લોકસભા ચૂંટણી : પીલીભીતથી વરૂણ ગાંધીની ટિકિટ ખતરામાં? ભાજપ આ નેતાઓ પર લગાવી શકે છે દાવ

લોકસભા ચૂંટણી : એવી પણ ચર્ચા છે કે સપા અને કોંગ્રેસ વરુણ ગાંધીને અમેઠીથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને તેમનું સમર્થન કરી શકે છે

લોકસભા ચૂંટણી : એવી પણ ચર્ચા છે કે સપા અને કોંગ્રેસ વરુણ ગાંધીને અમેઠીથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને તેમનું સમર્થન કરી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
varun gandhi, Lok Sabha Elections 2024

વરુણ ગાંધી (Express photo by Vishal Srivastava)

Lok Sabha Elections 2024 : દેશની રાજનીતિમાં જ્યારે ગાંધી પરિવારનો ઉલ્લેખ થાય છે ત્યારે અનેક રાજકીય તસવીરો સામે આવે છે. આ પરિવાર શરૂઆતથી જ કોંગ્રેસ સાથે જોડાયેલો છે, પરંતુ એક ગાંધી પરિવાર ભાજપમાં પણ છે. નામ છે - વરુણ ગાંધી, જે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને પુત્રવધૂ મેનકા ગાંધીના પુત્ર છે.

Advertisment

વરુણ ગાંધીના રાજકારણની વાત કરીએ તો લંડનમાં અભ્યાસ કર્યા બાદ તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. 1999માં તેમણે પોતાની માતા મેનકા ગાંધી માટે પ્રચાર કર્યો હતો. તેઓ 2004માં ભાજપમાં જોડાયા હતા. 2004ની ચૂંટણીમાં તેમણે ભાજપ માટે ઘણું કર્યું હતું.

વર્ષ 2009માં પહેલીવાર સાંસદ બન્યા વરૂણ ગાંધી

2009ની સામાન્ય ચૂંટણીમાં વરુણ પહેલી વાર પીલીભીતથી ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા હતા. 2013માં તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. 2013માં વરુણને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ તે સમય હતો જ્યારે વરુણને યુપીના મુખ્યમંત્રી પદ તરીકે પણ જોવામાં આવતા હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં વરુણ ગાંધી સુલ્તાનપુરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં તેઓ ફરી પીલીભીતથી જીતીને સાંસદ બન્યા હતા, પરંતુ હવે 2024માં વરૂણના રાજકીય કદ અને ભાજપની રાજનીતિ અને રણનીતિ બંનેમાં ઘણો બદલાવ આવ્યો છે. ઓક્ટોબર 202 માં વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને ફરીથી રચાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

Advertisment

શું પીલીભીતમાંથી વરુણ ગાંધીનું પત્તુ કપાઇ શકાય છે?

એવી પણ ચર્ચા છે કે ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણીમાં વરુણ ગાંધીનું પત્તું કાપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપ આ વખતે પીલીભીત બેઠક પરથી વરુણ ગાંધીને ટિકિટ નહીં આપે. તેમની જગ્યાએ વર્તમાન ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકાય છે. વરુણ ગાંધીને ફાયર બ્રાન્ડ નેતા માનવામાં આવે છે, તેમને જે સારું લાગે છે તે બોલે છે. ઘણી વખત તેમને પાર્ટીથી અલગ સ્ટેન્ડ લેવામાં પણ વાંધો નથી.

આ પણ વાંચો - યુપીમાં ડીલ ડન, દિલ્હી, બંગાળ, મહારાષ્ટ્રમાં મંથન ચાલુ, ઇન્ડિયા ગઠબંધન ફરી પાટા પર?

ગુરૂવારે ભાજપના સાંસદ વરુણ ગાંધીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે મારા પરિવારે દેશ માટે લોહી વહાવ્યું છે. મારું સ્વપ્ન દેશને મજબૂત બનાવવાનું છે. હું હંમેશા રાષ્ટ્રની મજબૂતી માટે અવાજ ઉઠાવીશ. રાજકારણમાં જોડાયા બાદ હું દેશ અને સમાજના હિત માટે દરેક પળે જીવ્યો છું. મારું એકમાત્ર લક્ષ્ય દેશને શક્તિના શિખર પર લઈ જવાનું છે.

તેમણે કહ્યું કે વિરોધીઓ પણ મારા પર ભ્રષ્ટાચારનો આરોપ મુકી શકે નહીં. વરુણ ગાંધીએ કહ્યું કે મેં ક્યારેય કોઈની ટીકા કરી નથી. હંમેશા લોકોના હિતમાં અવાજ ઉઠાવતો હતો. તે જ કર્યું છે જે સાચા જનપ્રતિનિધિની જવાબદારી હોય છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં વરુણ ગાંધીની ટિકિટ કપાઇ શકે છે. તેમના સ્થાને ભાજપ સંજય સિંહ ગંગવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. 47 વર્ષીય સંજય સિંહ ગંગવાર હાલ ધારાસભ્ય છે. બીજું નામ જિતિન પ્રસાદ છે, તેઓ કેબિનેટ મંત્રી છે.

શું અમેઠીથી ચૂંટણી લડી શકે છે?

એવી પણ ચર્ચા છે કે સપા અને કોંગ્રેસ વરુણ ગાંધીને અમેઠીથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને તેમનું સમર્થન કરી શકે છે. ગઠબંધન હેઠળ જીતેલી 17 સીટોમાંથી માત્ર રાયબરેલી સીટ જ 2019માં કોંગ્રેસને મળી હતી, જ્યારે અમેઠીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે 2014માં અમેઠી અને રાયબરેલી સીટ પર જીત મળી હતી.

જોકે આ સમગ્ર ઘટના અને રાજકીય અરાજકતા વચ્ચે વરૂણ ગાંધી હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ શેર કરતા રહ્યા છે. જોકે એક વાત એ છે કે તેઓ સીએમ યોગીની પોસ્ટને ક્યારેય રીટ્વિટ નથી કરતા, જે ઘણી વાર વરુણ ગાંધીની પોસ્ટ જોઈને જાણી શકાય છે. આના પરથી એ પણ અંદાજો લગાવી શકાય છે કે વરુણ ગાંધીના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંબંધો ઠીકઠાક છે, પરંતુ સીએમ યોગી સહિત રાજ્યના નેતાઓ સાથે તેમના સંબંધો એટલા સૌહાર્દપૂર્ણ નથી.

લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ દેશ congress ભાજપ