/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/mayavat-INDIA-1.jpg)
ઉત્તર પ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી માયાવતી- Express photo
Lok Sabha Election, Mayavati, INDIA : લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદીને પીએમ પદથી હટાવવા માટે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં થવા જઈ રહી છે. આ બેઠકના ઠીક પહેલા જ બીએસપી અધ્યક્ષે એવું નિવેદન આપ્યું છે જેનાથી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા માટે મોટો ફટકો માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ બુધવારે સવારે કહ્યું કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલા જ લડશે.
BSP ચીફ માયાવતીએ બુધવારે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાં મોટાભાગતે ગરીબ- વિરોધી જાતિવાદી, સામ્પ્રદાયિક, ઘન્નાસેઠ સમર્થક, પૂંજીવાદી નીતિઓ વાળી પાર્ટીઓ છે. જેમની નીતિઓના વિરુદ્ધ બીએસપી સતત સંઘર્ષ કરી રહી છે. એટલા માટે આ ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો પ્રશ્ન જ ઊભા નથી થતો.
તેમણે વધુમાં કહ્યું કે બીએસપી, વિરોધીઓના જુગાડ, જોડતોડથી સમાનજા તૂટેલા વિખેરાયેલા કરોડો ઉપેક્ષિતોને આપસી ભાઈચારાના આધારપર જોડીને તેમનું ગઠબંધનથી 2007ની જેમ એકલા લોકસભા અને ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે.
BSP સાથે ગઠબંધન કરવા માટે બધા આતુર
માયાવતીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે આમ તો બીએસપીથી ગઠબંધન કરવા માટે બધા આતુર છે. પરંતુ આવું ન કરવા પર વિપક્ષી દ્વારા બીજેપી સાથે મિલીભગતનો આરોપ લગાવે છે. તેમની સાથે ભળી જઈએ તો સેક્યુલર અને ન મળીએ તો ભાજપઈ. આ ઘોર અયોગ્ય બાબત કહી શકાય.
ઇમરાન મસૂદને પાર્ટીને કેમ નીકળ્યા?
માયાવતીના નિવેદનમાં ઈમરાન મસૂદનો પણ ઉલ્લેખ હતો. તેમણે ઇમરાન મસૂદનું નામ લીધા વગર કહ્યું કે બીએસપીથી કાઢવામાં આવેલા સહારનપુરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ અને તેની પાર્ટીના મુખ્યનેતાઓની પ્રશંસામાં વ્યસ્ત છે. જેનાથી લોકોમાં એ પ્રશ્ન સ્વાભાવિક છે કે તેમણે પહેલા પાર્ટીને છોડી કેમ અને પછી બીજી પાર્ટીમાં કેમ ગયા. આવા લોકો ઉપર જનતા કેમ ભરોસો કરે?
2019માં સપાટની સાથે બીએસપીનું ગઠબંધન
લોકસભા ચૂંટણી 2019માં બીએસપી અને સપાનું ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં બંને દળ બીજેપીને ચોખ્ખું કરી દેવાનો દાવો કરી રહ્યા હતા. પરંતુ ગઠબંધન છતાં પણ તેમણે કોઈ ખાસ ફાયદો ઉઠાવ્યો ન્હોતો. બીએસપી અને 2019 લોકસભા ચૂંટણીમાં માત્ર 10 સીટો મળી હતી. જ્યારે સપા માત્ર 5 સીટો પર પરચમ લહેરાવવામાં સફળ રહી હતી. આ ચૂંટણી બાદ બીએસપીમાં સપા સાથે ગઠબંધન તોડી દીધું હતું. 2022 વિધાનસભા ચૂંટણીમાં બસપાને માત્ર એક સીટ પર જીત મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us