/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-76.jpg)
Bihar CM Nitish Kumar : બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર
Lok sabha election 2024 opposition first meeting : છેલ્લા 18 વર્ષથી 'ચંદ્રગુપ્ત' એટલે કે બિહારના શાસકની ભૂમિકા ભજવી રહેલા નીતીશ કુમાર હવે ભારતના રાજકારણમાં 'ચંદ્રગુપ્ત' બનવાનું સપનું પૂરું કરવા માંગે છે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે સુશાસન બાબુ પોતે 'ચંદ્રગુપ્ત'ની સાથે સાથે 'ચાણક્ય'નું પાત્ર પણ પોતે જ ભજવવાના મૂડમાં છે. 'ચંદ્રગુપ્ત' એટલા માટે જેથી કરીને ભારતના પ્રથમ બિહારી વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે અને 'ચાણક્ય' એટલા માટે કે મોદીને સત્તા પરથી હટાવવાની તેમની વર્ષો જૂની પ્રતિજ્ઞા પુરી શકાય. પરંતુ લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે કે આ બધું કેવી રીતે થશે.
વિપક્ષ એકતાનું સપનુંઃ 2024ની લોકસભાની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષો એક છત હેઠળ એક્ત્ર થઈને એક સ્વરમાં વિરોધનો અવાજ ઉઠવશે, આ સોનેરી સપનું અત્યારે સાકાર થાય તેવું લાગતું નથી. કારણ છે વડાપ્રધાન પદ માટેના એકથી વધુ દાવા… રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ પણ પીએમ બનવાના સપના જોઈ રહ્યા છે.
નીતિશ કુમાર પણ તેમનાથી અલગ નથી. 2019ની લોકસભા ચૂંટણીથી તેમના હૃદયમાં પીએમ બનવાનું સપનું હિલોળા મારી રહ્યુ હતુ. પરંતુ હજુ સુધી તેને પુરું કરવાની તક મળી નથી. પરંતુ તેજસ્વી યાદવ સાથે બિહારમાં સરકાર બનાવ્યા પછી, નીતિશ કુમારે વિપક્ષ એકતા માટે અથાક મહેનત કરી છે… મમતાથી લઈને રાહુલ ગાંધી અને ખડગે સુધી, અને અરવિંદ કેજરીવાલથી લઈને નવીન પટનાયક અને ઉદ્ધવ ઠાકરે સુધી, નીતિશ તમામ મોટા નેતાઓને મળી શક્યા છે. વિપક્ષને એક છત્ર નીચે એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના પ્રયાસો હવે ફળીભૂત થતા જણાય છે.
પાટલીપુત્ર તરફથી દિલ્હીને પડકારઃ નીતીશ કુમારના અથાગ પ્રયાસો બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે 12 જૂન, 2023ના રોજ પટનામાં વિપક્ષી પાર્ટીઓના અધ્યક્ષ અથવા ટોચના નેતાઓ 2024 માટે એક સામાન્ય વ્યૂહરચના ઘડવા માટે એકઠાં થશે, પરંતુ જ્યારે આ બેઠક મુલતવી થઇ ત્યારે એવું લાગતું હતું કે વિપક્ષનું એકજૂટ થવું માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. પરંતુ હવે 23 જૂને પટનામાં વિપક્ષના દિગ્ગજ નેતાઓની બેઠક થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ આ બેઠકની યજમાની કરશે, પરંતુ TMC વડા મમતા બેનર્જી, આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને એનસીપીના વડા શરદ પવાર પણ હાજર રહેશે. તેમજ હેમંત સોરેન, ઉદ્ધવ ઠાકરે, ડી રાજા અને સીતારામ યેચુરી પણ સામેલ થશે.
જેડીયુના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં હાજરી આપશે. જો આ દાવો સાચો છે, તો તે ચોક્કસપણે ભાજપ માટે ચિંતાનું કારણ છે કારણ કે સંગઠીત વિપક્ષની સામે, એનડીએ ચોક્કસપણે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવા માટે મજબૂર થશે.
ઈતિહાસનું પુનરાવર્તન કરવાની કવાયતઃ પટનામાં વિપક્ષના આ સંગમનો વિચાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો હતો, જેમણે નીતિશને સત્તા પરિવર્તનમાં પટનાના ઐતિહાસિક યોગદાનની યાદ અપાવી હતી. પટનાની ધરતી પરથી 49 વર્ષ પહેલા 5 જૂન, 1974ના રોજ જયપ્રકાશ નારાયણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સત્તાને ઉથલાવી પાડવા માટે પ્રથમ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં 10 લાખ લોકો આમંત્રણ વગર પહોંચી ગયા હતા.
ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી અને તેના પરિણામે સત્તા ગુમાવવી પડી હતી. વિપક્ષો હવે આવી જ હાલત નરેન્દ્ર મોદીની કરવા ઇચ્છે છે. પણ 1974 અને 2023માં તફાવત એટલો છે કે ત્યારે જેપ માત્ર ચાણક્યની ભૂમિકા હતા, જ્યારે હાલ નીતિશ કુમાર પોત જે ચાણક્ય અને ચંદ્રગુપ્તની ભૂમિકા ભજવવા ઇચ્છે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us