Women Reservation Bill : દેશમાં મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઇ ગયું છે. મોદી સરકારના કાર્યકાળમાં આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. મોટી વાત એ છે કે જે પાર્ટીઓ પહેલા તેનો વિરોધ કરતી હતી આ વખતે તેમનું પણ સમર્થન મળ્યું છે. આ કારણે રાજ્યસભામાં એક પણ મત તેના વિરોધમાં પડ્યો ન હતો અને સર્વસંમતિથી બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતાં જ ક્રેડિટ લેવાની અલગ રાજનીતિ તેજ થઇ ગઇ છે. ભાજપ મુખ્યાલયમાં ઉજવણી અને પીએમ મોદીના વખાણ એ બતાવવા માટે યોગ્ય છે કે પાર્ટી આ નેરેટિવના સહારે આગામી લોકસભા ચૂંટણીમાં કઇ રણનીતિ અંતર્ગત આગળ વધવા જઇ રહી છે.
ભાજપને તેનું નેરેટિવ મળી ગઈ છે પરંતુ આ મહિલા અનામત બિલની મદદથી બીજી મોટી રણનીતિને ધાર આપવાનું કામ કરવામાં આવ્યું છે. કોંગ્રેસથી માંડીને આરજેડી જેવા પક્ષોએ મહિલા અનામત બિલને ટેકો આપ્યો હતો, પરંતુ આ બધાએ બે મુખ્ય માગણીઓ પણ રજૂ કરી હતી – પ્રથમ મહિલા અનામતમાં ઓબીસી માટે અલગ ક્વોટા. બીજું દેશમાં જેમ બને તેમ જલદી જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ. અહીં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઓબીસી વિરોધી ગણાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેમની તરફથી કહેવામાં આવ્યું કે વર્તમાન સરકારમાં 90 કેન્દ્રીય સચિવોમાંથી ત્રણ ઓબીસી છે.
હવે મહિલા અનામત બિલ વિશે સમજવું જરૂરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલ અંતર્ગત ઓબીસી મહિલાઓને પણ અનામત આપવાની માંગ કરવામાં આવી છે, પરંતુ કોઇ અલગ ક્વોટાની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલના બિલ મુજબ દેશમાં એસસી-એસટી માટે 131 સીટો અનામત રહે છે ત્યાં પણ 43 સીટો મહિલાઓ માટે રહેવાની છે. પરંતુ વિરોધ પક્ષો આ વ્યવસ્થાથી ખુશ નથી, તે ઓબીસી સમાજને અન્યાય માની રહ્યા છે. તેમના મતે જ્યાં સુધી ઓબીસી મહિલાઓને અલગથી અનામત આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ રજૂ કરી શકાશે નહીં. હવે જો આરજેડીએ આવું કહ્યું હોત તો કોઈને પણ આશ્ચર્ય થયું ન હોત, બસપાએ આમ કહ્યું હોત તો પણ તે યોગ્ય લાગ્યું હોત પરંતુ કોંગ્રેસ માટે આ ઓબીસી પિચ પર ઉતરવું એ એક નવો પ્રયોગ છે.
આ પણ વાંચો – સરકાર ઈચ્છે તો અત્યારે જ લાગુ થઈ શકે છે મહિલા અનામત, રાહુલ ગાંધીએ બિલમાંથી આ બે જોગવાઈઓને હટાવવાની માંગણી કરી
થોડા સમય પહેલા જ કર્ણાટક ચૂંટણીમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીની માંગ ઉઠાવી હતી. આ સ્થિતિમાં તેમના વિચારો ઇન્ડિયા ગઠબંધનના અન્ય તમામ પક્ષો જેવા જ હતા. પરંતુ કોંગ્રેસ માટે આ કોઈ સહજ પીચ નથી. હવે ઓબીસી સમુદાયને સાધવા માટે જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહી છે, પરંતુ લાંબા સમય સુધી તેની જે રહી છે, તેને કોઈ એક જાતિ સુધી મર્યાદિત રાખવું મુશ્કેલ હતું. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ આ ટ્રેન્ડને ખૂબ સારી રીતે સમજાવી શકે છે. હકીકતમાં 90ના દાયકામાં જ્યારે મંડલ કમિશન આવ્યું ત્યારે દેશમાં ઓબીસી રાજકારણની એક અલગ લહેર શરૂ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા હિન્દી પટ્ટાવાળા રાજ્યોમાં કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. આ રાજ્યોમાં પાર્ટીનો પરાજય થયો એટલું જ નહીં તેની ઓબીસી વ્યૂહરચના પણ વિઘટનનો ભોગ બની હતી.
એ સમજી શકાય છે કે કોંગ્રેસ ક્યારેક બ્રાહ્મણોને રાજી કરવામાં લાગી હતી તો ક્યારેક અચાનક મુસ્લિમોને જીતાડવાનો પ્રયત્ન કરતી હતી. આ દરમિયાન ક્યારેક-ક્યારેક તેમણે ઓબીસી વર્ગને સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્યારેય રણનીતિ જોવા મળી ન હતી.
એવું નથી કે કોંગ્રેસ હંમેશાં આવી જ રહી છે, પરંતુ સમય જતાં તેની જાતિની વ્યૂહરચનાએ પીછેહઠ કરી છે અને તેનું ધ્યાન બિનસાંપ્રદાયિક વિચારધારા તરફ વળ્યું છે. ત્યાં પણ તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક ન રાખી શક્યાં, કારણ કે સમયાંતરે તેમના તરફથી સોફ્ટ હિન્દુત્વનો દાવ ચાલ્યો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિર પર દાવ લગાવ્યો હતો તો રાહુલ ગાંધીને કોંગ્રેસે એક સમયે જનેઉધારી જાહેર કર્યા હતા. આમ જોવા જઈએ તો 1990 પછી કોંગ્રેસની વિચારધારામાં મૂંઝવણ વધુ જોવા મળી હતી, એ પહેલાં જ્ઞાતિના સ્તરે દરેક રાજ્યમાં પક્ષની મજબૂત રણનીતિ જોવા મળતી હતી. ગુજરાતમાં માધવસિંહ સોલંકીના ખામ રાજકારણને કોણ ભૂલી શકે છે, જ્યાં ત્રણ વખત ક્ષત્રિય, દલિત, આદિવાસીઓ અને મુસ્લિમોને એક સાથે લાવીને જંગી બહુમતીથી સરકાર બનાવવામાં આવી હતી. કર્ણાટકની ફોર્મ્યુલા પણ એવી જ હતી, જેની મદદથી રાજ્યમાં લઘુમતી અને પછાત સમાજને સાધવામાં આવ્યો હતો.
પરંતુ હવે ઘણા વર્ષો બાદ કોંગ્રેસ સ્થિર દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે ઓબીસી ક્વોટા અંગે અવાજ ઉઠાવ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે અન્ય પક્ષોની જેમ કોંગ્રેસ પણ આ વર્ગ માટે ગંભીર બની છે.





