scorecardresearch

Lok Sabha 2024: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને બહુમતિ નહીં મળે – શશિ થરૂર, જાણો કેટલી બેઠકો ગુમાવશે

Lok Sabha elections 2024 : કોંગ્રેસ (Congress) નેતા શશિ થરૂરે દાવો (Shashi Tharoor) કર્યો કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections 2024) ભાજપ (BJP) માટે વર્ષ 2019ની (Lok Sabha elections 2019) ભવ્ય જીતનું પુનરાવર્તન કરવું અશક્ય રહેશે. નોંધનિય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections result) ભાજપે 543માંથી 303 સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.

Lok Sabha 2024: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને બહુમતિ નહીં મળે – શશિ થરૂર, જાણો કેટલી બેઠકો ગુમાવશે

અત્યાર જ રાજકીય પક્ષોએ વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂરે (Shashi Tharoor) દાવો કર્યો હતો કે ભાજપ માટે વર્ષ 2019ની ચૂંટણીની જીતનું 2024માં પુનરાવર્તન કરવું અશક્ય છે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ 50 બેઠકો ગુમાવી શકે છે.

ભાજપ 2024માં બહુમતી મેળવી શકશે નહીં

તિરુવનંતપુરમના સાંસદ થરૂરે કોઝિકોડમાં કેરળ લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન કહ્યું, “જો તમે જોશો કે ભાજપે વર્ષ 2019માં કેટલું સારું પ્રદર્શન કર્યું છે, તો તેમની પાસે હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનની લગભગ તમામ સીટો હતી. બંગાળમાં 18 બેઠકો હતી. પરંતુ હવે તેનું પુનરાવર્તન કરવું અશક્ય છે અને 2024માં ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય તેની પણ વધારે શક્યતા છે.

શશિ થરૂરે કહ્યું કે છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા પુલવામા હુમલા અને બાલાકોટ હુમલાને લઈને જબરદસ્ત લહેર હતી, પરંતુ 2024માં આવી કોઈ લહેર નહીં આવે. થરૂરે એમ પણ કહ્યું કે 2024માં ભાજપ 50 સીટો ગુમાવી શકે છે. જ્યારે કોંગ્રેસના સાંસદને પૂછવામાં આવ્યું કે શું વિપક્ષની રાજકીય પાર્ટીઓ એકજૂટ રહેશે, તો તેમણે કહ્યું કે આ વિશે અત્યારે કંઈપણ કહેવું અશક્ય છે.

લોકસભા ચૂંટણીમાં કઇ પાર્ટીને કેટલી બેઠક મળશે

કોંગ્રેસ સાંસદે કહ્યું કે જો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 250 બેઠકો મળે છે અને અન્ય પક્ષોને 290 બેઠકો મળે છે, તો અમને ખબર નથી કે 290 બેઠકો મેળવનાર પક્ષો વચ્ચે એક સાથે આવવા અંગે સહમત બનશે કે નહીં.

દરેક પક્ષમાં વંશવાદનું રાજકારણ- થરૂર

તો બીજી બાજુ, આઝાદીના 75 વર્ષ પછી ભારત સામેના પડકારો વિશે વાત કરતા શશિ થરૂરે સ્વીકાર્યું કે લોકશાહીમાં વંશવાદ એક પડકાર છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી પર આરોપ મૂકનારાએ સમગ્ર દેશભરમાં પણ નજર કરવી જોઈએ. થરૂરે કહ્યું કે સામ્યવાદીઓ અને ભાજપને છોડીને મુશ્કેલી એ છે કે દેશના રાજકારણમાં દરેક પક્ષમાં વંશવાદની રાજનીતિ છે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવથી લઈને લાલુ પ્રસાદ યાદવ, કરુણાનિધિ, બાલ ઠાકરે, તમામ રાજકારણીઓના પુત્રો કે ભત્રીજાઓ આજે તેમના રાજકીય પક્ષના ઉત્તરાધિકારી છે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 543માંથી 303 સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.

Web Title: Lok sabha elections bjp will lose majority in 2024 lok sabha elections shashi tharoor congress

Best of Express