Lok Sabha Elections : ઇન્ડિયા ગઠબંધન બિહારમાં બેઠકોની વહેંચણી કેવી રીતે કરશે? કોંગ્રેસ બિહારમાં લોકસભાની 8 થી 9 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે

Bihar Congress : બિહાર કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે ત્રણ કલાક મુલાકાત ચાલી હતી. આ બેઠક દરમિયાન બિહાર કોંગ્રેસના તમામ ટોચના પક્ષના નેતાઓ સામેલ થયા હતા અને તમામને વારાફરતી સાંભળવામાં આવ્યા હતા

Written by Ashish Goyal
December 26, 2023 23:35 IST
Lok Sabha Elections : ઇન્ડિયા ગઠબંધન બિહારમાં બેઠકોની વહેંચણી કેવી રીતે કરશે? કોંગ્રેસ બિહારમાં લોકસભાની 8 થી 9 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે (તસવીર - @INCIndia)

India Alliance Bihar : લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધન સીટોની વહેંચણીની ફોર્મ્યુલા પર મંથન કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન બિહારમાંથી કોની પાસે કેટલી સીટો હશે તે સવાલ સાથે જોડાયેલી એક ખાસ ચર્ચા સામે આવી રહી છે. ચર્ચાનું કારણ બિહાર કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની ત્રણ કલાકની મુલાકાત છે. આ બેઠક દરમિયાન બિહાર કોંગ્રેસના તમામ ટોચના પક્ષના નેતાઓ સામેલ થયા હતા અને તમામને વારાફરતી સાંભળવામાં આવ્યા હતા.

એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ બિહારમાં લોકસભાની 8 થી 9 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને તેનું મનોમંથન કરવામાં આવી રહ્યું છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે, જેમાંથી 17 પર ભાજપનો કબજો છે.

બિહાર કોંગ્રેસ અધ્યક્ષે શું કહ્યું?

બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદે કહ્યું કે અમને ખબર હતી કે અમે ગઠબંધનથી ચૂંટણી લડીશું. આ માટે હવે દરેક પક્ષે ફ્લેક્સિબલ રહેવું પડશે. જ્યાં સુધી બેઠકોની વહેંચણીની વાત છે, ત્યાં સુધી ગઠબંધન ત્યારે જ સફળ થશે જ્યારે તમામ પક્ષો એકબીજા સાથે સંમત થશે. અખિલેશ પ્રસાદે આ નિવેદન દિલ્હીમાં પાર્ટી હાઇકમાન્ડને મળ્યા બાદ આપ્યું છે.બિહાર કોંગ્રેસના નેતા શકીલ ખાને કહ્યું કે આ બેઠકમાં ચર્ચાનો વિષય એ હતો કે આપણે ભાજપને વૈચારિક અને રાજકીય રીતે હરાવવાનું છે.

આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેને PM ચહેરો બનાવવા પર ઇન્ડિયા ગઠબંધનમાં ઘર્ષણ, નીતિશ બાદ હવે શરદ પવાર પણ નારાજ

ગઠબંધન અને તેના ઉદ્દેશ્યો વિશે વાત કરતા શકીલ ખાને કહ્યું કે અમે વ્યવહારિક રીતે અમારી સ્થિતિ વિશે વિચારીશું અને નિર્ણય લઈશું, પરંતુ અમે લક્ષ્ય માટે એકજૂટ છીએ. અમે વિવિધ રાજ્યોમાં, ખાસ કરીને બિહારમાં ઇન્ડિયા જોડાણની સ્થિતિ અંગે વધુ ચર્ચા કરી છે અને હવે અમે અમારા સાથી પક્ષો સાથે ચર્ચા કરીશું. જોકે બિહારમાં સીટોની વહેંચણી કોંગ્રેસ માટે એટલી સરળ નથી લાગતી, કારણ કે રાજ્યમાં આરજેડી અને જેડીયૂ પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. કોંગ્રેસ માટે આ બંને પાર્ટીઓ સાથે ગહન મનોમંથન કરીને જ રસ્તો સરળ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ