/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/JDS-joins-NDA.jpg)
કર્ણાટકની એચડી કુમારસ્વામીની જેડી(એસ) એનડીએમાં સામેલ થઈ ગઈ (Twitter/@JPNadda)
Lok Sabha elections 2024 : કર્ણાટકની એચડી કુમારસ્વામીની જેડી(એસ) એનડીએમાં સામેલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી તેની ચર્ચા થઇ રહી હતી, અનેક સ્તરે બેઠકો પણ યોજાઇ હતી. શુક્રવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે આ વખતે આવનારી લોકસભા ચૂંટણીમાં જેડી(એસ) એનડીએની સાથે રહેવા જઈ રહી છે. એટલે કે ઇન્ડિયા ગઠબંધન સામેની લડાઈમાં ભાજપ અને જેડીએસ એક જ પીચ પરથી બેટિંગ કરવા જઈ રહ્યા છે.
હવે ભાજપ માટે અનેક રીતે આ એક મોટી ખુશખબરી છે. વાસ્તવમાં કર્ણાટકમાં જેડીએસ એક મજબૂત પાર્ટી છે, દક્ષિણી વિસ્તારોમાં તેની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આ ઉપરાંત પૂર્વ પીએમ દેવગૌડાના કારણે પાર્ટીને વોકલિંગા સમુદાયમાં સારી લોકપ્રિયતા મળે છે. આવી સ્થિતિમાં જ્યારે ભાજપને ચૂંટણીની મોસમમાં જેડીએસનો ટેકો મળવાનો છે, ત્યારે તેની અસર જમીન પર પણ જોવા મળી શકે છે. આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જે ખરાબ રીતે સફાયો થયો છે તે જોતાં જેડીએસના એક સાથે આવવાથી પાર્ટીની મુશ્કેલીઓ સરળ થઈ શકે છે.
#WATCH | Former Karnataka CM and JDS leader HD Kumaraswamy meets Union Home Minister Amit Shah in Delhi. JDS to formally join the National Democratic Alliance (NDA).
BJP President JP Nadda and Goa CM Pramod Sawant are also present during the meeting. pic.twitter.com/7SpdnoWFSJ— ANI (@ANI) September 22, 2023
આ પણ વાંચો - સરકાર ઈચ્છે તો અત્યારે જ લાગુ થઈ શકે છે મહિલા અનામત, રાહુલ ગાંધીએ બિલમાંથી આ બે જોગવાઈઓને હટાવવાની માંગણી કરી
જેપી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું કે અમિત શાહ જી મને એ જણાવતા આનંદ થાય છે કે જેડીએસએ એનડીએનો ભાગ બનવાનો નિર્ણય લીધો છે. અમે તેમનું ખુલ્લા દિલથી સ્વાગત કરીએ છીએ. હવે એનડીએની તાકાત વધુ મજબૂત બની છે. જેડીએસ આ વખતે એનડીએનો હિસ્સો બની ગઈ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કર્ણાટકમાં તેની રાજકીય જમીન થોડી નબળી પડી ગઈ છે.
આ વખતે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકરનું સપનું જોતી જેડીએસને માત્ર 19 સીટો મળી હતી, જ્યારે તેનો વોટ શેર પણ 13 ટકાની નજીક હતો. બીજી તરફ કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપનો આંકડો ઘટીને 66 થયો હતો. તે બદલાયેલી પરિસ્થિતિ પછી જ ભાજપ દક્ષિણમાં અને ત્યાં કર્ણાટકમાં પણ વિશ્વસનીય સાથીની શોધમાં હતો. માનવામાં આવી રહ્યું છે કે જેડીએસના આવવાથી પાર્ટીને રાજકીય ફાયદો તો થઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us