ સત્રમાં ભાગ લેશે. ત્યારબાદ સાર્વજનિક પહોંચ વધારવા માટે અન્ય જિલ્લાઓમાં આવા પ્રકારે સત્ર આયોજિત કરવામાં આવશે. સ્વયંસેવકોના નમો અને સરલ જેવી એપનો ઉપયોગ કરવાનું પણ શીખવાડવામાં આવશે.
પાર્ટીની એક અન્ય પદાધિકારીએ કહ્યું કે બંને એપ્લિકેશનનો વ્યાપક રૂપથી પાર્ટી પદાધિકારીઓ દ્વારા લોકોની પાર્ટીની ઉપલબ્ધીઓ અને વિચારધારાના અવગત કરવા માટે એક ઉપકરણના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ વખતે પાર્ટીને આગળ રાખા માટે રણનીતિમાં સુધારો કરવાની આવશ્યકતા મહસૂસ થઈ છે. કારણ કે રાજકીય દળનો પણ પોતાના સાર્વજનિક પહોંચ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મો તરફ રૂખ કરી છે.
ભાજપે શરુઆતમાં ઉત્તર પ્રદેશની પ્રત્યેક લોકસભા સીટ પર તૈનાત કરવા માટે 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ લોકોને શોર્ટલિસ્ટ કર્યા છે. જેમને આઇટી વિસ્તારક કહેવાયા છે. સોશિયલ મીડિયા 2014થી ભાજપાની ચૂંટણી રણનીતિનું એક મહત્વપૂર્ણ ઘટક રહ્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીને દરેક પ્લેટફોર્મ પર ભારે લોકપ્રિયતા મળી રહી છે.
આ મહિનાની શરુઆતમાં બીજેપી સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. એક્સ ટિવ્ટરના નામથી જાણિતા હતા. પર પીએમ મોદીના એકાઉન્ટને છેલ્લા 30 દિવસોમાં લગભગ 79.9 લાખ એન્ગેજમેન્ટ મળી હતી. છેલ્લા ત્રણ મહિનામાં તેમના એકાઉન્ટથી લગભગ 2.77 કરોડ લોગ જોડાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us