ઇન્ડિયા ગઠબંધન માટે ડખો, બંગાળ પછી હવે પંજાબમાં કોંગ્રેસને ફટકો, ભગવંત માને આપ્યું મોટું નિવેદન

આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ માહિતી આપી

આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ માહિતી આપી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Bhagwant Mann, lok sabha elections 2024, INDIA alliance

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (File Photo)

lok sabha elections 2024 : ઇન્ડિયા ગઠબંધન સામે વિખવાદના વાદળ ઘેરાયા છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને એનડીએને હરાવવા માટે જેટલી ઝડપથી ઇન્ડિયા ગઠબંધન રચાયું છે. જોકે હવે આ ગઠબંધન સાથે જોડાયેલી રાજકીય પાર્ટીઓ એટલી જ ઝડપથી વિખેરાઈ રહી હોય તેવું લાગે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ હવે આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા બુધવારે મીડિયાને આ માહિતી આપવામાં આવી હતી.

Advertisment

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. ટીએમસીના વડાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ એકલા પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

મમતાના આ નિવેદન બાદ રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ભાજપને હરાવવું અમારી પહેલી પ્રાથમિકતા છે અને બંગાળમાં ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમને ભારત જોડો ન્યાય યાત્રામાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેના જવાબમાં જયરામ રમેશે કહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હતું.

બેનર્જીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ટીએમસી ઇન્ડિયા ગઠબંધનનો આધારસ્તંભ છે. આપણે મમતા વિના ઇન્ડિયાના જોડાણની કલ્પના કરી શકતા નથી. આવતીકાલે અમારી યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી છે. બેઠકોની વહેંચણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં સારું પરિણામ આવી રહ્યું છે.

Advertisment

બેનર્જીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા એનસીપી (શરદ પવાર જૂથ)ના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઇડ ક્રેસ્ટોએ કહ્યું કે મમતા બેનર્જી અને તેમની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ અમારી સાથે છે અને અમે મજબૂતીથી લડીશું.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનર્જીએ કરી મોટી જાહેરાત

બેનર્જીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે કૃપા કરીને થોડો સમય રાહ જુઓ. આ નિવેદન કોઈ ખાસ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હોઈ શકે છે. જો કોઈ સંઘર્ષ થશે તો ઇન્ડિયા ગઠબંધન તેનો ઉકેલ લાવશે.

ભગવંત માન કહે છે ગઠબંધન થવાની કોઇ શક્યતા નથી

Aam Aadmi Party | Arvind Kejriwal | India Alliance
પંજાબમાં એક રેલી દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલ અને સીએમ ભગવંત માન (તસવીર - @AAPPunjab)

આ પહેલીવાર નથી જ્યારે ભગવંત માને ઇન્ડિયા ગઠબંધન અને પંજાબમાં કોંગ્રેસ સાથે જોડાણ અંગે આ નિવેદન આપ્યું છે. આ પહેલા 16 જાન્યુઆરીએ પંજાબના સીએમએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) રાજ્યની તમામ 13 લોકસભા સીટો પર જીત મેળવશે, જ્યારે એ વાતનો સંકેત આપે છે કે ઇન્ડિયા ગઠબંધન નો ભાગ હોવા છતાં પંજાબમાં કોંગ્રેસ સાથે આપનું ગઠબંધન થવાની કોઇ શક્યતા નથી.

એક મીડિયા સંગઠનના કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે તેમજ આપના પ્રદેશ પ્રમુખ હોવાના નાતે તેઓ લોકસભાની 13 બેઠકોમાંથી એક પણ બેઠક અન્ય પક્ષ સાથે વહેંચવાનું પસંદ નહીં કરે. તમામ 13 લોકસભા સીટો પર જીત મળશે. તેમણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો વિકલ્પ બની શકે છે કે કેમ તે તો મતદારો જ નક્કી કરશે.

ભગવંત માને કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી જીતની ક્ષમતાના આધારે કરવામાં આવશે. અમને 40 સંભવિતોની યાદી મળી છે જેમાંથી 13ની પસંદગી કરવામાં આવશે. અમે તેમનો સર્વે કરાવીશું. જેઓ જીતવાના માપદંડને પૂર્ણ કરે છે તેમને જ ટિકિટ આપવામાં આવશે. આ 40માંથી કેટલાક મતવિસ્તારોમાં 2-3 સંભવિત અથવા તેનાથી પણ વધુ હતા. આ યાદીમાં વર્તમાન સાંસદ સુશીલ કુમાર રિંકુનો સમાવેશ થાય છે.

પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. AAP પાસે પંજાબમાંથી માત્ર એક જ સાંસદ છે. જલંધરથી સુશીલ કુમાર રિંકુ જેઓ લોકસભાની પેટાચૂંટણીમાં જીત્યા હતા જ્યારે કોંગ્રેસના સાંસદ સંતોખ ચૌધરીના અવસાન બાદ બેઠક ખાલી થઈ હતી.

ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 આપ congress