પંજાબ બાદ દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધન નહી થાય! આપ 7 બેઠકો પર પોતાના દમ પર લડશે ચૂંટણી

Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સીટ શેરિંગ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો પડકાર બની ગયો છે. આ રાજ્યોમાં સીટર શેરિંગ ફગાવી દેવામાં આવી છે અથવા તો હજી સુધી સર્વસંમતિ સધાઈ નથી

Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સીટ શેરિંગ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો પડકાર બની ગયો છે. આ રાજ્યોમાં સીટર શેરિંગ ફગાવી દેવામાં આવી છે અથવા તો હજી સુધી સર્વસંમતિ સધાઈ નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
arvind kejriwal, lok sabha election 2024, Aam Aadmi Party

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Express file photo by Praveen Khanna)

Loksabha Election 2024 : પંજાબ બાદ આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાર આપીને કહ્યું કે તમામ સાત બેઠકો જીતવાનું કામ કરવામાં આવશે, ઇન્ડિયા ગઠબંધન સાથે બેઠકોની વહેંચણી અંગે કોઈ ડીલ ફાઇનલ થઇ નથી.

Advertisment

હવે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શનિવારે પંજાબ વિશે જાહેરાત કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી એકલી 13 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન માટે આ એક મોટો ઝટકો એટલા માટે છે કારણ કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં મોટા પ્લેયર છે, જો કોંગ્રેસ સાથે તેમની ડીલ નક્કી થઈ ગઈ હોત તો ભાજપનો રસ્તો થોડાક અંશે મુશ્કેલ બની શકતો હતો.

પંજાબ-દિલ્હીની કુલ 20 બેઠકો પર ત્રિકોણીયો મુકાબલો થવાની સંભાવના

પરંતુ હાલ બંને રાજ્યોની કુલ 20 બેઠકો પર આપ વિરુદ્ધ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ વચ્ચે મુકાબલો થવાનો છે. આવામાં મતોનું વિભાજન શક્ય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સીટ શેરિંગ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો પડકાર બની ગયો છે. આ રાજ્યોમાં સીટર શેરિંગ ફગાવી દેવામાં આવી છે અથવા તો હજી સુધી સર્વસંમતિ સધાઈ નથી.

આ પણ વાંચો - પંજાબમાંથી પણ INDIA ગઠબંધન આઉટ, AAP એકલી તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે

Advertisment

આ કારણે જાણકારો એમ પણ કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ ઇન્ડિયા ગઠબંધન ઘણા રાજ્યોમાંથી બહાર થઇ ગયું છે. બીજી તરફ ભાજપ કેમ્પ હજુ પણ અતિ આત્મવિશ્વાસની ભરેલો છે, એવી સ્થિતિ ચાલી રહી છે કે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભાના ફ્લોર પરથી એનડીએ માટે 400 પ્લસનો નારો આપ્યો છે, જ્યારે એકલા ભાજપને 370 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.

આગામી 10-15 દિવસમાં AAP આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે

આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે ગઇકાલે પંજાબના ખન્નામાં એક રેલીને સંબોધિત કરી હતી. તે રેલીમાં તેમણે કહ્યું કે, બે વર્ષ પહેલા તમે અમને આશીર્વાદ આપ્યા હતા. તમે અમને 117 માંથી 92 બેઠકો આપી (વિધાનસભા ચૂંટણીમાં), તમારા મતથી અમે પંજાબમાં ઈતિહાસ રચ્યો. હું તમારી પાસે હાથ જોડીને બીજો આશીર્વાદ માંગવા આવ્યો છું. લોકસભાની ચૂંટણી બે મહિનામાં યોજાવા જઈ રહી છે, પંજાબમાંથી 13 અને ચંદીગઢમાંથી એક, લોકસભાની ચૂંટણી માટે કુલ 14 બેઠકો છે. આગામી 10-15 દિવસમાં AAP આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. તમારે AAP ને બહુમતી સાથે આ તમામ 14 બેઠકો જીતાડવી પડશે.

ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 અરવિંદ કેજરીવાલ આપ congress ભાજપ