Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા 2023માં મોદી સરકારના ત્રણ અસરકારક પગલા, જાણો ભાજપની રણનીતિ

Modi Government : મોદી સરકારે 2019ની સામાન્ય ચૂંટણીઓ પછી પોતાની વેપારી સમર્થક તરફી અને શહેરના લોકોની પાર્ટી તરીકેની છાપથી વિરુદ્ધ ગરીબ વર્ગની હિતેચ્છુક પાર્ટી તરીકે પોતાના આધાર વધાર્યો હતો અને અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી

Written by Ashish Goyal
December 07, 2023 21:57 IST
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા 2023માં મોદી સરકારના ત્રણ અસરકારક પગલા, જાણો ભાજપની રણનીતિ
મોદી સરકાર વર્ષ 2023માં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચામાં રહી હતી (Pics @BJP4India)

Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. હવે પાર્ટી આ જીતનો શ્રેય માત્રને માત્ર વડાપ્રધાન મોદીને આપવાનો પ્રયાસ કરી રહી છે. 2014માં સત્તામાં આવેલી મોદી સરકાર હવે 2024ની સામાન્ય ચૂંટણીઓની રાહ જોઈ રહી છે. ભાજપ 2024માં પણ પોતાની જીત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકાર વર્ષ 2023માં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચામાં રહી હતી. વિધાનસભા ચૂંટણી દરમિયાન ઘણા મુદ્દાઓ પણ ચર્ચાના ટેબલ પર મુકવામાં આવ્યા હતા. આ લેખમાં અમે એવા ત્રણ મુદ્દાઓ વિશે લખી રહ્યા છીએ જેને મોદી સરકારના સૌથી અસરકારક પગલા તરીકે જોવામાં આવે છે.

મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેનો પ્રચાર-પ્રસાર

મોદી સરકારે 2019ની સામાન્ય ચૂંટણીઓ પછી પોતાની વેપારી સમર્થરક તરફી અને શહેરના લોકોની પાર્ટી તરીકેની છાપથી વિરુદ્ધ ગરીબ વર્ગની હિતેચ્છુક પાર્ટી તરીકે પોતાના આધાર વધાર્યો હતો અને અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી, જેમાં સરકારને ઘણી મદદ મળી છે. મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કેટલીક યોજનાઓ જેવી કે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ, મફત રાશન અને સસ્તા ગેસ સિલિન્ડર મતદારોમાં લોકપ્રિય રહી છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીની રેલીઓ પર નજર કરીએ તો ખાસ કરીને દેખાશે કે તેઓ આવી યોજનાઓને લોકો વચ્ચે રાખતા રહ્યા અને આ યોજનાઓને જોરશોરથી ઉઠાવતા રહ્યા. સરકારનો દાવો છે કે 800 મિલિયનથી વધુ લોકોને મફત રાશન પૂરું પાડવામાં આવે છે, આ એક અસરકારક દાવો માનવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં જ્યાં ભાજપે જંગી વિજય મેળવ્યો હતો ત્યાં મહિલાઓ સામે ગુનાખોરીનો દર ઊંચો હોવા છતાં કેશ ટ્રાન્સફર સ્કીમે મહિલા મતદારોને પક્ષ તરફ આકર્ષ્યા હતા અને તે ઘણી અસરકારક રહી છે.

વિદેશમાં ડંકો – ભાજપનું અભિયાન

ભાજપે તે તરફ પુરું ધ્યાન કેન્દ્રીત કર્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીની છાપને કોઈ પણ રીતે વિકાસપુરુષ તરીકે રજૂ કરવામાં આને અને વિદેશોમાં મોદીનો ડંકો અંતર્ગત પ્રચારિત કરવામાં આવે. પીએમ મોદીના એક્સ (અગાઉ ટ્વિટર) પર 93 મિલિયન ફોલોઅર્સ છે અને અહીંથી સતત પ્રસારિત થતું રહ્યું છે કે તેમણે વિદેશમાં પોતાનો ઘણો પ્રભાવ દર્શાવ્યો છે. નવી દિલ્હીના પશ્ચિમ સાથેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. સાથે જ ભારતે પોતાને ગ્લોબલ સાઉથના લીડર તરીકે પણ રજૂ કર્યા છે.

આ પણ વાંચો – વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ પર ધારાસભ્યને રિસોર્ટમાં રાખવાનો આરોપ

ચંદ્રયાન-3 અને જી-20 પર વાત

વર્ષ 2023માં આવા જ બે મહત્વના કામો અમલમાં મુકવામાં આવ્યા હતા, જેમાં મોદી સરકારની અસરકારક છબિ અંગે ચર્ચા થઇ રહી છે. એક છે ચંદ્રયાન-3ની સફળતા અને બીજુ ભારતની અધ્યક્ષતામાં રાજધાની દિલ્હીમાં જી-20ની યજમાની. ચંદ્રયાન-3ના સફળ મિશન બાદ મોદી સરકારે ઘણી હેડલાઇન્સ બનાવી હતી, જ્યારે વિપક્ષે કહ્યું હતું કે તેનો શ્રેય વૈજ્ઞાનિકોને જવો જોઇએ.

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ દરમિયાન પીએમ મોદી ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા હતા અને ભાજપે તેને સંપૂર્ણપણે પોતાની સફળતાની ઝોલીમાં નાખવાના પ્રયાસો પણ કર્યા હતા. બીજું મહત્વનું અસરકારક પગલું જી-20 ની સફળતાપૂર્વક પૂર્ણતા હતી. જી -20 ની અધ્યક્ષતા કરવી એ છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીની કેટલીક સિદ્ધિઓમાંથી એક માનવામાં આવે છે. આ દરમિયાન અમેરિકા સહિત દુનિયાના ઘણા મોટા દેશોના પ્રતિનિધિ દિલ્હી પહોંચ્યા હતા. આ કાર્યક્રમના એજન્ડા ઉપરાંત બીજી તસવીરમાં પીએમ મોદીને દુનિયાના મોટા નેતાઓ સાથે મુલાકાત કરતા દર્શાવવામાં આવ્યા હતા. મોદી સરકારે જી-20નું સફળ આયોજન કરીને પોતાના એક પ્રભાવી કામ તરીકે પ્રોજેક્ટ કર્યું હતું અને અમુક અંશે પાર્ટી તેમાં સફળ પણ રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ