INDIA ગઠબંધને બનાવી 13 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી, સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે મોટું એલાન

INDIA Alliance : ઇન્ડિયા ગઠબંધન તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના આ અભિયાનની થીમ 'જુડેગા ભારત, જીતેગા ભારત' હશે.

Written by Ashish Goyal
Updated : September 01, 2023 16:50 IST
INDIA ગઠબંધને બનાવી 13 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી, સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે મોટું એલાન
મુંબઇમાં વિરોધ પક્ષોની ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી (Express Photo)

INDIA Alliance : મુંબઇમાં ચાલી રહેલી વિરોધ પક્ષોની ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ આગળની રણનિતી નક્કી કરવા માટે 13 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી બનાવી છે. આ કમિટીમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એનસીપીના શરદ પવાર, ડીએમકેના એમકે સ્ટાલિન, શિવસેનાના સંજય રાઉત, આરજેડીના તેજસ્વી યાદવ, ટીએમસીના અભિષેક બેનર્જી, આપના રાઘવ ચઢ્ઢા, સપાના જાવેદ અલી ખાન, જેડીયુના લલ્લન સિંહ, જેએમએમના હેમંત સોરેન, સીપીઆઈના ડી રાજા, એનસીના ઓમર અબ્દુલ્લા અને પીડીપીના મહેબૂબા મુફ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિપક્ષની બેઠકમાં દેશભરમાં સાથે મળીને ચૂંટણી લડવાની અને એકસાથે મળીને પ્રચાર કરવાની વાત કહેવામાં આવી છે. ઇન્ડિયા ગઠબંધન તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના આ અભિયાનની થીમ ‘જુડેગા ભારત, જીતેગા ભારત’ હશે. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી પર ઈન્ડિયા એલાયન્સે કહ્યું છે કે તેના પર જલ્દી જ ચર્ચા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીના વિષય પર ઇન્ડિયા ગઠબંધને કહ્યું કે વિભિન્ન રાજ્યોમાં જલ્દીથી જલ્દી સીટોની વહેંચણીની પર કામ શરૂ કરી દેવામાં આવશે. અમે વહેલી તકે દેશના જુદા જુદા ભાગોમાં લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર રેલીઓ કરીશું.

આ પણ વાંચો – એક દેશ એક ચૂંટણી પર કેન્દ્ર સરકારે બનાવી કમિટી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે અધ્યક્ષ

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં પૂર્વ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની એન્ટ્રીથી હંગામો મચી ગયો હતો. આ વાતની કોઈને અપેક્ષા ન હતી કે કપિલ સિબ્બલ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થશે. સિબ્બલનું ઈન્ડિયા ગઠબંધનનું બેઠકમાં સામેલ થવાથી કોંગ્રેસના અનેક નેતા નારાજ થયા હતા. તેમણે કહ્યું કે સિબ્બલ બેઠકમાં સત્તાવાર રૂપે આમંત્રિત વ્યક્તિ નથી.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ પણ સિબ્બલની એન્ટ્રીથી ખાસ નારાજ દેખાયા હતા. તેમણે ગ્રુપ ફોટો લેતા પહેલા આ અંગે ફરિયાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આખી ઘટનાક્રમ દરમિયાન કેટલાક નેતા કપિલ સિબ્બલનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા. આમાંથી નેશનલ કોંન્ફ્રેસના નેતા ફારુક અબ્દુલ્લા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો પણ સમાવેશ થયો હતો. બંનેએ વેણુગોપાલને મનાવવાની કોશિશ કરી હતી. અટલું જ નહીં રાહુલ ગાંધીએ કહ્યું કે સિબ્બલના આવવાથી તેમને કોઈ વાંધો નથી. ત્યારબાદ સિબ્બલ ફોટો સેશનનો ભાગ બન્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ