lok sabha elections : વિપક્ષ જ નહીં NDAમાં પણ સીટ વહેંચણીમાં આવશે ખુબ જ મુશ્કેલીઓ, જાણો કઇ અવરોધોનો કરવો પડશે સામનો

lok sabha election 2024 : દેશમાં આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભા માટે પણ ચૂંટણી થશે. આટલી મોટી સંખ્યામાં દળોના ગઠબંધનથી મોદી સરકાર લોકસભા ચૂંટણી અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી કરવી એકદમ સરળ નહીં રહે.

lok sabha election 2024 : દેશમાં આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભા માટે પણ ચૂંટણી થશે. આટલી મોટી સંખ્યામાં દળોના ગઠબંધનથી મોદી સરકાર લોકસભા ચૂંટણી અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી કરવી એકદમ સરળ નહીં રહે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
NDA Meting | NDA | PM Modi

એનડીએની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસવીર - બીજેપી ટ્વિટર)

NDA meeting, Lok sabha election 2024 : રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની મંગળવારે દિલ્હી બેઠકમાં વિભિન્ન રાજ્યોમાં 38 દળોના નેતાઓ સામેલ થયા હતા. દેશમાં આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભા માટે પણ ચૂંટણી થશે. આટલી મોટી સંખ્યામાં દળોના ગઠબંધનથી મોદી સરકાર લોકસભા ચૂંટણી અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી કરવી એકદમ સરળ નહીં રહે.

Advertisment

દરેક દળોની પોતાની માંગ અને આકાંક્ષાઓ છે. જેને પુરી કરવા માટે અનેક પ્રકારનો ભોગ આપવો પડશે. જેના પર સામાન્ય સહમતિ બનાવવી નેતૃત્વ માટે ખુબ જ મુશ્કેલ હશે. જે સમયે એનડીએનું ગઠન થયું હતું. તે સમય માત્ર 24 દળ હતા. હવે આ વધીને 38 થઈ ગયા છે.

આવી જ સ્થિતિ બીજા દળોની પણ છે. બિહારમાં લોક જનશક્તિ પાર્ટી અને હિન્દુસ્તાન આવામ મોર્ચા છે તો મહારાષ્ટ્રમાં સત્તારુઢ શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને તાજેતરમાં શરદ પવારથી અલગ થઈને એનડીએમાં આવેલા અજિત પવારની એનસીપી છે. ચૂંટણ દરમિયાન જ્યારે સીટો વહેંચણી થશે. તો દરેક દળ સમ્માનજક સંખ્યામાં સીટોની માંગ કરશે. ભાજપ માટે દરેકને ખુશ રાખવા ખુબ જ મુશ્કેલ સાબિત થશે.

Advertisment

ઉત્તર પ્રદેશમાં ભાજપના જૂના સહિયોગી અપના દળની સાથે નિષાદ પાર્ટી અને કેટલાક દિવસ પહેલા સાથ આવેલી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને પણ સંતુષ્ટ કરવી મુશ્કેલ હશે. જોકે, આ દળોના જે વિસ્તારમાં પ્રભાવ છે. ત્યાં ભાજપ ખુદ કમજોર છે. આવી સ્થિતિમાં ભાજપ એ ક્ષેત્રોમાં આ પક્ષોને સીટ આપશે. પરંતુ તેમની માંગ લોકસભાની સાથે રાજ્યસભા માટે પણ રહેશે.

તમિલનાડુ, આસામ, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ આ પ્રકારના ગઠબંધન વચ્ચે ટકરાવની નોબત આવી શકે છે. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયા પણ મોદી સરકારની તુલનાએ કમર કસીને મેદાનમાં આવી છે. આ વખતે વિપક્ષી દળોના મુકાબલે વધારે સંગઠિત રીતે મોદી સરકારથી બે બે હાથ કરવાના મુડમાં છે.

લોકસભા ચૂંટણી 2024 politics દેશ congress ભાજપ