Neerja Chowdhury : 23 જૂન, 2023 – વોશિંગ્ટન ડીસી અને પટનામાં – 2024માં બિગ લડાઇની રુપરેખા તૈયાર કરી દીધી છે, જેના માટે ભારત તૈયાર થઈ રહ્યું છે. અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન દ્વારા સ્ટેટ ડિનર સમારંભ, જેમાં 400 મહેમાનોએ હાજરી આપી હતી. પ્રથમ મહિલા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલું શાકાહારી ભોજન, યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં મોદીનું સંબોધન (બે વખત આવું કરનાર પ્રથમ વડા પ્રધાન), ટેક્નોલોજી હસ્તાંતરણનું વચન, ફાઇટર જેટ એન્જિન સહિત અંતરિક્ષ અને સંરક્ષણ સોદાઓ પર હસ્તાક્ષર.
આ મુલાકાતની રૂપરેખા કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી હતી અને ખૂબ જ પરિશ્રમપૂર્વક અમલમાં મુકવામાં આવેલી યાત્રાનો પરિદ્રશ્ય જેટલો ભારત 2024 વિશે હતો તેટલો જ બંને દેશો વચ્ચેના ઉન્નત દ્વિપક્ષીય સંબંધો વિશે પણ હતો. ઘરેલું બૌદ્ધિકો અને વિદ્વાનો આ મુલાકાતથી ચિંતિત હોઇ શકે છે પરંતુ મોદી અમેરિકામાં વિદ્વાનો અને બૌદ્ધિકોને ખુશી-ખુશીથી મળ્યા હતા.
વળી આ બાબત રાષ્ટ્રીય ગૌરવ, દેશ કી ઇજ્જત વિશે પણ હતો. જે પ્રવાસી ભારતીયો અને ભારતીયો વચ્ચે એક સારી લાગણી ઉત્પન કરે છે. કારણ કે ભારતને વિશ્વફલક પર તેનો હક આપવામાં આવી રહ્યો છે.
બીજી તરફ પટનામાં બીજી એક બેઠક યોજાઈ રહી હતી. જ્યાં પરિવર્તન માટે ઘણા આંદોલને જન્મ લીધો છે, જેમ કે જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળનું બિહાર આંદોલન જેણે 1977માં ઇન્દિરા ગાંધી જેવા શક્તિશાળી વડા પ્રધાનને સત્તામાંથી બહાર કર્યા હતા. મોદી વિરોધી 15 પક્ષોના નેતાઓ એ યોજના બનાવવામાં લાગ્યા છે કે તે 2024માં તેમને કેવી રીતે હરાવી શકે છે.
વિપક્ષી નેતાઓ ભૂતકાળમાં પણ ફોટોઑપ્સ માટે એકઠા થયા છે. જેમાં આ કવાયતમાંથી કશું નક્કર બહાર આવતું નથી. પરંતુ પટના સામાન્ય કરતા થોડું વધારે સૂચવે છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે યોજેલી આ બેઠકમાં એ લોકોને એકઠા કર્યા જેમને અત્યાર સુધી કોંગ્રેસ વિશે ગંભીર રાજકીય શંકાઓ હતી. જેમ કે મમતા બેનરજી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ. તેમાં કોંગ્રેસના બે સૌથી મહત્ત્વના વ્યક્તિઓ પણ હાજર હતા. પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી.
મોટા ભાગના પ્રાદેશિક પક્ષો કોંગ્રેસના ભોગે વિકસ્યા હોવાથી અને તેમની કિંમતે તેના પુનરુત્થાનનો ભય અનુભવતા હોવાથી તેઓ દેખીતી રીતે જ કોંગ્રેસ મોટાભાઈની જેમ કામ કરશે તેવી દહેશત અનુભવે છે. જોકે તેમ છતાં રાજ્યના મોટાભાગના ક્ષત્રપો હવે સ્વીકારે છે કે કોંગ્રેસ વિના વિપક્ષી એકતા અર્થહીન રહેશે.
બોલ હવે કોંગ્રેસના ખોળામાં છે, પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ અને મમતા વચ્ચે કેવી રીતે નિર્ણય લેવો, ઉત્તર પ્રદેશમાં બેઠકોની તેની માંગમાં વાજબી હોવું જોઈએ અને આપ ના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે. તેમણે શુક્રવારે દબાણ કર્યું હતું કે કોંગ્રેસ દિલ્હી સરકારને વહીવટી સત્તાઓથી વંચિત રાખતા કેન્દ્રના વટહુકમ પર સ્ટેન્ડ ક્લિયર કરે. જોકે કેજરીવાલને પટનામાં અન્ય વિરોધ પક્ષોનું સમર્થન મળ્યું નથી. આપને તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની જરૂર પડી શકે છે.
આ પણ વાંચો – લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને આપી લગ્ન કરવાની સલાહ, કહ્યું – લગ્ન કરો અમે બધા જાનૈયા બનીશું
પટનાએ એ પણ દર્શાવ્યું હતું કે ત્રીજા મોરચાનો વિચાર – કોંગ્રેસને બાદ કરતા પ્રાદેશિક પક્ષોનો એક મોરચો – હવે ભૂતકાળ બની ગયો છે. રાજકારણ હવે બે મોરચા વિશે થવાનું છે. એકનું નેતૃત્વ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું તેના વિરોધી લોકોનું બનેલું છે, જેમાં કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે.
અલબત્ત બિનજોડાણવાદી બિનભાજપી પક્ષો તો છે જ, પરંતુ વાસ્તવમાં તેઓ સામા પક્ષ કરતાં ભાજપ સાથે વધુ છે. નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજેડી ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે અને આગામી વર્ષે જે પણ સત્તામાં આવશે તેને મુદ્દા આધારિત ટેકો આપશે તેવી પૂરેપૂરી શક્યતા છે. તે જગન મોહન રેડ્ડીના વાયએસઆરસીપી સાથે પણ થશે. ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે.ચંદ્રશેખર રાવનો અર્થ કંઈક અલગ છે. તેઓ વિપક્ષની એકતાની વાત કરે છે, પરંતુ ભાજપ કરતા કોંગ્રેસની વધુ ટીકા કરે છે અને તેલંગાણા સિવાય મહારાષ્ટ્રમાં પણ તેની સામે ઉમેદવારો ઉતારવાની યોજના ધરાવે છે.
જો વિપક્ષ હાથ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તો ભાજપ સાથી પક્ષો પર પણ તેની વ્યૂહરચના પર પુનર્વિચારણા કરી રહ્યું છે. તે જાણે છે કે દક્ષિણમાં તેની કોઈ હાજરી નથી અને 2019માં ઉત્તરમાં ટોચ પર છે અને 10-વર્ષીય એન્ટી-ઇન્કમ્બન્સીથી છે. AIADMK સાથે તેનું ગઠબંધન છે. જ્યારે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડૂએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે. ભાજપ છેલ્લા કેટલાક સમયથી જૂના સહયોગી અકાલી દળને લઈને પહેલ કરી રહ્યું છે, જ્યારે નબળી પડી ગયેલી જેડી(એસ)ના વરિષ્ઠ નેતા પૂર્વ પીએમ એચ ડી દેવગૌડા અવારનવાર મોદીના વખાણ કરી રહ્યા છે.
પટનામાં આરએલડીના જયંત ચૌધરી ગેરહાજર રહ્યા હતા, જેઓ સપાના સાથી હતા. જેમણે બેઠકના એક દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તેઓ ભાગ લઇ શકશે નહીં. તેમનો પૂર્વ ગોઠવાયેલ કાર્યક્રમ હતો. પટનાની બેઠકના થોડા દિવસો પહેલાં જ જેડી(યુ)થી દૂર થઈને જીતન માઝીનો હિન્દુસ્તાન અવામી મોરચો એનડીએમાં પાછો ફર્યો છે.
વિપક્ષ માટે સૌથી મોટો પડકાર એ હશે કે એક એવા નેતાને શોધવામાં આવે જે મોદીને ટકકર આપી શકે. ભાજપને ભલે ફટકો પડ્યો હોય પરંતુ વડા પ્રધાને તેમની લોકપ્રિયતા જાળવી રાખી છે.
વિપક્ષી નેતાઓએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે તેઓ જાણે છે કે આગળ શું થવાનું છે અને તેઓ સ્પષ્ટ છે કે તેઓએ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શક્ય તેટલી લોકસભા બેઠકોમાં ભાજપ/એનડીએના ઉમેદવારો સામે એક જ ઉમેદવારની હરીફાઈ સુનિશ્ચિત કરવી જોઈએ. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ ટિપ્પણી કરી હતી કે બીજું કશું જ મહત્ત્વનું નથી.
વોશિંગ્ટન ડીસી એ વાતની વધુ એક યાદ અપાવે છે ભારતીય ગૌરવનું આહ્વાન, જે ભાજપ માને છે કે નોકરીઓ ગુમાવવાની, આવકમાં ઘટાડો, ખર્ચમાં વધારાની નિરાશાને જીતવામાં મદદ કરી શકે છે. મુંબઈના એક ડોક્ટરે તાજેતરમાં જણાવ્યું હતું કે મેં ગવાર ની થાળી માટે 140 રૂપિયા પ્રતિ કિલો ચુકવ્યા હતા. જે આખા મહારાષ્ટ્રમાં ઉગતી હતી. મારી ઘરગથ્થુ સહાય તેના કુટુંબના આહારમાં શાકભાજી પણ પરવડી શકે તેમ નથી.
આગામી મહિનાઓમાં મોદીની ભવ્ય સ્વીપ્સ વેગ પકડશે, જેમાં સપ્ટેમ્બરમાં યોજાનારી જી-20 સમિટનો પણ સમાવેશ થાય છે. જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓ ભાગ લેશે. તે પછી જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. જેને સિવિલાઇઝેશનલ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે અને મોદીના વ્યક્તિત્વની આસપાસ રચવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો માટે તેમજ વાલ્મિકી અને નિષાદ જેવી નીચલી જાતિઓ માટે એક પહોંચનું આયોજન કરવામાં આવ્યું છે.
મોદીના રાજકારણનું આ પાસું જ વિરોધી પક્ષોને ખબર નથી કે કેવી રીતે સામનો કરવો.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





