લોકસભા ચૂંટણી : આંકડા દર્શાવે છે કે યુપીમાં સમાજવાદી પાર્ટી ‘ઇન્ડિયા એલાયન્સ’નું કેન્દ્રબિંદુ કેમ?

lok sabha election 2024 : સમાજવાદી પાર્ટી દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલી 11 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપે 2019માં જીતી હતી. કોંગ્રેસ માત્ર 3 બેઠકો (અમેઠી સહિત) માં બીજા અને 6 બેઠકો પર ત્રીજા સ્થાને રહી હતી

Written by Ashish Goyal
January 29, 2024 20:55 IST
લોકસભા ચૂંટણી : આંકડા દર્શાવે છે કે યુપીમાં સમાજવાદી પાર્ટી ‘ઇન્ડિયા એલાયન્સ’નું કેન્દ્રબિંદુ કેમ?
ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીના નેતાઓ (Express photo)

Anjishnu Das : આગામી લોકસભા ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન તરફથી હાલમાં જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેના પર નજર નાખીએ તો આ ગઠબંધનને એક પછી એક ત્રણ ઝટકા લાગ્યા છે. આમાં સૌથી મોટો ઝટકો નીતિશ કુમારનો છે. નીતિશ કુમારે ઈન્ડિયા એલાયન્સ સાથે સંબંધો તોડીને એનડીએમાં જોડાયા છે અને ફરીથી બિહારમાં ભાજપ સાથે સરકાર બનાવી હતી.

કોંગ્રેસને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે, જ્યારે ત્રીજો ઝટકો પંજાબમાં આવ્યો. જ્યારે પંજાબના સીએમ ભગવંત માનએ કહ્યું કે આમ આદમી પાર્ટી પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે.

સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને લોકસભાની 11 બેઠકો આપશે

આ બધા સિવાય સમાજવાદી પાર્ટીએ શનિવારે આશ્ચર્યજનક રીતે મોટી જાહેરાત કરી હતી. સપાના વડાએ દેખીતી રીતે એકપક્ષીય જાહેરાત કરી હતી કે પાર્ટી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને લોકસભાની 11 બેઠકો આપશે. સપા પ્રમુખ અખિલેશ યાદવે લખ્યું કે કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ શ્રેણી જીતના સમીકરણ સાથે વધુ આગળ વધશે. ‘ઇન્ડિયા’ ટીમ અને ‘પીડીએ’ની રણનીતિ ઇતિહાસને બદલી નાખશે.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીને હજુ પણ 15-16 બેઠકોની અપેક્ષા છે. આ દરમિયાન સપાએ પોતાના સહયોગી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) સાથે પણ સમજૂતી કરી છે, જે ઇન્ડિયા ગઠબંધનના અન્ય એક ભાગીદાર છે. સપાએ કહ્યું કે આરએલડીને તેના પશ્ચિમ યુપીના ગઢમાં 7 લોકસભા સીટો આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશ માટે ઇન્ડિયા બ્લોકની બેઠકોની વહેંચણીની વાટાઘાટો અત્યાર સુધી મુશ્કેલ રહી છે. આ વાત એ વાતથી વધુ મુશ્કેલ બની છે કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સારા પ્રદર્શનને કારણે તેમની વચ્ચેની ત્રણેય પાર્ટીઓને માત્ર થોડીક જ બેઠકો પર જીત મળી હતી.

2019માં જ્યારે સપાએ બસપા અને આરએલડી સાથે ગઠબંધન કર્યું હતું

2019માં જ્યારે સપાએ બસપા અને આરએલડી સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે અખિલેશ યાદવના નેતૃત્વમાં પાર્ટીએ 5 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસે માત્ર એક બેઠક રાયબરેલી જીતી હતી, રાહુલ ગાંધી પણ અમેઠીથી હારી ગયા હતા. જ્યારે આરએલડીને એક પણ સીટ મળી નથી. 2014માં આરએલડી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે માત્ર બે બેઠકો જીતી હતી અને આરએલડીને એક પણ બેઠક મળી ન હતી. ત્યારબાદ સપાએ પાંચ સીટો પર જીત મેળવી હતી.

આ વખતે સપાએ કોંગ્રેસ માટે સીટો છોડી દીધી છે. જેમાં અમેઠી અને રાયબરેલીનો સમાવેશ થાય છે, જે તેના ગઢ માનવામાં આવે છે. અહેવાલો સૂચવે છે કે કોંગ્રેસ જે અન્ય બેઠકો પર ચૂંટણી લડી શકે છે તેમાં ગાઝિયાબાદ, ગૌતમ બૌદ્ધ નગર, બરેલી, ઝાંસી, કાનપુર, વારાણસી અને સુલતાનપુરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – ખડગેએ કહ્યું – મોદી ફરી સત્તામાં આવશે તો કોઇ ચૂંટણી નહીં થાય, તમારી પાસે મતદાન કરવાની છેલ્લી તક

સપાએ ઇન્ડિયા ગઠબંધનના ભાગ રૂપે મધ્ય પ્રદેશમાં સીટની માંગ કરી છે. જેમાં ખજુરાહો અથવા ટીકમગઢનો સમાવેશ થાય છે. 2019 અને 2014માં આ બંને બેઠકો ભાજપે આરામથી જીતી હતી, જેમાં કોંગ્રેસ બીજા અને સપા ત્રીજા કે ચોથા ક્રમે રહી હતી.

સમાજવાદી પાર્ટી દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલી 11 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપે 2019માં જીતી હતી. કોંગ્રેસ માત્ર 3 બેઠકો (અમેઠી સહિત) માં બીજા અને 6 બેઠકો પર ત્રીજા સ્થાને રહી હતી. જેમાં સપા 4 અને બસપા 2 સીટો પર રનર અપ રહી હતી.

2014માં સપા કથિત રીતે જે 9 બેઠકો કોંગ્રેસ માટે છોડવા માંગતી હતી તેમાંથી અનુક્રમે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ અને સોનિયા જીત્યા હતા, પરંતુ બાકીની બેઠકો ભાજપે જીતી લીધી હતી.2009ની ચૂંટણીઓ ઇન્ડિયા ગઠબંધનના પક્ષો માટે ઘણી સારી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 21 અને સપાને 23 સીટો પર જીત મળી હતી. પરંતુ ત્યાર બાદ યુપીમાં રાજકીય માહોલ એકદમ બદલાઈ ગયો છે.

આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસ અને સપા વચ્ચે બેઠકોની વહેંચણીની પ્રથમ બેઠકમાં પાર્ટીઓએ સહમતિ વ્યક્ત હતી કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રદર્શન આગામી લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલાનો આધાર બનશે.

જો તેના પ્રમાણે ચાલીએ તો 403માંથી 255 બેઠકો અને 41.3 ટકા વોટ શેર સાથે ભાજપ સ્પષ્ટ વિજેતા બન્યું હતું. એનડીએના સાથી પક્ષોની સાથે મળીને કુલ 273 બેઠકો અને 43.3 ટકા વોટ શેર મેળવ્યો હતો. સપા 111 બેઠકો અને 32.1 ટકા વોટ શેર સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી હતી. જ્યારે તેના સાથી પક્ષ આરએલડી 2.85 ટકા વોટ શેર સાથે 9 બેઠકો જીતવામાં સફળ રહી હતી. 399 બેઠકો પર ચૂંટણી લડનારી કોંગ્રેસને અનુક્રમે માત્ર 2 અને 2.3 ટકા મત મળ્યા હતા.

જો 2022ની વિધાનસભાની ચૂંટણીને 80 લોકસભા બેઠકોના સંદર્ભમાં જોવામાં આવે તો, જે દરેકમાં પાંચથી છ વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તો ઇન્ડિયા ગઠબંધનના ભાગીદારો ફક્ત 23 બેઠકો પર એનડીએથી આગળ નીકળશે. જેમાંથી 20 બેઠકો પર સપાને પોતાના બળે લીડ મેળવી હતી. કોંગ્રેસના મતોમાં માત્ર 3 બેઠકોનો તફાવત હતો. પાર્ટીને માત્ર 4 સંસદીય ક્ષેત્રોમાં એક લાખથી વધુ વોટ અને માત્ર 10 સીટો પર 50 હજારથી વધુ વોટ મળ્યા હતા.

2022ની ચૂંટણી મુજબ સપા દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલી 11 બેઠકોમાંથી એક રાયબરેલીને છોડીને તમામ બેઠકો પર ભાજપ આગળ હતો. જેમાંથી સપા 8 બેઠકો પર ઉપવિજેતા રહી હતી. કોંગ્રેસનું સૌથી સારું પ્રદર્શન અમેઠી, રાયબરેલી અને કાનપુરમાં રહ્યું હતું. જોકે વોટના મામલે તે હજુ પણ ભાજપ અને સપાથી પાછળ છે. અન્ય બેઠકો પર કોંગ્રેસને બસપા કરતા પણ ઓછા મત મળ્યા હતા. આમાંથી માત્ર 2 બેઠકો પર ઇન્ડિયા બ્લોકનો સંયુક્ત વોટ શેર એનડીએ કરતા વધારે હતો.

આ આંકડાઓના આધારે સપા આગામી ચૂંટણીમાં વધુ લોકસભા સીટો પર દાવો કરી શકે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ બતાવવામાં આવ્યું હતું કે જો સપાનો મત ઘણી બેઠકો પર કોંગ્રેસને ટ્રાન્સફર કરવામાં આવે તો કોંગ્રેસને ઘણો ફાયદો થશે. જોકે આ વાતચીત સાચી નહીં ઠરે, કારણ કે 2022માં કોંગ્રેસને ઓછા મત મળ્યા હતા.

બસપા પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી

બસપા પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી અને તેણે તેમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. બસપા એકલા હાથે ચૂંટણી લડે તેવી શક્યતા છે. જોકે તાજેતરના વર્ષોમાં બસપાનો પ્રભાવ ઘણો ઓછો થયો છે, તેમ છતાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેને સારા એવા મતો મળે છે. 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં બસપાને અનુક્રમે 19.4 ટકા અને 19.8 ટકા વોટ શેર મળ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેનો વોટ શેર 2017માં 22.4 ટકા અને 2012માં 25.9 ટકાથી ઘટીને 13 ટકા થઈ ગયો હતો.

જોકે બીએસપી ઇન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ એક કવાયત તરીકે જો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેના મતો ઇન્ડિયા બ્લોકમાં ઉમેરવામાં આવે છે તો તે એનડીએને પડકારવામાં મોટો ફરક લાવી શકે છે. બસપાના મતોને સપા, કોંગ્રેસ અને આરએલડી સાથે જોડીને આ જૂથ 53 બેઠકો પર એનડીએને પાછળ છોડી દે છે. જોકે બસપા પોતાના દમ પર કોઈ પણ સીટ પર વોટની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી નથી.

જો કે આવી સ્થિતિમાં કોંગ્રેસ બસપાને ઇન્ડિયા ગઠબંધન તરીકે એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં બસપાએ સપા અને કોંગ્રેસ બંને કરતા સારુ પ્રદર્શન કરતા 10 સીટો પર જીત મેળવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ