scorecardresearch

માત્ર હિન્દુત્વના સહારે નહીં, ભાજપ 2024 માટે પરંપરાગત વોટ બેંક સિવાય પોતાની પાર્ટીને મજબૂત કરી રહ્યું

BJP On Hindutva : ભાજપે (BJP) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે અત્યારથી જ શરૂઆત કર દીધી છે. ભાજપ પોતાના હિન્દુત્વ એજન્ડાથી કઈંક અલગ કરી હવે બધાનો સાથે લઈ આગળ વધવાના પ્રયત્ન કરી રહી છે. પરંપરાગત વોટ બેન્કમાંથી જ બહાર આવી પાર્ટીને વધુ મજબૂત બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા.

માત્ર હિન્દુત્વના સહારે નહીં, ભાજપ 2024 માટે પરંપરાગત વોટ બેંક સિવાય પોતાની પાર્ટીને મજબૂત કરી રહ્યું

BJP On Hindutva: ભાજપે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણીના માર્ગમાં કોઈ કમી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે, 18 કરોડથી વધુ સભ્યો ધરાવતા BJP (BJP)એ પરંપરાગત મતોની સાથે પોતાના આધારને વધુ વિસ્તૃત કરવા માટે ઘણા જુદા જુદા કાર્યક્રમો શરૂ કર્યા છે.

ભાજપના નવા પ્રયોગો શું છે?

ભાજપે સત્તામાં આવ્યા પછી તરત જ, અનુસૂચિત જાતિ (SC) ને આકર્ષવા માટે ઘણી પહેલની જાહેરાત કરી અને તેમની વફાદારી મેળવવાના પ્રયાસો કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલિત પ્રતીકો પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતાને ઉજાગર કરવા અંગત રીતે પ્રચાર કર્યો હતો. દલિત નેતાઓને ભારતના રાષ્ટ્રપતિ સહિતના મુખ્ય હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા.

આ પછી અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)ને બઢતી આપવામાં આવી. વડાપ્રધાન મોદી ઓબીસી કેટેગરીમાંથી આવતા અને ઓબીસી નેતાઓને કેબિનેટમાં સામેલ કરવાથી લઈને નેશનલ કમિશન ફોર બેકવર્ડ કોમ્યુનિટીઝને બંધારણીય દરજ્જો આપવા સુધી, પક્ષે સમર્થનને મતમાં રૂપાંતરિત કરવા માટે અનેક પગલાં લીધાં. લોકનીતિ-સીએસડીએસ સર્વે અનુસાર, પાર્ટીનો ઓબીસી વોટ શેર 1996ની લોકસભા ચૂંટણીમાં 33 ટકાથી વધીને 2019માં 44 ટકા થયો હતો.

2022ની ચૂંટણીઓ ઉત્તર પ્રદેશમાં તેના ઓબીસી સમર્થન આધારમાં થોડો ઘટાડો દર્શાવે છે અને બિહારમાં નવા રાજકીય પુનર્ગઠનથી પછાત સમુદાયોના સમર્થનમાં સંભવિત ઘટાડાનો સંકેત મળે છે, પાર્ટી હવે પછાત મુસ્લિમો સહિત એક નવું જોડાણ બનાવવાનું વિચારી રહી છે. એક નવી કવાયત પણ શરૂ કરવામાં આવી છે

“પાર્ટી માત્ર હિંદુઓ પુરતી મર્યાદિત ન હોવી જોઈએ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશભરમાં એક મજબૂત સંગઠન બનાવી રહ્યા છે. તેમનું ખાસ ધ્યાન એ વાત પર દેખાઈ રહ્યું છે કે, ભાજપે પોતાના પ્રયત્નોને માત્ર હિન્દુઓ સુધી મર્યાદિત ન રાખવા જોઈએ. ગયા વર્ષે પાર્ટીના મહાસચિવો સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પાર્ટીએ તમામ સમુદાયો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. કેરળનું ઉદાહરણ ટાંકીને, એક રાજ્ય જ્યાં ભાજપ હજુ સુધી ઊંડાણમાં પ્રવેશ કરી શક્યો નથી, તેમણે કહ્યું કે તેમના ચૂંટણી કાર્યક્રમોમાં ખ્રિસ્તીઓ, રાજ્યમાં પ્રભાવશાળી લઘુમતીનો સમાવેશ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી : 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાને, 20.35 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા

આ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડા પ્રધાન મોદીએ મુસ્લિમોમાં રહેલા પછાત વર્ગોનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ઉત્તર પ્રદેશ અને બિહારમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, પહેલ અને નવા સોશિયલ એન્જિનિયરિંગ પ્રયાસો માત્ર ચૂંટણી જીતવા માટે નથી પણ ભવિષ્યમાં ચૂંટણીના કામ માટે ભાજપ પર આધાર રાખવા માટે એક વ્યાપક અને મજબૂત સંગઠન સ્થાપિત કરવા માટે છે.

Web Title: Lok sabha election 2024 bjp on hindutva lok traditional vote bank strengthen differently

Best of Express