Survey: જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપ કેટલી બેઠકો જીતે? કોંગ્રેસના ગ્રાફમાં જબરદસ્ત વધારો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈ સી વોટર દ્વારા સર્વે (C-voter survey) કરવામાં આવ્યો, જેમાં ભાજપ (BJP) હાલ કેટલી સીટ જીતી શકે અને કોંગ્રેસ (Congress) કેટલી બેઠક (Seat) જીતી શકે તેનો સર્વે થયો. તો જોઈએ કેવો છે હાલમાં દેશવાસીઓનો વિચાર.

Written by Kiran Mehta
Updated : January 27, 2023 12:21 IST
Survey: જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપ કેટલી બેઠકો જીતે? કોંગ્રેસના ગ્રાફમાં જબરદસ્ત વધારો
લોકસભા ચૂંટણી 2024 - NDA સરકારથી 67 ટકા લોકો સંતુષ્ટ

Lok Sabha Election 2024: આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ એક્ટિવ મોડ પર આવી ગઈ છે. મોદી સરકારનું આ નવમું વર્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારથી 67 ટકા લોકો સંતુષ્ટ જણાય છે. ઈન્ડિયા સી-વોટર સર્વેના આંકડા આ વાત કહે છે. આ હિસાબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે અને આગામી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને પૂર્ણ બહુમતી મળવાની આશા છે.

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા આ સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે 284 સીટો જીતી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર કોઈ અસર જોવા મળી નથી. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 72 ટકા લોકો વડાપ્રધાનની કામગીરીથી સંતુષ્ટ છે. આ સિવાય સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, જો આજે ચૂંટણી થાય તો કોંગ્રેસ 191 સીટો જીતી શકે છે.

67% લોકો NDA સરકારથી સંતુષ્ટ

મૂડ ઓફ ધ નેશન પોલના જાન્યુઆરીના આંકડા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વિપક્ષ મોદી સરકારને મોંઘવારી, કોરોના મહામારી અને ચીનથી બહારના જોખમો પર સતત સવાલો કરી રહ્યો છે, પરંતુ તેનાથી વડાપ્રધાનની લોકપ્રિયતા પર કોઈ અસર થઈ નથી. નવ વર્ષ સત્તામાં રહ્યા બાદ 67 ટકા લોકોએ કહ્યું કે, જાન્યુઆરી 2023માં પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારનું પ્રદર્શન સંતોષજનક છે. ઓગસ્ટ 2022ની સરખામણીમાં આ આંકડો 11 ટકા વધ્યો છે. આ સર્વેમાં 1,40,917 લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

કોરોના મહામારીનો સામનો કરવો અને કલમ 370 અને રામ મંદિરને હટાવવાને સરકારની મોટી ઉપલબ્ધિઓ માનવામાં આવે છે

આ પણ વાંચો બાગેશ્વર ધામ સરકાર : છત્તીસગઢમાં 26 વર્ષીય ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કોણ છે ‘બાગેશ્વર બાબા’?

સર્વેમાં બહાર આવ્યું છે કે, 20 ટકા લોકો માને છે કે એનડીએની સૌથી મોટી ઉપલબ્ધિ કોવિડ-19 મહામારીને નિયંત્રિત કરવી છે, જ્યારે 14 ટકા લોકોનું કહેવું છે કે, કલમ 370 નાબૂદ કરવી એ સરકારની સૌથી મોટી સિદ્ધિ છે. રામ મંદિર એ વર્તમાન સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ