Lok Sabha Elections 2024 : હવે લોકસભા ચૂંટણી 2024 માટે ઓછો સમય છે. 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન બાદ હવે તેના ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ પણ તેમને આંખ દેખાડવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે બંગાળમાં કોંગ્રેસ પાસે માત્ર બે બેઠકો છે પરંતુ તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે એ જરૂરી છે કે કોઇ બિલાડીના ગળે ઘંટડી બાંધે.
2024ની લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઇન્ડિયાના ગઠબંધનનો ચહેરો કોણ હશે તે પ્રશ્નના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના વડા પ્રધાન પદના ઉમેદવાર 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો પછી નક્કી કરવામાં આવશે.
હિન્દી પટ્ટીમાં બીજેપીના વધતા પ્રભાવ પર મમતા બેનર્જીએ કહ્યું કે બીજેપી મજબૂત નથી, અમે નબળા છીએ. અમારે આ માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. હું હિન્દી પટ્ટી અને અન્ય ક્ષેત્રો વચ્ચે ભેદભાવ કરતી નથી. તેમણે કહ્યું કે આટલા બહુમત સાથે પણ તે ડરેલા છે. લોકોના અવાજ દબાવી દીધો છે. તે આખા સદનને સસ્પેન્ડ કરી શકે છે. તેમની પાસે સદન ચલાવવાનો કોઇ નૈતિક આધાર નથી. આ લોકતંત્રની મજાક છે.
શું પીએમ મોદીને ત્રીજી ટર્મ મળશે?
મમતા બેનર્જીએ ભાજપના દાવા પર કહ્યું કે 2024 માટે હજુ કંઈ નક્કી નથી થયું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં TMC, ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપક્ષીય ગઠબંધન ચોક્કસપણે શક્ય છે. મહુઆ મોઇત્રાની લોકસભા બેઠક અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે કૃષ્ણનગર બેઠક પર અમારો સંસદીય પક્ષ નિર્ણય લેશે. મહુઆ મોઇત્રાને મારું સંપૂર્ણ સમર્થન છે.





