/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/PM-Modi-JP-Nadda.jpg)
પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા (તસવીર - બીજેપી ટ્વિટર)
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના મહિના જ બાકી છે. ભાજપને હરાવવા માટે કોંગ્રેસ, જેડીયુ સહિત 28 વિપક્ષી પાર્ટીઓએ એકજૂથ થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત ભાજપ લોકસભાની ચૂંટણી માટે પણ ટૂંક સમયમાં જ ઉમેદવારો નક્કી કરવાની તૈયારીમાં છે.
પાર્ટી નેતૃત્વ રાજ્યસભામાં હાજર કેટલાક દિગ્ગજોને મેદાનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરવા વિચારણા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યાદીની વહેલી તકે જાહેરાત કરવાનો પ્રયોગ વિધાનસભાની ચૂંટણીમાં સારી રીતે કામ કર્યું હતું. હવે પાર્ટી આ મંત્રને લોકસભા ચૂંટણીમાં પણ અજમાવવા જઈ રહી છે.
ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે પાર્ટીએ પહેલા ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે. પાર્ટીમાં કઈ લોકસભામાંથી કોને ટિકિટ આપવી જોઈએ તે અંગે ભાજપ સર્વે કરી રહી છે. તેમાં સીટીંગ સાંસદના વલણથી લઈને તેમના કામોની વિગતો સુધીની છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો આ પહેલો સર્વે છે. તેના આધારે સાંસદોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. ટિકિટ વિતરણ અને ઉમેદવાર પસંદગીમાં પણ આ સર્વે મોટો આધાર બનવા જઈ રહ્યો છે.
ભાજપ આવતા મહિને ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા
ઉમેદવારોના નામ ઘણા સમય અગાઉથી જાહેર કરવાનો પ્રયોગ રાજ્યની ચૂંટણીમાં સુપર હિટ રહ્યો છે. આનાથી પાર્ટીને તેના હરીફો ઉપર એક પ્રકારની પ્રારંભિક ધાર મળી હતી. ટિકિટોની વહેંચણી બાદ કેટલીક જગ્યાએ સ્થાનિક સ્તરે અસંતોષ હોય તો તેને દૂર કરવા માટે પક્ષને પૂરતો સમય મળી જતો હતો. જાન્યુઆરી સુધીમાં પાર્ટી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ શરૂ કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના રાજ્યસભાના કેટલાક દિગ્ગજોને પણ મેદાનમાં ઉતારી શકે છે. આનાથી રાજ્યસભામાં નવા પ્રવેશ કરનારાઓ માટે પણ તકો ઉભી થશે. સૂત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો - નિકારાગુઆ : કબુતરબાજી માટે ડંકી કન્ટ્રી, ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતા ભારતીયો કેમ જાય છે અહીં?
ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાતથી પાર્ટીને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ચૂંટણી કરતાં પણ વધુ સીધો ફાયદો થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી ચૂંટણીની તારીખોની જાહેરાતના ઓછામાં ઓછા દોઢ મહિના પહેલા જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દેશે. લોકસભાની ચૂંટણીની તારીખો ફેબ્રુઆરી અથવા માર્ચમાં જાહેર થવાની સંભાવના છે.
ઉમેદવારોની વહેલી જાહેરાતના સારા પરિણામ
સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પ્રદેશ પ્રમુખોએ રજૂઆતો કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની વહેલી જાહેરાતથી કેવી રીતે સારા પરિણામ મળ્યા. જે લોકોના નામ પ્રથમ અને બીજી યાદીમાં હતા તેમાંથી મોટાભાગના લોકો સરળતાથી જીતી ગયા હતા.
સૂત્રોએ એવો પણ સંકેત આપ્યો હતો કે કેટલાક અગ્રણી ચહેરાઓને ચૂંટણી લડવાનું કહેવામાં આવી શકે છે. જે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની વ્યૂહરચનાનું સાતત્ય છે જ્યારે લોકસભાના વર્તમાન સાંસદોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જેઓ જીત્યા હતા. તેમને સાંસદ પદેથી રાજીનામું આપીને ધારાસભ્ય તરીકે જાળવી રાખવાનું કહેવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us