વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે બુધવારે રાત્રે દિલ્હીમાં પોતાના સત્તાવાર આવાસ પર બેઠક કરી હતી. સરકાર અને સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને બીજેપી સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર રહ્યા હતા. પાર્ટી વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી 2024 માટે તૈયારીમાં લાગી છે.
ચૂંટણીની તૈયારીમાં લાગી બીજેપી
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે શાહ, નડ્ડા અને ભાજપા મહાસચિવ બી એસ સંતોષ સંગઠન અને રાજનીતિક મુદ્દો પર સતત બેઠક કરી રહ્યા છે. જોકે, બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન રજૂ કર્યું નથી. આ બેઠકમાં અનેક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર મંથન થયું. ચૂંટણી પહેલા પાર્ટી સંગઠન અને મોદી સરકારમાં મોટા ફેરફારની ચર્ચા છે. આવી સ્થિતિમાં બેઠકમાં કરવામાં આવેલી જાણકારી ટૂંક સમયમાં સામે આવી શકે છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની રણનીતિ
લોકસભા ચૂંટણી 2024 અને રાજ્યોમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ પાર્ટીના કામકાજને સરળ બનાવવા માટે દેશભરને ત્રણ રીઝનને વહેવામાં આવ્યા છે. આ માટે બીજેપીના નોર્થ, સાઉથ અને ઇસ્ટ રીઝન નક્કી કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે 6,7 અને 8 જુલાઈએ દેશને અલગ અલગ હિસ્સાઓમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રીની સાથે રિજનના પ્રમુખ નેતાઓની મીટિંગ થશે. 6 જુલાઈએ ઇસ્ટ રિઝન, 7 એ નોર્થ રિઝન અને 8 જુલાઈએ સાઉથ રિઝનની બેઠક થશે.
જુલાઈમાં થશે અલગ અલગ રિઝનની મિટિંગો
6 જુલાઈએ ઇસ્ટ રિઝનની બેઠક ગુવાહાટીમાં થશે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્વિમ બંગાળ, આસામ, સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને ભાજપા નેતાનો સમાવેશ થશે. 7 જુલાઈએ નોર્થ રિઝનની બેઠક દિલ્હીમાં થશે. જેમાં જ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ-દીવ-દાદર નગર હવેલી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણાના બીજેપી નેતાનો સમાવેશ થશે.
8 જુલાઇએ સાઉથ રિઝનની બેઠક હૈદરાબાદમાં થશે. જેમાં કેરળ, તમિલનાડું, પોંડીચેરી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રાપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવા, અંડમાન અને નિકોબાર લક્ષદ્વીપની ભાજપ નેતા અને કાર્યકર્તાઓ સામેલ થશે.
કોંગ્રેસની બેઠક
ભાજપની બેઠક પહેલા કોંગ્રેસ પણ પોતાની આગામી ચૂંટણી અંગે મોટી બેઠક કરી હતી. જેમાં છત્તીસગઢમાં વર્ષના અંત સુધીમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવને ઉપ મુખ્યમંત્રી બનાવવાની ઘોષણા કરી હતી. કોંગ્રેસના મુખ્ય નેતૃત્વએ બુધવારે છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની રણનીતિ અને ચૂંટણી તૈયારીઓ પર નવી દિલ્હીમાં ચર્ચા કરી છે.