Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે? CEO દિલ્હીનો પત્ર વાયરલ, 'આ અંદાજીત તારીખ છે'

Lok Sabha Election 2024 probable Dates : લોકસભા ચૂંટણી 2024 ની તારીખ દર્શાવતો લેટર વાયરલ થયા બાદ, ચૂંટણી પંચે ખૂલાસો કર્યો કે, આ સંભવીત તારીખ છે. આ માત્ર પ્લાનરનો એક ભાગ છે.

Lok Sabha Election 2024 probable Dates : લોકસભા ચૂંટણી 2024 ની તારીખ દર્શાવતો લેટર વાયરલ થયા બાદ, ચૂંટણી પંચે ખૂલાસો કર્યો કે, આ સંભવીત તારીખ છે. આ માત્ર પ્લાનરનો એક ભાગ છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Lok Sabha Election 2024 probable Dates

લોકસભા ચૂંટણી 2024 સંભવિત તારીખ જાહેર

Lok Sabha Election 2024 Probable Date : આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ મામલે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ પત્ર સીઈઓ દિલ્હીનો હતો, ત્યારબાદ ચૂંટણીની તારીખો જાહેર તઈ ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. હવે આ સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા ખૂલાસો કરવામાં આવ્યો છે.

Advertisment

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી અંગે ખૂલાસો કરતા કહ્યું છે કે, પંચે કહ્યું કે ચૂંટણીની તૈયારીઓ માટે સંભવિત તારીખો સૂચવવામાં આવી છે. જ્યારે પંચ દ્વારા નિર્ણય લેવામાં આવે છે ત્યારે તેની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવે છે. આ માત્ર એક સૂચન છે અને તે જ તારીખે ચૂંટણી થાય તે જરૂરી નથી. આ તારીખ માત્ર યોજનાઓ સમયસર પૂર્ણ થાય તે માટે આપવામાં આવી છે. જેથી સિસ્ટમનો અમલ સુચારૂ રીતે થઈ શકે.

વાયરલ પત્ર અનુસાર, ફેબ્રુઆરીની આસપાસ લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની ધારણા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દિલ્હી ચૂંટણી પંચનો એક પત્ર જણાવે છે કે, યુટીમાં લોકસભા ચૂંટણીની સંભવિત તારીખ 16 એપ્રિલ છે. આ પત્ર પર દિલ્હીના સીઈઓ દ્વારા સ્પષ્ટતા પણ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, 19 જાન્યુઆરીના પત્રમાં જે તારીખની વાત કરવામાં આવી રહી છે, જે વાયરલ થઈ રહી છે તે ચૂંટણી પંચના પ્લાનરનો એક ભાગ છે.

સીઈઓ દિલ્હીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024 ની આ તારીખનો ઉપયોગ ભવિષ્યના આયોજન અને સંકલન હેતુ માટે થાય છે. 19 જાન્યુઆરી, 2024નો પત્ર ચૂંટણી અધિકારીઓ માટે સંદર્ભ તરીકે કામ કરે છે અને અંતિમ સમયપત્રક સૂચવતો નથી.

Advertisment

તમને જણાવી દઈએ કે, 19 જાન્યુઆરીએ તમામ 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને જાહેર કરાયેલા પત્રમાં દિલ્હી સીઈઓ ઓફિસે ભારતના ચૂંટણી પંચના ચૂંટણી આયોજનનો ઉલ્લેખ કર્યો હતો. તે ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે વિવિધ પ્રવૃત્તિઓ આપે છે અને તે દરેક માટે સમયરેખા અને અવધિ પણ આપે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "સંદર્ભના હેતુ માટે અને ચૂંટણી યોજનામાં શરૂઆત અને સમાપ્તિની તારીખોની ગણતરી માટે, પંચે 16 એપ્રિલ, 2024ની તારીખ લોકસભા ચૂંટણી 2024 માટે સંભવિત મતદાન દિવસ તરીકે આપી છે."

આ પણ વાંચો - રાહુલ વિ સરમા : હિમંતા બિસ્વા સરમાને શું રાહુલ ગાંધીએ જ સીએમ બનવા દીધા ન હતા? મીટીંગમાં રાખ્યા કૂતરાએ ખાધેલા બિસ્કિટ

લોકસભા ચૂંટણી 2019 ક્યારે યોજાઈ હતી?

લોકસભા ચૂંટણી 2019 11 એપ્રિલ 2019 થી 19 મે 2019 વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી. આ પછી 23 મેના રોજ મતગણતરી થઈ. યુપી, બિહાર અને બંગાળમાં તમામ સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ વખતે પણ લોકસભાની ચૂંટણી માર્ચ એન્ડ અને મે વચ્ચે યોજાય તેવી શક્યતા છે.

લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ દેશ