Hajipur lok Sabha Seat : હાજીપુર લોકસભા સીટ પર કેમ દાવો ઠોકી રહ્યા છે પશુપતિ પારસ અને ચિરાગ પાસવાન?

lok sabha election 20024, chirag paswan and pashupati paras : પીએમ મોદી સાથે મીટિંગ બાદ બંને ખુલીને એકબીજા સામે નિવેદનો આપી રહ્યા છે. કાકા-ભત્રીજા હાજીપુર લોકસભા સીટને લઇને એક-બીજા સાથે લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આના પાછળનું કારણ શું છે.

lok sabha election 20024, chirag paswan and pashupati paras : પીએમ મોદી સાથે મીટિંગ બાદ બંને ખુલીને એકબીજા સામે નિવેદનો આપી રહ્યા છે. કાકા-ભત્રીજા હાજીપુર લોકસભા સીટને લઇને એક-બીજા સાથે લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આના પાછળનું કારણ શું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
lok sabha election 20024, lok sabha election news, chirag paswan News

ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ ફાઇલ તસવીર

Lok sabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 ને લઇને એનડીએ જૂથમાં ચિરાગ પાસવાન અને તેના કાકા પશુપતિ પારસ બંને સામેલ છે. જોકે પીએમ મોદી સાથે મીટિંગ બાદ બંને ખુલીને એકબીજા સામે નિવેદનો આપી રહ્યા છે. કાકા-ભત્રીજા હાજીપુર લોકસભા સીટને લઇને એક-બીજા સાથે લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આના પાછળનું કારણ શું છે જેના કારણે કાકા-ભત્રીજો બંને હાજીપુર લોકસભા સીટ પર દાવો ઠોકી રહ્યા છે.

Advertisment

ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ બંને રામવિલાસ પાસવાનને પોતાની પ્રેરણા ગણાવે છે. હાજીપુર લોકસભા સીટ રામવિલાસ પાસવાનનો ગઢ માનવામાં આવે છે. આ કારણથી બંને આ સીટ ઉપર પોતાની દાવેદારી ઠોકી રહ્યા છે. કારણ કે જે પણ અહીંથી ચૂંટણી લડીને જીતે છે તેને જ રામવિલાસ પાસવાનના અસલી રાજકીય વારસ સમજવામાં આવશે. વૈશાલી, સમસ્તીપુર અને મુજફ્ફરપુર જિલ્લાને મળીને હાજીપુર બિહારની છ અનામત લોકસભા સીટો પૈકી એક છે. આ ઉપરાંત ગોપાલગંજ, સમસ્તીપુર, સાસારામ અને જમુઈ પણ બિહાર પણ બિહારની અનામત સીટો છે.

હાજીપુરની જેમ પ્રભાવ રાખનાર બિહારની એકમાત્ર અન્ય આરક્ષિત સીટ સાસારામ છે. સાસારામ લોકસભા સીટ ઉપર 1952થી 1989 સુધી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દલિત નેતા જગજીવન રામનો કબજો હતો. ત્યારબાદ આ સીટ ઉપર તેમની પુત્રી મીરા કુમાર 2 વાર સંસદ બની ચુકી છે.મીરા કુમા 2004થી 2014થી સાસારામના સાંસદ રહ્યા છે. જ્યારે લોકસભાના સ્પીકર પણ ચૂંટાયા હતા.

રામવિલાસ પાસવાન છાસવારે કહેતા તા કે વર્ષ 1977માં જેપીએ હાજીપુર લોકસભા સીટથી ચૂંટણી લડવા માટે પસંદ કર્યા હતા. રામવિલાસ આ સીટથી રેકોર્ડ માર્જીન સાથે જીત્યા હતા. ત્યારબાદ તેઓ 1980માં પણ જીત્યા અને પછી આ સિલસિલો સતત ચાલું રહ્યો હતો. કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી હાજીપુરના લોકો માત્ર બે જગ્યાઓથી ઓળખાય છે. ત્યાંના કેળા અને બીજું રામવિલાસ પાસવાન.

Advertisment

હાજીપુરથી માત્ર એક જ વખત હાર્યા રામવિલાસ

રામવિલાસ પાસવાને વર્ષ 2000માં લોકસભા જનશક્તિ પાર્ટી બનાવી હતી. તે હાજીરપુર લોકસભા સીટથી માત્ર 2009ની ચૂંટણી હાર્યા હતા. આ ચૂંટણીમાં નીતિશ બીજેપીની સાથે હતા. એનડીએએ ખુબ જ પ્રદર્શન કર્યું હતું. બિહારની 40માંથી 32 સીટો ઉપર બીજેપીએ બાજી મારી હતી. વર્ષ 2014માં એલજેપી એનડીએમાં શામેલ થયા હતા. આ ચૂંટણીમાં એનડીએને 31 સીટો મળી હતી. એલજેપી 7 સીટો જીતવા માટે સફળ રહ્યા હતા.

વર્ષ 2019માં એનડીએને બિહારની 40માંથી 39 સીટો જીતી હતી. આ વખથે એલજેપીએ બધી 6 સીટો ઉપર જીત નોંધાવી છે. જોકે, 2024ની ચૂંટણીમાં રામવિલાસની જગ્યાએ હાજીપુર પર તેમના ભાઈ પશુપતિ પારસ ચૂંટણી લડશે. પૈક્ટની જેમ બીજેપી અને નીતિશ કુમારે રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલ્યા 2019માં ચિરાગ પાસવાન જમુઈથી સાંસદ ચૂંટાયા હતા.

ઓક્ટોબર 2020માં રામવિલાસ પાસવાનના મોત બાદ કાકા-ભત્રીજામાં અનબન થઈ હતી. ત્યારબાદ પાર્ટીમાં બે ફાડ પડી હતી. પશુપતિ પારસને મોદી સરકારમાં મંત્રી બનાવ્યા હતા. ગત સપ્તાહની મટિંગમાં ચિરાગે પશુપતિ પારસના પગે લાગીને આશિર્વાદ લીધા તો લાગ્યું કે કાકા-ભત્રીજા બંને વચ્ચે કટાસ ઓછી થઈ છે. પરંતુ તાજા નિવેદન બાદ એ સ્પષ્ટ થયું કે બંને હાજીપુરને લઇને આર-પારના મૂડમાં છે. બીજેપીએ અત્યાર સુધી આ મુદ્દાપર ચુપ્પી સાધેલી છે.

લોકસભા ચૂંટણી 2024 bihar politics દેશ