રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સામેલ થશો? અખિલેશ યાદવે કહ્યું - ના ભાજપ બોલાવે છે ના કોંગ્રેસ

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશ પહોંચશે. માનવામાં આવી રહ્યું છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ આ યાત્રામાં ભાગ લેવાના નથી

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશ પહોંચશે. માનવામાં આવી રહ્યું છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ આ યાત્રામાં ભાગ લેવાના નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Akhilesh Yadav | Akhilesh Yadav SP | Samajwadi Party

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Photo - @yadavakhilesh)

Akhilesh Yadav : મણિપુરથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસોમાં આ યાત્રા ઉત્તર પ્રદેશ પણ પહોંચશે. કોંગ્રેસ આ યાત્રા દ્વારા યુપીમાં ફરીથી પાર્ટીને મજબૂત કરવાની પૂરી કોશિશ કરી રહી છે. પરંતુ હવે આ યાત્રા યુપી પહોંચે તે પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ આ યાત્રામાં ભાગ લેવાના નથી.

Advertisment

મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું છે કે અમને ના ભાજપ બોલાવે છે કે ના કોંગ્રેસ. તેમના આ નિવેદનનો સ્પષ્ટ અર્થ એ છે કે કોંગ્રેસે હજુ સુધી સપાને યાત્રા માટે આમંત્રણ આપ્યું નથી. આ ઉપરાંત સપાએ ચૂંટણીની મોસમમાં પોતાની યાત્રા કાઢવાની વાત કરી છે. પાર્ટી બંધારણ બચાવો, દેશ બચાવો યાત્રા શરૂ કરવા જઈ રહી છે, તે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી નીકળશે.

હાલ કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોની વહેંચણીને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જ્યારથી કોંગ્રેસે બસપાને ગઠબંધનમાં સામેલ કરવાની કોશિશ કરી છે ત્યારથી બંને પાર્ટીઓના સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે. આના પર બુધવારે સાંજે બંને પાર્ટીઓ સાથે બેસવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સીટોની વહેંચણીને લઈને ચર્ચા થશે. પાછલી મીટિંગ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- અયોધ્યા હવે માત્ર શહેર નથી રહ્યું પરંતુ વિશ્વની સાંસ્કૃતિક રાજધાની છે

Advertisment

હવે સીટોની વહેંચણીનો વિવાદ માત્ર યુપી સુધી જ સીમિત નથી. હાલ પશ્ચિમ બંગાળની સીટોને લઇને કંઇ ફાઇનલ નથી થયું. મમતા બે કે ત્રણથી વધુ બેઠકો આપવા તૈયાર નથી, જ્યારે કોંગ્રેસ સાતથી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. એ જ રીતે દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. પંજાબમાં પણ આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ છે.

ભારત જોડો ન્યાય યાત્રા લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ રાહુલ ગાંધી congress