Maulshree Seth : લોકસભા ચૂંટણી 2024 માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને તમામ વિરોધ પક્ષોએ ભાજપને ઘેરવા માટે પોતાના ચૂંટણી એજન્ડામાં જાતિ સર્વેક્ષણની માંગ મુકવા સ્પષ્ટ કરી દીધું છે. તો બીજી તરફ ભાજપ ઇન્ડિયા ગઠબંધનના આ હથિયારને તોડી પાડવાની રણનીતિ બનાવી રહ્યું છે. વિપક્ષનું ઓબીસી કાર્ડ તોડવા માટે ભાજપ યુપીના તમામ 75 જિલ્લામાં વિવિધ પછાત જાતિઓ સુધી પહોંચવાની યોજના બનાવી રહી છે.
ભાજપના એક નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે યુપીના દરેક જિલ્લામાં ઓબીસી કેટેગરીમાં એવી જાતિઓ છે, જેમના મતદારાનો સંખ્યા 20,000થી વધુ છે. આ સમુદાયો વચ્ચે સામાજિક મેળાવડાનું આયોજન કરવા માટે ભાજપ આ જાતિના ઓછામાં ઓછા 250 નેતાઓ અથવા કાર્યકરો અને પાંચ સામાજિક કાર્યકરો સાથે કનેક્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેથી આ સમુદાયો વચ્ચે સામાજિક સંમેલન કરાવી શકાય. તેમણે જણાવ્યું કે હાલના સમયે 79 રજિસ્ટર્ડ ઓબીસી જાતિઓ છે અને અમે વ્યક્તિગત રીતે તેમાંથી મોટાભાગની સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા છીએ. વિધાનસભા પ્રમાણેના આંકડા જોઈએ તો કોઈ પણ જિલ્લામાં 10-20 જેટલી પ્રચલિત જ્ઞાતિઓ છે.
ભાજપની યોજનાઓથી માહિતગાર એક નેતાએ કહ્યું કે પાર્ટી ફેબ્રુઆરીથી ઓબીસી સંમેલન શરૂ કરવાની યોજના ધરાવે છે. પાર્ટીનું લક્ષ્ય દરેક જિલ્લામાં 10 થી 20 સંમેલનો યોજવાનું છે. આ કાર્યક્રમો દ્વારા ભાજપને આશા છે કે ઓબીસી સમાજની સમસ્યાઓ અને ચિંતાઓને જાણીને સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિરમાં અત્યાર સુધીમાં કેટલું મળ્યું દાન, પહેલો માળ માત્ર વ્યાજના પૈસાથી જ થયો તૈયાર
ભાજપ ઓબીસી મોરચાના યુપી અધ્યક્ષ નરેન્દ્ર કશ્યપે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ યોજનાનો અમલ તમામ 403 વિધાનસભા મત વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આ સંમેલનોને સામાજિક સંમેલનો નામ આપી શકીએ છીએ. અમે માઇક્રો લેવલે આયોજન કર્યું છે અને અમે દરેક જિલ્લામાં વધુને વધુ કોન્ફરન્સ યોજવાનું વિચારી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે જો એક જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો હોય તો દરેક જિલ્લામાં દરેક મોટી ઓબીસી જ્ઞાતિનું સંમેલન યોજવામાં આવશે. આ પછી જિલ્લા કક્ષાએ એક મોટું ઓબીસી સંમેલન યોજવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તારીખો નક્કી કરવામાં આવશે.
ભાજપ અગ્રણી ઓબીસી હસ્તીઓની જન્મજયંતિ ઉજવશે
ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર પાર્ટી આગામી દિવસોમાં ઓબીસી સમુદાય સાથે સંકળાયેલી મહાન હસ્તીઓની જન્મજયંતિ પણ ઉજવશે. આ પહેલા ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ યુપી સહિત ઘણા રાજ્યોના રાજ્ય એકમો સાથે જાતિ સર્વેક્ષણ સાથે જોડાયેલા વિષય પર ચર્ચા કરી છે. આ બેઠકોમાં યોગી આદિત્યનાથ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને યુપીથી બ્રિજેશ પાઠક જેવા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી, સંગમ લાલ ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ પણ આ બેઠકોમાં હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે યુપીમાં 80 લોકસભા સીટો છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યની 62 લોકસભા સીટ જીતવામાં સફળતા મળી હતી. કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપે યુપીમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે, આ માટે તેને ઓબીસી મતદારોના એ જ સમર્થનની જરૂર છે જે તેને છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં મળી છે. રાજ્યમાં છેલ્લે યોજાયેલી ચૂંટણી – ઘોસી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં સપામાંથી ભાજપમાં આવેલા ધારા સિંહ ચૌહાણને સપાના સુધાકર સિંહે હરાવ્યા હતા. ધારા સિંહ ઓબીસી ચહેરો હતા જ્યારે સુધાકર સિંહે સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી.