Congress CWC : લોકસભા ચૂંટણી માટે ખાસ પ્લાન બનાવવામાં લાગી કોંગ્રેસ, CWC મીટિંગમાં નક્કી થશે એજન્ડા

CWC Meeting : કોંગ્રેસે 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવી છે, આ પહેલા 19 ડિસેમ્બરના રોજ ઇન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે, જેમાં સીટોની વહેંચણી પર મહત્વપૂર્ણ ચર્ચા થઇ શકે છે

CWC Meeting : કોંગ્રેસે 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવી છે, આ પહેલા 19 ડિસેમ્બરના રોજ ઇન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે, જેમાં સીટોની વહેંચણી પર મહત્વપૂર્ણ ચર્ચા થઇ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
lok sabha elections 2024 | congress cwc meeting | congress

કોંગ્રેસે 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવી છે (Source: Twitter/ Mallikarjun Kharge)

Congress CWC Meeting : કોંગ્રેસે 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવી છે, જેમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે અને ત્રણ હિંદી ભાષી રાજ્યોમાં હાર બાદ વાપસી કરવા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રો તરફથી આ જાણકારી સામે આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક કોંગ્રેસના દિલ્હી કાર્યાલયમાં થશે. આ પહેલા 19 ડિસેમ્બરના રોજ ઇન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે, જેમાં સીટોની વહેંચણી પર મહત્વપૂર્ણ ચર્ચા થઇ શકે છે.

Advertisment

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારત જોડો યાત્રાના બીજા રાઉન્ડ અંગે પણ ચર્ચા થઈ શકે છે. એવા અહેવાલો છે કે કોંગ્રેસ ચૂંટણી પહેલા બેરોજગારી અને મોંઘવારીને મુખ્ય મુદ્દો બનાવી શકે છે. મહત્વનો સવાલ 19 ડિસેમ્બરે યોજાનારી ઇન્ડિયા એલાયન્સની બેઠકને લઇને પણ છે, આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ વિપક્ષી ગઠબંધનના નેતાઓ એકજુટ થઇ રહ્યા છે.

CWCની બેઠકમાં શું થશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કોંગ્રેસ વર્કિંગ કમિટી-સીડબ્લ્યૂસીની બેઠકમાં કરવામાં આવશે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો પરાજય થયો હતો જ્યારે તેલંગાણામાં પાર્ટીએ જીત મેળવી સરકાર બનાવી છે. લોકસભાની ચૂંટણીમાં પક્ષ કયા મુદ્દાઓ સાથે જશે તે પ્રશ્ન પણ આ બેઠકનો ખાસ એજન્ડા હશે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે કે સીડબ્લ્યૂસીની બેઠકમાં કોંગ્રેસ ભાજપનો મુકાબલો કરવા માટે ખાસ રણનીતિ બનાવવાની યોજના તૈયાર કરશે.

આ પણ વાંચો - આમ આદમી પાર્ટી પંજાબની બધી 13 સીટો પર ચૂંટણી લડવા તૈયાર, અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધનનું ટેન્શન વધાર્યું

Advertisment

મોંઘવારી અને બેરોજગારી પર રાહુલ ગાંધીની યાત્રા

માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ભારત જોડો યાત્રા પર જઈ શકે છે. જોકે કોંગ્રેસે હજુ સુધી આ પ્લાનની જાહેરાત કરી નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રાના પહેલા ભાગની થીમ નફરતની વિરુદ્ધ હતી અને આ વખતે જો રાહુલ ગાંધી નોર્થ ઇસ્ટથી યાત્રા કાઢે છે (જેમ કે કહેવામાં આવી રહ્યું છે) તો આ વખતે મુખ્ય મુદ્દો મોંઘવારી અને બેરોજગારીનો રહેશે.

લોકસભા ચૂંટણી 2024 રાહુલ ગાંધી દેશ congress