લોકસભામાં ચોમાસું સસ્ત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જવાબ આપ્યો હતો. જોકે, સદનમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ તેમના ઇશારાના કારણે બબાલ મચી ગઈ હતી. ભાજપની મહિલા સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ તેમની તરફ જોઈને ફ્લાઇંગ કિસનો ઈશારો કર્યો હતો. ત્યારબાદ સદનમાં રાહુલ ગાંધીની ફ્લાઇંગ કિસ પર બીજેપીની મહિલા સાંસદોએ સ્પીકરને ફરિયાદ કરી હતી. તેમણે માંગ કરી હતી કે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવે.
બીજેપી નેતા શોભા કરંદલાજે કહ્યું કે જેવા સ્મૃતિ ઈરાનીએ બોલવાનું શરુ કર્યું કે રાહુલ ગાંધીએ ફ્લાઇંગ કિસના ઇશારે મહિલાઓનું અપમાન કર્યું છે. પહેલીવાર કોઈ સાંસદે આવો વ્યવહાર દેખાડ્યો છે. અમે સ્પીકર પાસે ફરિયાદ નોંધાવી છે. કડક કાર્યવાહીનો અનુરોધ કર્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આવું આચરણ સદનમાં ક્યારે જોવા મળ્યું નથી.
પોતાના ભાષણ બાદ ગૃહમાંથી નીકળી ગયા રાહુલ ગાંધી
ભાષણ આપ્યાના થોડા સમય બાદ રાહુલ ગાંધી ગૃહની બહાર જવા લાગ્યા તો સત્તા પક્ષ તરફથી રાહુલ ગાંધી માટે અવાજ આવવા લાગ્યો કે બેશીને સાંભળો. ઉલ્લેખનીય છે કે સાંસદો ઈચ્છતા હતા કે રાહીલ ગાંધીની હાજરમાં જ સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અને તેમના ઉપર હુમલો કરે. પરંતુ રાહુલ ગાંધીને રાજસ્થાનની એક સભામાં જવાનું હોવાથી તેઓ ગૃહની બહાર જવા લાગ્યા. ત્યારે ભાજપ સાંસદ પૂછવા લાગ્યા કે તેઓ બહાર કેમ જઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પાછા વળ્યા અને સત્તા પક્ષ તરફ ફ્લાઇંગ કિસ આપી અને સદનની બહાર નીકળી ગયા.
આ પણ વાંચોઃ- Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી, વિવિધ જગ્યાઓ માટે અરજી કરવાનો માત્ર એક જ દિવસ બાકી
કેમેરામાં રિકોર્ડ ન થઈ શકી રાહુલ ગાંધીની ફ્લાઇંગ કિસ
રાહુલ ગાંધીની ફ્લાઇંગ કિસ જોકે લોકસભાની કાર્યવાહીના પ્રસારણ માટે લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ ન થઈ શકી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની આ હરકત ઉપર મહિલા સાંસદોની સ્પીકરથી ફરિયાદ બાદ જો કાર્યવાહી કરવામાં આવે તો લોકસભાના સીસીટીવી ફૂટેજનો જ પુરાવા તરખી સહારો લેવો પડશે. સરકારના સૂત્રોનું કહેવું છે કે સદનની અંદર આ આચરણ પર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રિવિલેજ અને એથિક્સ બંને મામલા બની શકે છે.
રાહુલ ગાંધીના વ્યવહાર પર લોકસભા અધ્યક્ષને સંબોધિત એક પત્ર પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર અનેક મહિલા સાંસદોના હસ્તાક્ષર છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી ઉપર સદનમાં ફ્લાઈિંગ કિસનું ભાવ ભંગિમા પ્રદર્શિત કરતા મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમણે મહિલાઓથી દ્વેષ રાખનાર વ્યક્તિ પણ ગણાવ્યા છે. સ્મૃતિએ કહ્યું કે સદનમાં પહેલા ક્યારે પણ આવું આચરણ જોવા મળ્યું નથી. બાદમાં ભારતીય જનતા પાર્ટીની મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની મુલાકાત લીધી અને કેરળના વાયનાડના લોકસભા સંસદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.





