શરદ પવારને અજિત પવારે આપી મોદી કેબિનેટની ઓફર, પુણેમાં થયેલી સીક્રેટ મીટિંગમાં કહી બીજેપીને સમર્થન આપવાની વાત

Ajit Pawar, Sharad Pawar, Maharashtra news : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને તેમના કાકા શરદ પવારની આ મુલાકાત મહારાષ્ટ્રના રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેના પગલે તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

Written by Ankit Patel
Updated : August 16, 2023 11:06 IST
શરદ પવારને અજિત પવારે આપી મોદી કેબિનેટની ઓફર, પુણેમાં થયેલી સીક્રેટ મીટિંગમાં કહી બીજેપીને સમર્થન આપવાની વાત
અજિત પવાર અને શરદ પવારની તસવીર

મહારાષ્ટ્રના પૂણેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેના ભત્રીજા અજિત પવાર વચ્ચે સીક્રેટ મીટિંગ થયા બાદ રાજકીય દુનિયામાં હલચલ થવા લાગી હતી. એક કારોબારી આવાસ પર થયેલી આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયંતિ પાટિલ પણ હાજર હતા. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને તેમના કાકા શરદ પવારની આ મુલાકાત મહારાષ્ટ્રના રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેના પગલે તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

કોંગ્રેસના એક પૂર્વ મુખ્યમંત્રીની માનીએ તો અજિત પવારે શરદ પવારની સાથે પોતાની સીક્રેટ મીટિંગ દરમિયાન એનસીપી પ્રમુખ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાની વાતનું બે વિશેષ પ્રસ્તાવ આપ્યો હતો. અજિત પવારની આ મુલાકાત પર કહ્યું કે પવાર સાહેબ પહેલાથી જ સ્પષ્ટ કરી ચુક્યા છે. પરિવારના સભ્યો વચ્ચે થયેલી બેઠકને મીડિયા અલગ અલગ પ્રકારે પ્રચાર કરી રહી છે. જેનાથી ભ્રમ પેદા થઈ રહ્યો છે. એ વિચારવાનું કોઇ કારણ નથી કે બેઠકમાં કંઇક અસામાન્ય થયું છે.

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે

કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ મંગળવારે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજિત પવારની સીક્રેટ મુલાકાત તેમની પાર્ટી માટે ચિંતાનો વિષય છે. શરદ પવાર મહા વિકાસ આઘાડીનો ભાગ છે. તેમની પાર્ટીની સાથે શિવસેના અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. જ્યારે તેમની ભત્રીજી અજિત પવાર એનજીપી તોડીને પોતાના સમર્થકોની સાથે એકનાથ શિંદેની શિવસેના અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં સામેલ થયા છે.

આ પણ વાંચોઃ- PMJAY હેઠળ ‘મૃત’ દર્દીઓની સારવાર માટે રૂપિયા 6.9 કરોડ ચૂકવાયા : CAG

બીજેપીનો વિરોધ કરનાર દરેક દળ સાથે મિલાવવા તૈયાર કોંગ્રેસ

શરદ પવાર અને અજિત પવારની શનિવારે પૂણેમાં થયેલી બેઠક વિશે વારંવાર પૂછવા પર પટોલેએ કહ્યું કે આ અમારા માટે ચિંતાનો વિષય છે કે અમે અજિત પવાર અને શરદ પવારની ગુપ્ત બેઠકોને સ્વીકાર નહીં કરતા. આ મુદ્દા પર કોંગ્રેસના મુખ્ય નેતા ચર્ચા કરશે. ઇન્ડિયા ગઠબંધનમાં પણ આના પર ચર્ચા કરવામાં આવશે. એટલા માટે આ મારા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના દરેક દળના નેતા સાથે હાથ મિલાવનો નિર્ણય કર્યો છે. જે ભાજપનો વિરોધ કરવા માટે તૈયાર છે. આવામાં આ કયાસોમાં કોઈ સચ્ચાઈ નથી. કોંગ્રેસ શરદ પવારનો સાથ લીધા વગર એકલા લોકસભા ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે.

આ પણ વાંચોઃ- Chandrayaan 3 latest updates : ચંદ્રયાન 3 માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો, મૂનના લાસ્ટ ઓર્બિટમાં થશે એન્ટ્રી, હવે બચી માત્ર આટલી જ સફર

આ વચ્ચે શરદ પવારે પોતાના ગૃહનગર બારામતીમાં લોકોને કહ્યું કે કેટલાક લોકોને અલગ રસ્તો અપનાવ્યો છે. પરંતુ જ્યારે તેમને સ્થિતિનો અહેસાસ થયો તો તેણે પોતાનું રુખ બદલી શકે છે. તેમણે કહ્યું કે પોતાનું વલણ બદલે અથવા નહીં. અમે અમારા રસ્તા પરથી હટીશું નહીં જેણે અમે પસંદ કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ