/indian-express-gujarati/media/media_files/2026/02/10/lok-sabha-speaker-om-birla-2026-02-10-15-47-09.jpg)
લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ Photograph: (Social)
Lok Sabha Speaker Om Birla News: કોંગ્રેસ અને વિપક્ષના કેટલાક સાથી પક્ષોએ સાથે મળીને મંગળવાર બપોરે લોકસભા મહાસચિવ ઉત્પલ કુમાર સમક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. જોકે કોંગ્રેસના આ અભિયાનમાં ટીએમસી નેતાઓ જોડાયા ન હતા.
કોંગ્રેસ દ્વારા લોકસભા સ્પીકર વિરૂધ્ધ આ અવિશ્વાસની દરખાસ્ત નિયમ 94સી હેઠળ આપવામાં આવી છે. લોકસભા સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ પ્રસ્તાવ સંર્દભે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
કોંગ્રેસ અને વિપક્ષી સાથી દળો લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે કરવામાં આવેલ અવિશ્વાસ દરખાસ્ત (નો કોન્ફિડેન્સ મોશન) માં ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય બંધારણની કલમ 94સી અંતર્ગત ઓમ બિરલાને લોકસભા સ્પીકર પદેથી હટાવવા માંગ કરી રહ્યા છે કારણ કે તેઓ જાહેરમાં એકતરફી કાર્યવાહી કરી રહ્યા છે. ઘણા કિસ્સામાં તેઓએ વિપક્ષી નેતાઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી નથી જે એક સાંસદ તરીકે એમનો લોકતાંત્રિક અધિકાર છે.
ટીએમસી (TMC) કેમ રહ્યું અળગું?
ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ) સાંસદ અભિષેક બેનર્જીએ અમારી સહયોગી જનસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એમના તરફથી કોંગ્રેસને પ્રસ્તાવ અપાયો હતો કે તેઓ પહેલા એમની ચાર માંગણીઓ લખીને સ્પિકરને આપે અને એ માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવે. એ બાદ જો એમની માંગણી માનવામાં ન આવે તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે.
આ પણ વાંચો | દિલ્હી પોલીસે જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તક લીક થવાના સંદર્ભમાં FIR દાખલ કરી
અહીં નોંધનિય છે કે, આ અગાઉ વર્ષ 1954, 1966 અને 1987 માં લોકસભા સ્પીકર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 1954 માં ગણેશ વાસુદેવ માવલંકર વિરુધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
આ પણ વાંચો | એસઆઈઆરના કામમાં અવરોધ નહીં આવવા દઈએ', સુપ્રીમ કોર્ટનું કડક વલણ
નવેમ્બર 1966 માં હુકમ સિંહ વિરુધ્ધ અને એપ્રિલ 1987માં બલરામ જાખડ વિરુધ્ધ અવિશ્વાસ વ્યક્ત કરાયો હતો. પરંતુ આ પૈકી કોઇની વિરુધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થયો ન હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us