/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Arvind-kejriwal.jpg)
અરવિંદ કેજરીવાલ ફાઇલ તસવીર
પંજાબમાંથી પણ INDIA ગઠબંધન આઉટ થઈ ગયું છે. સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, AAP તમામ સીટો પર ઉમેદવારો ઉભા કરશે. આ પહેલા સીએમ ભગવંત માન પણ આવું જ નિવેદન આપી ચૂક્યા છે, પરંતુ AAP કન્વીનર તરફથી તેની પુષ્ટિ કરવાથી બધું સ્પષ્ટ થઈ જાય છે. ઘણા રાજ્યોમાં INDIA ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી પહેલાથી જ અટકી છે, હવે તેને પંજાબમાંથી પણ ઝટકો લાગ્યો છે.
સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના ખન્નામાં એક રેલીને સંબોધિત કરી હતી. તે રેલીમાં તેમણે કહ્યું કે, બે વર્ષ પહેલા તમે અમને આશીર્વાદ આપ્યા હતા. તમે અમને 117 માંથી 92 બેઠકો આપી (વિધાનસભા ચૂંટણીમાં), તમારા મતથી અમે પંજાબમાં ઈતિહાસ રચ્યો. હું તમારી પાસે હાથ જોડીને બીજો આશીર્વાદ માંગવા આવ્યો છું. લોકસભાની ચૂંટણી બે મહિનામાં યોજાવા જઈ રહી છે, પંજાબમાંથી 13 અને ચંદીગઢમાંથી એક, લોકસભાની ચૂંટણી માટે કુલ 14 બેઠકો છે. આગામી 10-15 દિવસમાં AAP આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. તમારે AAP ને બહુમતી સાથે આ તમામ 14 બેઠકો જીતાડવી પડશે.
હવે અરવિંદ કેજરીવાલે બે ટૂક કહી દીધું છે કે, આગામી દિવસોમાં તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. આ બતાવવા માટે પૂરતું છે કે, પંજાબમાં પણ વિપક્ષ એકજૂથ થઈ શક્યા નથી. અગાઉ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ સહમતિ થઈ શકી ન હતી. મમતાએ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, યુપીમાં અખિલેશે સ્વેચ્છાએ કોંગ્રેસને 11 સીટો આપી છે, હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ થઈ ગઈ છે અને જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી નેશનલ કોન્ફરન્સના વલણથી નારાજ છે.
આ પણ વાંચો - જયંત ચૌધરીની ભાજપ સાથે ‘4 + 1 + 2’ ફોર્મ્યુલા પર બની વાત? ગઠબંધનની જાહેરાત માત્ર એક ઔપચારિકતા
આ કારણથી નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે, ચૂંટણી પહેલા જ ઈન્ડિયા ગઠબંધન ઘણા રાજ્યોમાંથી બહાર ફેંકાઈ ગયું છે. બીજી તરફ ભાજપની છાવણી ઓવર કોન્ફિડન્સથી ભરેલી છે, સ્થિતિ એવી છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભાના ફ્લોર પરથી એનડીએ માટે 400 પ્લસનો નારો આપ્યો છે, જ્યારે ભાજપે એકલા હાથે 370 સીટો જીતવાનો દાવો કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us