Lok Sabha Elections 2024: કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ રાજ્યના પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે જાન્યુઆરીના અંત સુધીમાં સીટ શેરિંગનો એગ્રીમેન્ટ પૂર્ણ થઇ જશે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે લોકસભા ક્ષેત્રોની વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે કોઈ મતભેદ નથી. તેમણે કહ્યું કે કઈ લોકસભા બેઠક પરથી કોણ ચૂંટણી લડશે, અમે સાથે મળીને નક્કી કરીશું.
શું જેડીએસ 5 બેઠકો પર ચૂંટણી લડશે?
જે લોકો રાજ્યની રાજનીતિ પર નજર રાખે છે તેમના મતે જેડીએસ કર્ણાટકની 5 અને ભાજપ 23 લોકસભા સીટ પર ચૂંટણી લડી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં જેડીએસ અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. જેડીએસએ 8 લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
આ સવાલ પર તેમણે ગુરૂવારે કહ્યું કે સીટોની વહેંચણીમાં કોઇ સમસ્યા નથી. અમને એક સીટ વધારે મેળવી શકીએ છીએ અથવા ઓછા પર ચૂંટણી લડી શકીએ છીએ. અમારે એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે કહ્યું કે જેડીએસ તે સીટોની માંગ કરશે, જેને તે જીતી શકે છે. અમે સાથે મળીને કામ કરીશું અને પીએમ નરેન્દ્ર મોદી માટે ત્રીજી ઇનિંગ્સ સુનિશ્ચિત કરીશું.
આ પણ વાંચો – ભાજપનો કેરળના ક્રિશ્ચિયન પ્રત્યે સ્નેહ જાગ્યો, ખ્રિસ્તી વોટ આકર્ષવા સ્નેહ યાત્રા શરૂ કરશે
શું કુમારસ્વામી ચૂંટણી નહીં લડે?
આ દરમિયાન એચડી કુમારસ્વામીએ એ અફવાઓને ફગાવી દીધી જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે. કુમારસ્વામી હાલ ચન્નાપટ્ટના વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે તેમને સાંસદની ચૂંટણી લડવામાં રસ નથી. તેમણે કહ્યું કે મેં મારી જાતને રાજ્યના રાજકારણ પૂરતી જ મર્યાદિત રાખી છે. ઘણા લોકોને લાગે છે કે જો હું રાજ્યના રાજકારણમાં રહું તો તે વધુ સારું છે. મારો પણ એ જ વિચાર છે.
કુમારસ્વામીનો પુત્ર નિખિલ ચૂંટણી લડશે?
કુમારસ્વામીએ કહ્યું કે તેમનો પુત્ર રાજ્યની તમામ 28 લોકસભા બેઠકો પર પ્રચાર કરશે. તે ચૂંટણી લડશે નહીં પરંતુ લોકો આવી રહ્યા છે અને તેમને માંડ્યાથી ચૂંટણી લડવાની વિનંતી કરી રહ્યા છે. લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે કારણ કે તેઓ બે વાર ચૂંટણી હારી ગયા છે પરંતુ તેઓ ચૂંટણી લડવા માંગતા નથી.





