Manoj C G: લોકસભા ચૂંટણી 2024 (Lok sabha Election 2024) માથે છે. ત્યારે દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને સપ્ટેમ્બર 2022માં એક અલગ જ પક્ષની રચના કરી. ગુલામ નબી આઝાદે મંગળવારે 4 એપ્રિલના રોજ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત અંતર્ગત ગુલાબ નબી આઝાદે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વ ભાજપનો સામનો કરવા માટે હવે ગઠબંધન અશક્ય છે.
ગલામ નબી આઝાદે પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીની કોર્ટમાં પેશીને લઇને મુખ્યમંત્રીઓ સહિત તેના વરિષ્ઠ નેતાઓને સૂરત જવા પર પણ કોંગ્રેસ સામે કટાક્ષ કર્યો હતો. ગુલામ નબી આઝાદે તેની આત્મકથા ‘આઝાદ’ના વિમોચન પહેલા ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં કોઇ બદલાવ થયો નથી. તેમજ પક્ષ માત્ર એવા રાજ્યોમાં સારા પરિણામની અપેક્ષા રાખી શકે છે જે વિસ્તારોમાં તેના નેતાઓની મજબૂત પકડ હોય. જો કે કોંગ્રેસના કેન્દ્રીય નેતા એવા દાવો નથી કરી શક્તા કે તેના કારણે પક્ષ કોઇ રાજ્યમાં જીત મેળવી રહ્યો છે કે હાર.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે ગુલામ નબી આઝાદને સવાલ કર્યો હતો કે, શું તમે વિપક્ષોને એકસાથે લાવવામાં તેની ભૂમિકા નિભાવવા અંગે વિચાર્યું છે? આ સવાલ પૂછવાનું કારણ એ છે કે, ગુલામ નમી આઝાદના વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંઘ છે.
આ સવાલના જવાબમાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે, કોઇ પણ હવે રાષ્ટ્રી મહત્વાકાંક્ષોઓનું પોષણ કરી રહ્યા છે. કદાચ કોઇ સમયે અમુક નેતાઓની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા હતી. ત્યારે હવે બધા એવું વિચારે છે કે જેટલું પચાવી શકીએ તેટલું ચાવો. તેથી આપણા જેવા વિશાળ દેશમાં એક રાષ્ટ્રીય પત્ર બનવું, દરેક પ્રદેશ સુધી પહોંચવું ભલે તે એક સાથે આવી જાય, પણ દેશના દરેક ખૂણે ખૂણે પહોંચવું ખૂબ મુશ્કેલ છે’.
આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા અંગે ગુલાબ નબી આઝાદે મંતવ્ય આપ્યો હતો કે, એવું કંઇ નહીં થાય, એક રાજકીય કાર્યકર્તાના રૂપમાં મારું આ સખત માનવું છે. આ મારું આંકલન છે. જો કે હું ઇચ્છું છું વિપત્ર એકજૂટ થાય, પરંતુ લગભગ દરેક રાજકીય પક્ષો અને તેના નેતાઓ પોતપોતાના રાજ્યોમાં ખુશ છે. દરેક પ્રાદેશિક પક્ષોને લાગે છે કે જો તેઓ તેમના અધિકારક્ષેત્રની બહાર જશે તો તેઓ હારી જશે, અથવા તેમની જગ્યાએ અન્ય કોઈ આવશે. તેમની ગેરહાજરી, તેથી તેઓ સમય ગુમાવે છે.
શું એનો અર્થ એ છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે સંયુક્ત પડકાર નહીં હોય?
આ પ્રશ્નનો જવાબ આપતા ગુલામ નબીએ કહ્યું હતું કે, સંખ્યાના આધારે ચૂંટણી પછી પડકાર હોઇ શકે છે. આ પહેલા એવા પડકાર આવ્યા છે. અમે એવી સ્થિતિ જોઇ છે. જો ઇચ્છા અને સંખ્યા હોય તો. અમે વર્ષ 1991 અને 2004માં આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. અટલજી ઉપરાંત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે વાર ગઠબંધન કર્યું હતું. જો કે તેમણે તેની જરૂરિયાત ન હતી.
વધુમાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, લોકો એક વાતનું બિલકુલ વિશ્લેષણ કરતા નથી કે એવું કંઇ નથી જે એક પક્ષને બીજા પક્ષ સાથે જોડી શકે. પશ્ચિમ બંગાળનો જ મામલો લો, જો ગઠબંધન છે તો બંગાળમાં કોંગ્રેસ પાસે શું છે? જીરો બેઠક. તો કોંગ્રેસ ટીએમસીને કંઇ રીતે ફાયદો અપાવી શકે? આવામાં ટીએમસી 42 બેઠકમાંથી 5 કે 10 બેઠક શું કામ આપે?
આ સાથે ગુલામ નબી આઝાદે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પરસ્પર સંમતિ હોવી જોઇએ. ગઠબંધનમાં તમે તેના રાજ્યમાં અમુક ટકા વોટ પાસ કરવામાં સક્ષમ હોવા જોઇએ. જે સંભવ નથી. તદ્દઉપરાંત એવા રાજ્યો પણ છે જ્યાં કોંગ્રેસના કારેણ પક્ષની હાર થઇ છે.
આપને જણાવી દઇએ ગુલામ નબી આઝાદે પોતાની બાયોગ્રાફી પુસ્તક ‘આઝાદ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં અમુક શબ્દો લખ્યાં છે.
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ગુલામ નબીને પૂછવામાં આવ્યું હતું કે, શું ચૂંટણી ધોષણા થવાના આરે તેમની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ભાજપ સાથે હાથ મિલાવે તેવી કોઇ સંભાવના છે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે હું ઘાટીમાં કોઈ રાજકીય પક્ષ સાથે હાથ મિલાવીશ.”
લોકસભાની ચૂંટણી પછીની વ્યવસ્થાને લઇને ગુલામ નબી આઝાદે કહ્યું કે, પોસ્ટ… કોઈ જાણતું નથી. મૃત્યુ પછી શું થશે તે કોઈ જાણતું નથી. પરંતુ જ્યાં સુધી પ્રી-પોલનો સવાલ છે, મને નથી લાગતું કે હું કોઈની સાથે ગઠબંધન કરીશ. (અનુવાદ માનસી ભુવા)





