INDIA Alliance માં કેવી રીતે સીટોની વહેચણી થશે? દિલ્હી – પંજાબના પ્રશ્ન પર કેજરીવાલે કહ્યું કે બધુ જગ્યાએ આવી રીતે થવું જોઈએ

INDIA alliance, Arvind Kejriwal : લોકસભા ચૂંટણી 2024ની રણનીતિ તૈયાર કરવા માટે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ મંથન કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીઓ બીજેપી વિરુદ્ધ તો એકત્ર થઈ છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સીટોની વહેંચી કરેવી રીતે થશે.

Written by Ankit Patel
September 01, 2023 08:03 IST
INDIA Alliance માં કેવી રીતે સીટોની વહેચણી થશે? દિલ્હી – પંજાબના પ્રશ્ન પર કેજરીવાલે કહ્યું કે બધુ જગ્યાએ આવી રીતે થવું જોઈએ
અરવિંદ કેજરીવાલ (Express photo)

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લોકસભા ચૂંટણી 2024ની રણનીતિ તૈયાર કરવા માટે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ મંથન કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીઓ બીજેપી વિરુદ્ધ તો એકત્ર થઈ છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સીટોની વહેંચી કરેવી રીતે થશે.

ગુરુવારે રાત્રે મીટિંગ બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હી મુખ્યમંત્રી સીએમ કેજરીવાલે પ્રશ્ન કર્યો હતો કે શું તેમણે દિલ્હી અને પંજાબમાં સીટ શેયરિંગનો મુદ્દો ઉઠાવ્યો તો તેમણે એવો જવાબ આપ્યો કે કદાચ કોંગ્રેસ અને અન્ય મોટા ક્ષેત્રીય દળોને જામ્યો નહીં. કેજરીવાલે ચાલતા – ચાલતા મીડિયાએ કહ્યું કે સીટ શેયરિંગ તો આખા દેશમાં થશે તો દરેક જગ્યાએ થશે. અમે કહ્યું કે બધી જગ્યાએ આવું થવું જોઈએ.

શું છે ઇન્ડયા ગઠબંધન મીટિંગનો એજન્ડા?

શિવસેના યુબીટીના નેતા સચિન આહિરે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનનો માત્ર એક જ એજન્ડા છે. દેશને એકજૂટ કરવાનો છે. જે પ્રકારના ખતરાનો દેશ સામનો કરી રહ્યો છે તેમાં મોંઘવારી અને લોકોને પરેશાન કરનારા અનેક મુદ્દાઓ છે. આ સરકાર સંપૂર્ણ પણે ફેઇલ ગઈ છે. તેમણે વધુંમાં જણાવ્યું કે વિભિન્ન મુદ્દાઓને લઇને આ મોરચો ભવિષ્યની રણનીતિ શું હોવી જોઈએ અને લોકતંત્રની રક્ષા માટે અમે કેવી રીતે એક સાથે આવ્યા છે. શું કરવું જોઇએ.. આ અંગે બધા પર કાલે ચર્ચા થવી જોઈએ.

કોણ હશે ઇન્ડિયા ગઠબંધનના સંયોજક?

NCP નેતા અનિલ દેશમુખે કહ્યું કે સાંભળવામાં આવ્યું છે કે આ વખતની ચર્ચામાં ચાલું છે. શુક્રવારે થનારી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે ઘોષણા કરવામાં આવી શકે છે. લોકો લોન્ચ કરવાનો હતો પરંતુ તેના ઉપર ચર્ચા ચાલું છે. શુક્રવારે સવારે બ્રેકફાસ્ટ બાદ ફરીથી મીટિંગ થશે. તેના ઉપર ચર્ચા થશે. એકવાત તો સામે આવી રહી છે કે જે પ્રકારનો માહોલ આખા ઇન્ડિયામાં આજે છે. અમાર મહિલાઓ સુરક્ષિત નથી, ખેડૂતોની સમસ્યાઓ છે. મણિપુરની ઘટના થઈ, દિલ્હીમાં મહિલા પહેલવાનોની સાથે જે ઘટનાઓ થઈ તે ડરામણી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ