Lok sabha election 2024 : કઈ પીચ ઉપર રમાશે NDA અને INDIAની મેચ? અવિશ્વા પ્રસ્તાવએ સેટ કરી દીધો ચૂંટણી માહોલ

lok sabha election 2024, INDIA vs NDA : મણિપુર ઉપરાંત અનેક મુદ્દાઓ ઉપર પોતાની વાત રાખી અને કહી શકીએ કે 2024ની લોકસભા ચૂંટણી માટે નેરેટિવ સંપૂર્ણ રીતે સેટ કરી દીધો છે. હવે એવું નથી કે માત્ર પીએમ મોદીએ પોતાના ઈરાદા નક્કી કરી દીધા.

Written by Ankit Patel
August 11, 2023 09:25 IST
Lok sabha election 2024 : કઈ પીચ ઉપર રમાશે NDA અને INDIAની મેચ? અવિશ્વા પ્રસ્તાવએ સેટ કરી દીધો ચૂંટણી માહોલ
NDA vs INDIA

મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ભાંગ્યો. એ પહેલાથી જ નક્કી હતું કે વિપક્ષની પાસે સંખ્યા ક્યારેય ન્હોતી. તો પણ આ દાવ ચાલ્યો. તર્ક આ આપવામાં આવ્યો કે આ બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દા પર પોતાની ચુપ્પી તોડશે. તેમને લાગ્યું કે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવા માટે મજબૂર કરીએ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરા બે કલાક 13 મિનિટ સુધી બોલ્યા. મણિપુર ઉપરાંત અનેક મુદ્દાઓ ઉપર પોતાની વાત રાખી અને કહી શકીએ કે 2024ની લોકસભા ચૂંટણી માટે નેરેટિવ સંપૂર્ણ રીતે સેટ કરી દીધો છે. હવે એવું નથી કે માત્ર પીએમ મોદીએ પોતાના ઈરાદા નક્કી કરી દીધા. ઇન્ડિયા ગઠબંધન એ અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવ્યું હતું તેણે પણ બતાવી દીધું કે તેઓ કઈ પીચ ઉપર આગામી ચૂંટણી રમવા જઈ રહ્યા છે.

બીજેપીનું ડબલ એન્જીન, વિપક્ષ માટે બની સંજીવની

સામાન્ય રીતે અનેક મુદ્દાઓને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ચર્ચા થઈ હતી. પરંતુ વિપક્ષ મણિપુરને કેન્દ્રમાં રાખવા માંગતો હતો. આનાથી નક્કી છે કે આ મુદ્દા પર ચૂંટણી મૌસમમાં સપૂર્ણ પ્રમાણે ઇનકેસ કરવા માંગે છે. એ વાત ભૂલવી ન જોઈએ કે મણિપુરમાં પણ બીજેપી ડબલ એન્જીનવાળી સરકાર છે. આ એ ડબલ એન્જીન છે જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા થાકતા નથી. કોઈપણ ચૂંટણી કેમ ન હોય, ડબલ એન્જીનવાળો દાવ દરેક વખત ચલાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, ગુજરાત હોય, પૂર્વોત્તરનું ત્રિપુરા હોય, બીજેપીના આ ડબલ એન્જીનના નામ અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે. કર્ણાટકમાં આ એન્જીન ચૂંટણી મોસમમાં પાટા પરથી સંપુર્ણ પણે ઉતરી ગઈ છે. હવે મણિપુરમાં હાલાત વિસ્ફોટક બન્યા છે.

બીરેન સિંહનો વિવાદોમાં રહેવું, કાયદો વ્યવસ્થા પડકાર

વિપક્ષ આ વખતે પોતાની ચૂંટણી નેરેટિવમાં મણિપુરના સહારે ડબલ એન્જીનવાળો દાવની હવા નીકળવાની પરી કોશિશ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત મણિપુરના જે મુખ્યમંત્રી છે એન બીરેન સિંહ તેઓ પણ વિવાદોમાં ઘેરાયેલા છે. આમ પણ તેમની કોઈ માસ લીડરવાી છબી નથી. આ કારણે તે આસાનીથી પણ નિશાના પર આવી રહ્યા છે. આ સમયે તો મણિપુર આમ પણ સળગી રહ્યું છે. સરકાર પર તેના રાજીનામા પર દબાણ સતત બની રહ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન એક નહીં અનેક નેતાઓ વિપક્ષ તરફથી સીએમ બીરેન સિંહનું રાજીનામું માંગીને સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ એક નિષ્ફળ સીએમને બચાવવાનું કામ કરી રહી છે.

હવે એ આરોપ બતાવે છે કે મણિપુરની કાયદા વ્યવસ્થા પણ વિપક્ષી ગઠબંધન માટે એક મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે. વધારે મોટી વાત એ છે કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં વિપક્ષનો આ મુદ્દો જમીન પર વધારે નજીક નથી. આંકડા કંઇક અલગ સાક્ષી પુરી શકે છે. સંભવ છે કે કેટલીક જગ્યાએ સરકાર વિરુદ્ધ છે કારણ કે સીએમ યોગી આદિત્યનાથનું માર્કેટિંગ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે તેમની ઓળખ એક કડક નેતા વાળી છે. તેમના ઉપર જ્યારથી બુલડોઝર બાબાનો ટેગ લગાવવામાં આવ્યો છે. તેની છાપ વધારે કડક બની છે. આવી સ્થિતિમાં કાયદો વ્યવસ્થાવાળી જે દાળ યુપીમાં ન ગળી તેને ઇન્ડિયા મણિપુરમાં રાંધવાની કોશિશ કરનારી છે.

મોંઘવારી, બેરોજગારી, ઇન્ડિયાના આમ આદમીવાળા મુદ્દા

હવે મણિપુર ઉપરાંત વિપક્ષના એજન્ડા ઉપર મોંઘવારી, ભારત-ચીન સીમા વિવાદ, બેરોજગારી, તપાસ એજન્સીઓનો દુરુપયોગ જેવા મુદ્દા પણ છવાયેલા રહ્યા છે. અહીં પણ મોંઘવારી અને બેરોજગારી બે એવા મુદ્દા છે જેનો સીધો સંબંધ સામાન્ય જનતા સાથે છે. એટલે કે જો આ મુદ્દા ઉપર યોગ્ય પ્રકારે રણનીતિ બનાવીને વિપક્ષ રમે તો એનડીએ માટે ખતરાની ઘંટી વાગી શકે છે. આ સમયે ટામેટાના ભાવ જે પ્રકારે રોકેટ બન્યા છે. તેને જોતા વિપક્ષનો મોંઘવારીવાળો દાવ હિટ પણ સાબિત થઇ શકે છે. એ જ પ્રકારે બેરોજગારીને લઈને અનેક રાજ્યોમાં પણ બીજેપી માટે ખબર સારી નથી. એમપીમાં તો છાસવારે લોકોનું નોકરી માટે સડક ઉપર પ્રદર્શન કરવું સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં આ મુદ્દો પણ બીજેપી વિરુદ્ધ ચૂંટણી મૌસમમાં ઉપયોગમાં લેવા જઈ શકે છે.

અજીતનો સાથ, ભ્રષ્ટાચારમાં ઘેરાયેલી બીજેપી

આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દા પર પણ બીજેપીને ઘેરવાનું કામ કર્યું છે. આને એક સાહસી કદમ કહેવામાં આવી રહ્યું છે. કારણ કે આ એક એવો મુદ્દો છે.અનેક મોકા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષને ક્લીન બોલ્ડ કર્યું છે. બે વખત જે બીજેપી સત્તામાં આવી પણ છે. અહીં પણ આ ભ્રષ્ટાચારવાળા નેરેટિવ માટે મોટું યોગદાન આપ્યું છે.

આ વખતે ઇન્ડિયા ગઠબંધન પાસે પણ પોતાનો તર્ક તૈયાર રહ્યો છે. ત્યારે તો અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જેડીયુ સાંસદ લલન સિંહે કહ્યું કે ભ્રષ્ટાચારીઓએ એટલી નફરત હોત તો અજીત પવારનો સાથ ન લેત. તેમણે એટલા સુધી કહ્યું કે બીજેપી પોતાની વોશિંગ મશીનમાં નાંખીને દરેકને ધોઈ શકે છે.

એટલે કે જો બીજેપી ભ્રષ્ટાચાર પર વિપક્ષને ઘેરવાનું કામ કરે છે તો આ વખતે એકજૂટ ઇન્ડિયા ગઠબંધનના મુદ્દા પર બીજેપીના અંદાજમાં તેના ઉપર વાર કરવાની કોશિશ તૈયારી કરી રહી છે. મોટી વાત તો એ છે કે જે અજીત પવાર માટે બીજેપી ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. તો અત્યાર સુધી દેશની સૌથી મોટી પાર્ટી પાસે આ અંગે કોઈ સોલિડ સફાઇ નથી.

આ વાતનો જવાબ આપવામાં આવ્યો નથી કે જે એસીપીના કેટલાક દિવસ પહેલા સુધી પીએમ મોદી ખૂબ નિંદા કરી રહ્યા હતા. તેને ભ્રષ્ટાચાર ગણાવી રહ્યા હતા. એ જ પાર્ટીના એક મોટા નેતાને તરીકે ગણવામાં આવે છે. તેમને તરત એનડીએમાં સામેલ કરી લીધા.આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારની પીચ પર આ વખતે એનડીએ અને ઇન્ડિયા વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ