યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યું – રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધીને લઇને કહી આવી વાત

Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યું - 2014 અને 2019માં તેમને આપવામાં આવેલી જવાબદારી પર ખરા ઉતર્યા છે અને હંમેશાં સારું કામ કર્યું છે. એટલા માટે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી

Written by Ashish Goyal
August 18, 2023 17:50 IST
યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યું – રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધીને લઇને કહી આવી વાત
લોકસભા ચૂંટણી 2024ને લઇને અજય રાયે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીથી ચૂંટણી લડશે (File)

Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. લોકસભા ચૂંટણી 2024ને લઇને અજય રાયે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીથી ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો તેઓ તેમને જીતાડવા જાન લગાવી દેશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કહ્યું કે તે ગુસ્સામાં છે. તેમણે કહ્યું હતું કે કમળનું બટન દબાવવાથી તમને ખાંડ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે, શું તેમણે અપાવી?

ભાજપે મારી વિરુદ્ધ દરેક રણનીતિનો ઉપયોગ કર્યો: અજય રાય

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ અજય રાય શુક્રવારે પહેલીવાર પોતાના ગૃહ જિલ્લા વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતા જ હજારો કાર્યકરોએ અજય રાયનું સ્વાગત કર્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન યુપી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેમને 2014માં પણ મહત્વની જવાબદારી સોંપી હતી. ભાજપે તેમની સામે દરેક રણનીતિનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અજય રાયે ના ત્યારે ઝુક્યા હતા અને ના હવે ઝુકશે.

અજય રાયે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને લઈને તેઓ જનતાની વચ્ચે જશે. રાયે કહ્યું કે તેઓ 2014 અને 2019માં તેમને આપવામાં આવેલી જવાબદારી પર ખરા ઉતર્યા છે અને હંમેશાં સારું કામ કર્યું છે. એટલા માટે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો – કર્ણાટકમાં ભાજપને લાગશે મોટો ફટકો! કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

‘બનારસની ભૂમિ મહાદેવની ભૂમિ છે’

એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા અજય રાયે કહ્યું કે કેમેરા ફેરવીને જુઓ, અહીં તમને બૂથ લેવલ, ગામનો કાર્યકર જોવા મળશે. હવે કોંગ્રેસ પાર્ટી ગામડાઓમાં પણ ભાજપને હરાવશે. રાયે કહ્યું કે બનારસની ભૂમિ મહાદેવની ભૂમિ છે. મહાદેવની ધરતી પરથી આ બ્યુગલ વગાડવામાં આવ્યું છે, જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે.

શું રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે? આ સવાલના જવાબમાં અજય રાયે કહ્યું કે તેઓ જરૂર લડશે અને અમેઠીની જનતા અહીં આવી છે. રાયે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યાંથી પણ કહેશે ત્યાંથી તેમનું સંપૂર્ણ સમર્થન કરશે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પ્રહાર કર્યો હતો. રાયે કહ્યું કે સ્મૃતિ ઇરાની ગુસ્સામાં છે. તેમણે કહ્યું હતું કે કમળનું બટન દબાવવાથી તમને ખાંડ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે, શું તે મળી?

અજય રાયે મોદી-યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા

અજય રાયે કેન્દ્રની મોદી-યોગી સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી, મોંઘવારી અને લોકોને ડરાવીને પોતાની સાથે લેવાનો છે. ભાજપના લોકો ઈડી, સીબીઆઈનો ડર બતાવીને માહોલ બનાવી રહ્યા છે. અજય રાયે કહ્યું કે રાહુલ ગાંધીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપેલા પ્રેમનો સંદેશ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અમારા નેતા પ્રિયંકા ગાંધીના સંદેશને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દરેક ઘરમાં લઈ જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ