Loksabha Election 2024 : શું ભાજપ કેરળમાં ઇતિહાસ રચશે? આ સીટો પર છે ખાસ ફોકસ, જાણો શું છે કોંગ્રેસ-લેફ્ટને ચોંકાવવાનો પ્લાન

BJP Kerala : કેરળમાં ભાજપનું સંગઠન હજુ મજબૂત નથી. તેથી તેમણે મુઠ્ઠીભર બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે જ્યાં તે સારું પ્રદર્શન કરી શકે

BJP Kerala : કેરળમાં ભાજપનું સંગઠન હજુ મજબૂત નથી. તેથી તેમણે મુઠ્ઠીભર બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે જ્યાં તે સારું પ્રદર્શન કરી શકે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
રામ આવશે, શું ભાજપને વોટ અપાવશે? દક્ષિણ ભારતમાં ચૂંટણી જીતવી સરળ નથી, ભાજપ સામે અનેક મોટા પડકાર

કેરળના ત્રિશુરમાં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

Shaju Philip : ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં પણ વધુ બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેલંગાણા અને કેરળથી ભાજપને ઘણી આશાઓ છે. કેરળમાં ભાજપ હજુ સુધી એકપણ લોકસભા સીટ જીતી શક્યું નથી. ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિશૂરમાં રોડ શો કર્યો હતો અને ત્યાર બાદ મહિલાઓની વિશાળ રેલી યોજી હતી. આ સાથે જ ભાજપે રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે.

Advertisment

કેરળમાં ભાજપનું સંગઠન હજુ મજબૂત નથી. તેથી તેમણે મુઠ્ઠીભર બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે જ્યાં તે સારું પ્રદર્શન કરી શકે. ત્રિશૂર એક એવું ક્ષેત્ર છે જ્યાં ભાજપ ડાબેરીઓ અને કોંગ્રેસ સામે તેની તકો શોધી રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમને 28.2 ટકા વોટ શેર મળ્યો હતો.

ભાજપે સંકેત આપ્યા છે કે રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોપી ત્રિશૂરથી તેમના ઉમેદવાર હશે. પોતાના રોડ શોમાં પીએમ મોદીની સાથે આવેલા સુરેશ ગોપી પર વિશ્વાસ કરવા ઉપરાંત ભાજપને એવી પણ આશા છે કે ખ્રિસ્તીઓનો મોટો હિસ્સો તેમને મત આપશે.

બીજી સંસદીય બેઠક જ્યાં ભાજપ તેની સંભાવનાઓ શોધી રહી છે તે તિરુવનંતપુરમ છે. અહીં કોંગ્રેસના શશિ થરૂર સતત જીતી રહ્યા છે. તિરુવનંતપુરમ ભાજપ માટે આશાનું કિરણ રહ્યું છે કારણ કે તે રાજ્યની 20 લોકસભા બેઠકોમાંથી એકમાત્ર બેઠક છે જ્યાં તે છેલ્લી બે ચૂંટણીઓમાં બીજા સ્થાને રહી છે. ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન 2014માં થયું હતું જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતા ઓ રાજગોપાલને 32.32 ટકા મત મળ્યા હતા અને તેઓ શશી થરૂર સામે નજીવા અંતરથી હારી ગયા હતા જેમને 34.09 ટકા મત મળ્યા હતા. 2009ની ચૂંટણીની સરખામણીમાં રાજગોપાલે પોતાના વોટ શેરમાં 20 ટકાથી વધુનો વધારો કર્યો હતો.

Advertisment

આ પણ વાંચો - પાકિસ્તાનને બર્બાદ કરવા માટે તૈયાર હતી 9 મિસાઇલ, અભિનંદનને છોડવાની સામે આવી ઇન્સાઇડ સ્ટોરી

રાજગોપાલ એક લોકપ્રિય નેતા છે અને સંઘ પરિવારના ક્ષેત્રની બહારથી મત મેળવવામાં સફળ રહ્યા છે કારણ કે તેમની પાસે હિંદુ વોટ બેંક છે અને ભાજપ પાસે અન્ય પ્રદેશોની તુલનામાં વધુ સારી જમીની સ્તરની કેડર છે. 2019માં ભાજપના કુમ્મનમ રાજશેખરને પણ 31% થી વધુ મતો મેળવ્યા હતા, પરંતુ શશી થરૂર સામે હારી ગયા હતા, જેમને 41% થી વધુ મત મળ્યા હતા.

સબરીમાલા વિરોધ પ્રદર્શનને કારણે ભાજપે 2019માં વધુ એક લોકસભા સીટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે છે મધ્ય કેરળની પથાનામથિટ્ટા. કોંગ્રેસના એન્ટની 2009થી આ બેઠક જીતી રહ્યા છે. 2019માં ભાજપે પોતાના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા હતા, જે વિરોધ પ્રદર્શનમાં સૌથી આગળ હતા. તેઓ ત્રીજા સ્થાને રહ્યા હોવા છતાં પાર્ટીનો વોટ શેર 2014માં 15.95 ટકાથી વધીને 28.97 ટકા થયો છે.

પથાનામથિટ્ટામાં લગભગ 35 ટકા ખ્રિસ્તી મતદાતાઓ છે, જેમાંથી મોટા ભાગના બિન-કેથોલિક છે, જ્યારે 58 ટકા મતદારો હિંદુ છે. 20 ટકા હિંદુઓ નાયર સમુદાયના છે. ભાજપ અહીં ખ્રિસ્તીઓ સુધી પહોંચવાની રણનીતિ બનાવશે. ખ્રિસ્તીઓએ મોટાભાગે કોંગ્રેસથી દૂર સીપીઆઈએમને મત આપ્યો હતો અને તેની અસર એ હતી કે તેમણે 2021માં પથાનામથિટ્ટા લોકસભા બેઠક હેઠળ આવતા તમામ સાત વિધાનસભા ક્ષેત્રો જીત્યા હતા.

ભાજપનું ધ્યાન તિરુવનંતપુરમ જિલ્લાની અટ્ટિંગલ સીટ ઉપર પણ છે, જ્યાં ડાબેરીઓનું વર્ચસ્વ હતું. 2019માં કોંગ્રેસના અદૂર પ્રકાશે તેમની પાસેથી આ સીટ છીનવી લીધી હતી. રાજ્યમાં ભાજપના મહિલા ચહેરા શોભા સુરેન્દ્રન અટ્ટિંગલથી ચૂંટણી લડ્યા હતા અને તેમને 24.18 ટકા મત મળ્યા હતા. ભાજપના મજબૂત પ્રદર્શનનું કારણ સબરીમાલા મુદ્દે સીપીઆઇ(એમ) સામે હિન્દુઓની નારાજગીને આભારી છે. આ વખતે પણ ભાજપ આ મતવિસ્તારમાં વગદાર ગણાતા પછાત હિંદુ અઝાવા સમાજના એક અગ્રણી નેતાને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. 2019માં ત્રણેય પાર્ટીઓએ એઝાવાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

કેરળમાં ભાજપે વર્ષોથી અનેક અગ્રણી અમલદારો, અભિનેતાઓ અને ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા છે, જેમણે પોતાનો વોટ શેર વધારવામાં મદદ કરી છે, પરંતુ તેઓ જીતી શક્યા નથી. ભાજપના સહયોગી પક્ષ ધર્મ જનસેનાનું નેતૃત્વ એઝાવા સમુદાય કરે છે, જે પરંપરાગત રીતે સીપીઆઇ(એમ) સાથે છે.

કેરળ લોકસભા ચૂંટણી 2024 Express Exclusive congress ભાજપ