Opposition Meet | લોકસભા ચૂંટણી : શું સોનિયા ગાંધીની હાજરી બેંગ્લુરુમાં કામ કરશે? વિપક્ષી એક્તાની બીજી બેઠક પહેલા કોંગ્રેસની શું છે ચાલ?

bengaluru opposition meet, sonia gandhi : પટનામાં એ સમયે જેટલા દળ મળ્યા તેમાં પણ વિવાદ સામે આવ્યા હતા. કેજરીવાલની કોંગ્રેસ સાથે લડાઈ, એનસીપીમાં બે ફાડ અને બંગાળમાં મમતાની સાથે અધીર રંજન લડાઇ, આ બધી બાબતો દર્શાવે છે કે સાથે આવ્યા છીએ પરંતુ મનમેળ થવાના બાકી છે.

Written by Ankit Patel
Updated : July 13, 2023 08:41 IST
Opposition Meet | લોકસભા ચૂંટણી : શું સોનિયા ગાંધીની હાજરી બેંગ્લુરુમાં કામ કરશે? વિપક્ષી એક્તાની બીજી બેઠક પહેલા કોંગ્રેસની શું છે ચાલ?
સોનિયા ગાંધીની ફાઇલ તસવીર (Photo: AICC)

Manoj CG : વિપક્ષી એક્તાની તસવીર કેવી હશે, જેની પહેલી ઝલક પટનામાં જોવા મળી હતી. પરંતુ એ સમયે જેટલા દળ મળ્યા તેમાં પણ વિવાદ સામે આવ્યા હતા. કેજરીવાલની કોંગ્રેસ સાથે લડાઈ, એનસીપીમાં બે ફાડ અને બંગાળમાં મમતાની સાથે અધીર રંજન લડાઇ, આ બધી બાબતો દર્શાવે છે કે સાથે આવ્યા છીએ પરંતુ મનમેળ થવાના બાકી છે.

સોનિયા ગાંધીના આવવાનું મહત્વ

વિપક્ષી એક્તામાં હવે બીજી બેઠક બેંગ્લુરુમાં થવા જઈ રહી છે. બેઠકની આગેવાની કોંગ્રેસ કરી રહી છે. દરેક માટે ડિનરનું આયોજન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કરી રહ્યા છે. એટલે કે લાઇમલાઇટમાં રહેવાની પુરી તૈયારીઓ થઈ ગઈ છે. હવે બેંગ્લુરુ બેઠકમાં વધુ એક મોટું ફેક્ટર સોનિયા સાથે જોડાવાનું છે. સોનિયા ગાંધી અત્યારે સક્રિય રાજનીતિથી દુર છે અને વ્યાસ્થ્ય પણ વધારે નબળું છે. પરંતુ સોનિયા ગાંધી બેંગ્લુરુ બેઠકમાં ભાગ લઈ શકે છે.

સોનિયા ગાંધી માટે અવસર, કોંગ્રેસ માટે શું?

સોનિયા ગાંધીની હાજરી એટલા માટે મહત્વ ધરાવે છે કે રાજનીતિમાં તેમની ઇનિંગ અનેક દશક જુની થઈ ગઈ છે. જેવું વ્યક્તિત્વ છે જેનાથી અનેક નેતાઓ સાથે સારા સંબંધ છે. અનેક વિપક્ષી પાર્ટીઓની સાથે સમય-સમય પર સરકાર બનાવી છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીની બેઠકમાં હાજરી ગણુંખરું બદલી શકે છે. આવામાં સમજી શકાય છે કે હજી સુધી ચહેરા માટે કોઈ નિર્ણય આવ્યો નથી. પરંતુ સોનિયા ગાંધીને એકવાર ફરીથી યુપીએના ચેરપર્સન બનાવી શકાય છે.

બીજા દળો પર તણાવ – અનુભવી અને નવા ચહેરા વચ્ચે લડાઇ

કોંગ્રેસને સમર્થન કરનાર દળો પ્રસ્તાવોને માની શકે છે પરંતુ જે દળ સપોર્ટ નહીં કરતા તેમનો નિર્ણય મહત્વ રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી જેવા દિગ્ગજ નેતાનું બેઠકમાં આવવું બીજા અનેક દળો માટે એક ચહેરાને પસંદ કરવું મુશ્કેલ સાબિત કરી શકે છે. આવું એટલા માટે કારણ કે અનુભવના આધાર પર તેઓ અનેક નેતાઓથી આગળ છે. તેમનાથી વધારે અનુભવ ધરાવતી શ્રેણીમાં શરદ પવાર આવે છે.

નાની પાર્ટીઓને સાથે લાવવા પર ભાર

સોનિયા ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ બીજી વિપક્ષી એક્તાવાળી બેઠક માટે તૈયારી કરી રહ્યા છે. માત્ર મોટા દળોને સાથે લાવવાની વાત નથી પરંતુ નાની નાની પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે જ્યારે ભાજપને હરાવવાની વાત આવે ત્યારે બધા સાથે આવશે. આ કારણે બેંગ્લુરુ બેઠકમાં આ વખતે કેરળ કોંગ્રેસ, કેડીએમકે, એમડીએમકે, વીસીકે, આરએસી જેવા પક્ષોને પણ બોલાવ્યા છે.

કેજરીવાલનું આવવા પર સસ્પેન્સ

હવે આટલા બાધા દળોને સાથે લાવવાની વાત થઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીને સામેલ થવા પર સસ્પેન્સ બનેલું છે. કારણ સરળ છે દિલ્હી અધ્યાદેશ પર હજી સુધી કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું નથી. આવી સ્થિતિમાં આપ કોઈ પણ બેઠકમાં સામેલ થવા ઇચ્છતી નથી. હવે વિપક્ષી એક્તાની બીજી બેઠક 17-18 જુલાઈએ થનારી છે. આ બેઠકમાં શું નિર્ણય આવશે એ ભવિષ્ય પર ટેકેલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ