લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે દિલ્હીની બધી 7 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી, આમ આદમી પાર્ટીએ આપ્યો જવાબ

Lok Sabha Election 2024 : સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ એક થઈને આગળ વધવાની અને જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

Lok Sabha Election 2024 : સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ એક થઈને આગળ વધવાની અને જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Congress Delhi | Lok Sabha Election 2024

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટીના દિલ્હી એકમના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી (Source: Twitter/ Mallikarjun Kharge)

Congress News : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટીના દિલ્હી એકમના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હીની સાતેય બેઠકો માટે તૈયારી કરી પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓએ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય કરવાનું કામ પાર્ટી નેતૃત્વ પર છોડી દીધું છે. જોકે પાર્ટીના રાજ્ય એકમના મોટા ભાગના નેતાઓ ગઠબંધનની વિરુદ્ધમાં છે.

Advertisment

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ એક થઈને આગળ વધવાની અને જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠક બાદ કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે દિલ્હીની તમામ સાતેય બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે અને નેતાઓને તમામ સાતેય બેઠકો પર જનતા વચ્ચે જવાનું કહેવામાં આવ્યું છે.

અલકા લાંબાના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા આપના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે કોંગ્રેસે આ પ્રકારનો નિર્ણય લીધો છે તો 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં આપનો હાજરી આપવાનો કોઈ અર્થ આનથી. જો કોંગ્રેસે નક્કી કરી લીધું હોય કે તેઓ દિલ્હીમાં અમારી સાથે ગઠબંધન નહીં કરે, તો પછી ઇન્ડિયાની બેઠકમાં ભાગ લેવાનો અને પોતાનો સમય બગાડવાનો કોઈ અર્થ નથી. અમારી ટોચની નેતાગીરી નક્કી કરશે કે ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠકમાં ભાગ લેવો કે નહીં.

આ પણ વાંચો - કલ્યાણકારી યોજનાઓથી મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓ વધી, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચિંતા

Advertisment

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ' (ઇન્ડિયા)ના ઘટક છે. દિલ્હીમાં સેવાઓને લગતા બિલના મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. જોકે સંદીપ દીક્ષિત અને અજય માકન જેવા અનેક નેતાઓના આ મુદ્દે જુદા જુદા અભિપ્રાય હતા.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ, પાર્ટીના દિલ્હી પ્રભારી દીપક બાબરીયા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર, વરિષ્ઠ નેતા અજય માકન, જયપ્રકાશ અગ્રવાલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી આપ congress