lok sabha elections 2024: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે તેઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો વિકલ્પ પૂરો પાડવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે તમામ વિરોધ પક્ષોની એકતા બનાવવા માટે રાજી કરશે. પવારે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપને મોટાભાગે તે રાજ્યોમાં નકારી કાઢવામાં આવી છે જ્યાં તે શાસન કરી રહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે સત્તા મેળવવા માટે ચૂંટાયેલી સરકારોને પછાડી દીધી છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે જો લોકોએ ભાજપને રાજ્ય સ્તરે નકારી કાઢી છે તો રાષ્ટ્રીય સ્તરે પણ તેમનો મત અલગ હશે નહીં.
તેમણે કહ્યું કે તેઓ 23 જૂને બિહારના પટનામાં થનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં તે પોતાની વાત રાખશે. તેમણે કહ્યું કે તમામ બિન-ભાજપ પક્ષોએ સાથે બેસીને કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે વિપક્ષી એકતા બનાવવા વિશે વિચારવાની જરૂર છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભાજપે મોટા મોટા આશ્વાસનો આપ્યા, લોકોની અપેક્ષાઓ વધારી, પરંતુ કશું જ કર્યું નથી. આ એક વિકલ્પ પૂરો પાડવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો – નહેરુ મેમોરિયલનું નામ બદલી પીએમ મ્યુઝિયમ કરાયુ, આઝાદી પૂર્વે બનેલા આ ત્રણ મૂર્તિ ભવનનો શું છે ઇતિહાસ
બીઆરએસને ભાજપની બી ટીમ ગણાવી
તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (બીએસઆર) મહારાષ્ટ્રમાં પગપેસારો કરવા વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીની હાજરીને કારણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ રાજ્યમાં તમામ પક્ષોને પોતાનો સમર્થનનો આધાર વધારવાનો અધિકાર છે પરંતુ એ જોવું રહ્યું કે બીઆરએસ ભાજપની એક બી ટીમ છે કે નહીં. કે ચંદ્રશેખર રાવે ગુરુવારે નાગપુરમાં પાર્ટી કાર્યાલય ખોલ્યું હતું અને કહ્યું હતું કે બીઆરએસ આગામી ચૂંટણી પોતાના દમ પર લડવા માટે મહારાષ્ટ્રમાં પોતાનો આધાર વધારશે.
સમાન નાગરિક સંહિતા વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટે વસ્તી નિયંત્રણ કાયદાની જરૂર છે પરંતુ તે જાણવાની જરૂર છે કે શું યુસીસી એક કોઈ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરતું નથીને. આ પછી તેના પર બોલી શકીએ છીએ.





