Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે દક્ષિણના રાજ્યોમાંથી લોકસભામાં માત્ર 29 સભ્યો જ છે, પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સારા પ્રદર્શન બાદ દક્ષિણના રાજ્યોમાં 129 જેટલી સંસદીય બેઠકો જીતવા પર હવે નજર રાખી રહી છે.
તાજેતરની ચૂંટણીઓમાં પૂર્વોત્તરમાં મળેલી શાનદાર સફળતા અને 2019 અને 2024 વચ્ચેના કેટલાક દક્ષિણી રાજ્યોમાં રાજકીય લેન્ડસ્કેપમાં આવેલા બદલાવથી ઉત્સાહિત, ભાજપ ત્રીજીવાર કેન્દ્રમાં એનડીએની સત્તા જાળવી રાખવાની તેની બિડના ભાગરૂપે દક્ષિણના મતો પર નજર રાખી રહ્યું છે. ભાજપ શાસિત કર્ણાટક અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) શાસિત તેલંગાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થશે, તેનાથી એ સંકેત મળી જશે કે, દક્ષિણમાં કમળ ખીલવા માટે વાતાવરણ અનુકૂળ છે કે કેમ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યાં ભાજપ પાસે એક સાંસદ અને એક ધારાસભ્ય જ છે. પાર્ટી તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની સત્તારૂઢ ભારતીય રાષ્ટ્ર સમિતિ સામે પડકારરૂપ બનીને ઉભરી આવી છે.
તે તાજેતરની બે-ત્રણ વિધાનસભા પેટાચૂંટણીઓમાં વિજયી બની છે અને 2020ની હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. આનાથી 2024ની ચૂંટણીમાં શક્તિશાળી BRSને ટક્કર આપવા માટે પાર્ટીનું મનોબળ વધ્યું છે. યોગાનુયોગ, રાવ 2014માં કેન્દ્રમાં ભાજપ સરકારને હટાવવાના પ્રયાસમાં પણ સામેલ હતા.
બીજી બાજુ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના પ્રમુખ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનને એવા નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે ભાજપને પડકારવા માટે બિન-ભાજપ મતો એકત્રિત કરી શકે. દક્ષિણમાંથી લોકસભામાં ભાજપ પાસે હાલમાં જે 29 બેઠકો છે તે તમામ તેના શાસિત કર્ણાટક અને BRS શાસિત તેલંગાણાની છે.
ભાજપે 2019 માં કર્ણાટકમાં 28 લોકસભા બેઠકોમાંથી 25 જીતી હતી અને તેના સમર્થિત અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા. તેલંગાણામાંથી ચાર સાંસદો લોકસભામાં ચૂંટાયા હતા, પરંતુ તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાંથી આ ગૃહમાં ભાજપના કોઈ પ્રતિનિધિ નથી. આ ત્રણ રાજ્યોમાં અનુક્રમે ડીએમકે, કોંગ્રેસ અને વાયએસસીઆરસીપી સત્તામાં છે. પરંતુ પાર્ટીના કાર્યકરોને વિશ્વાસ છે કે, દ્રવિડિયન રાજનીતિના હાર્દ ભૂમિ તમિલનાડુમાં વસ્તુઓ ભાજપની તરફેણમાં બદલાવા લાગી છે.
ઉદાહરણ તરીકે, પાર્ટીના નેતાઓ નિર્દેશ કરે છે કે, 2021ની વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેની લહેર હોવા છતાં, ભાજપે ચાર બેઠકો જીતી હતી. તેમાંથી એક ઈરોડ જિલ્લામાં છે, જે દ્રવિડ ચળવળના મહાન અને તર્કવાદી નેતા ઈવી રામાસામી પેરિયારનું જન્મસ્થળ છે. પાર્ટીના રાજ્ય એકમે 2024ની સામાન્ય ચૂંટણીમાં 15 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પણ વાંચો – ભાજપે 2024ની બ્લુપ્રિન્ટ કરી તૈયાર : PM મોદીની 100 રેલીઓ… હવે દક્ષિણ, બંગાળ, ઓડિશા પર ખાસ ફોકસ
ભાજપને લાગે છે કે, તમિલનાડુમાં 2024ની લોકસભા ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતાં અલગ હશે. બીજેપી કર્ણાટક પછી તેલંગાણાને આગામી રાજ્ય તરીકે જુએ છે જ્યાં તેને લાગે છે કે, તેની પાસે સત્તામાં આવવાની તક છે.