Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 290 સીટો પર ઉમેદવાર ઉતારશે, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

Lok Sabha Elections 2024 : માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે પોતાના સમીકરણો અનુસાર આ આંકડો નક્કી કર્યો છે અને હવે તેને વિપક્ષી પાર્ટીઓ સાથેની બેઠકમાં રાખવામાં આવશે. જો આમ થશે તો કોંગ્રેસ 390 બેઠકો પર ચૂંટણી લડશે.

Written by Ashish Goyal
January 01, 2024 17:13 IST
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 290 સીટો પર ઉમેદવાર ઉતારશે, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?
એક બેઠક દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ. (ફાઇલ ફોટો એએનઆઈ)

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ અનેક બેઠકો કરી રહ્યું છે. તેનું કારણ છે ઇન્ડિયા ગઠબંધનની સીટ શેરિંગ ફોર્મ્યુલાનો અમલ કરવો. અન્ય વિરોધ પક્ષો સાથેની બેઠક પહેલાં કોંગ્રેસ નક્કી કરવા માગે છે કે પાર્ટી કેટલી બેઠકો પર સીધી ચૂંટણી લડશે? અને તે ગઠબંધન સાથે કેટલી સીટો પર મેદાનમાં ઉતરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 290 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન અનુસાર બેઠકો નક્કી કરવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે પોતાના સમીકરણો અનુસાર આ આંકડો નક્કી કર્યો છે અને હવે તેને વિપક્ષી પાર્ટીઓ સાથેની બેઠકમાં રાખવામાં આવશે. જો આમ થશે તો કોંગ્રેસ 390 બેઠકો પર ચૂંટણી લડશે.

શું છે કોંગ્રેસની યોજના?

એવું માનવામાં આવે છે કે પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસ સીધી જ રીતે તેના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ 10 રાજ્યોમાં સીધી રીતે અને 9 રાજ્યોમાં ગઠબંધન સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે.

કયા રાજ્યોમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે

જે રાજ્યોમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાની સંભાવના છે તેમાં ગુજરાત, હરિયાણા, અસામ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઓડિશાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – રાજસ્થાનમાં ભાજપનો અનોખો દાવ, ચૂંટણી જીતે તે પહેલા જ ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને બનાવી દીધા મંત્રી

દિલ્હી, બિહાર, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પાર્ટી ગઠબંધન સાથે સીટોની વહેંચણી અનુસાર ચૂંટણી લડશે. હવે સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં પાર્ટી શિવસેના (ઉદ્ધવ જૂથ) અને શરદ પવાર સાથે વાતચીતની સુવિધા કેવી રીતે આપે છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની પાર્ટી 48માંથી 23 બેઠકો પર ચૂંટણી લડશે. એ જ રીતે બંગાળમાં મમતા બેનરજીની ટીએમસી અને બિહારમાં નીતિશ કુમાર અને આરજેડી સાથે વાટાઘાટો કરવા માટે કોંગ્રેસને વધુ સારી તકો શોધવી પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ