Loksabha Election 2024 : મહારાષ્ટ્રનું રાજકારણ છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં છે. NCP સાથે બગાવત કરીને અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપલ લીધા. ત્યારે અજીત પવારે કાકા શરદ પવાર સામે મોટી આફત ઉભી કરી દીધી છે. શરદા પવાર સામે લોકસભા ચૂંટણી 2024ની સાથે વિધાનસભા ચૂંટણીનું પણ દબાણ છે, કારણ કે રાજ્યમાં બંને ચૂંટણીઓ વર્ષ 2024માં થવાની છે. આવા સમયમાં પક્ષમાં ભંગાણ થવું એ ગંભીર સમસ્યા નજર આવી રહી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસનું મંથન
મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના બંને પક્ષ નબળા વિભાજનનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસે આ સ્થિતિનો ફાયદો ઉઠાવી અઘાડી (MVA) ના કાર્યકર્તાઓને નારાજ કર્યા વિના પક્ષનો વ્યાપ વધારવા અને તેને વધુ મજબૂત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. જે માટે કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024ને લઇને NCP અને શિવસેના સાથે બેઠકોની ફાળવણીની પણ તૈયારીમાં છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્રના શીર્ષ કોંગ્રેસ નેતાઓની લગભગ પાંચ કલાક સુધી બેઠક યોજાઇ હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મંથન કરાયું હતું.
કોંગ્રેસને મહારાષ્ટ્રમાં ઉંચકવાની ‘સુવર્ણ’ તક
આ બેઠકમાં મુખ્ય બાબત અજીત પવારના કારણે NCP અને શિવસેનામાં ચાલેલા રાજકીય ધમાસાણે રાજ્યમાં ગુમ થયેલી કોંગ્રેસને ફરીથી ઉંચકવાનો ‘સુવર્ણ’ અવસર આપ્યો છે. મહારાષ્ટ્ર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. આ બેઠક એ વાતનો સંકેત છે કે હવે કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી નેતા (LoP)ના પદ માટેની તેની દાવેદારીથી પીછેહઠ નહીં કરે.
રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓને હાંકલ કરી
સૂત્રોના મતે, આ બેઠકમાં રાહુલ ગાંઘીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને કહ્યું હતું કે તેઓ તેના વ્યક્તિગત મતભેદ દૂર રાખીને એકજૂટ થઇ લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર મૂડમાં આવે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે હવે નેતાઓએ મેદાને ઉતરવું જોઇએ અને MVA સહયોગી સાથે પક્ષની સીટની વહેચણીના પરિણામોનો ઇંતજાર કરવો જોઇએ નહીં. જો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઇચ્છે છે કે પક્ષ શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરેથી નારાજ ન થાય.
એક તરફ રાજ્યમાં રાજકીય પક્ષમાં ભંગાણ ખુલીને સામે આવી ગયું છે. ત્યારે કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નાના પટોલે એક નિવેદનમાં કહ્યું કે, રાજ્ય લીડરશીપ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરનારા નેતાઓના દિલ્હી પ્રવાસને પગલે પક્ષના કામકાજ પર પ્રભાવ પડે છે. આવામાં મલ્લિકા અર્જુન ખડગેએ નાના પટોલેને પક્ષના નેતાઓને જાણ કર્યા વિના તેમના ગઢની યાત્રા તેમને ખલેલ ન પહોંચાડવા જણાવ્યું હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકમાં રાજ્યના AICC પ્રભારી એચ.કે. પાટિલને પદ પરથી હટાવવાની પણ માંગ કરવામાં આવી હતી. કારણ કે તેઓ હવે કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી પાર્ટીની સરકારમાં મંત્રી છે.
કોંગ્રેસનું કદ વિસ્તારવા માટેની રણનીતિ હેઠળ નિર્ણય
કોંગ્રેસનું કદ વિસ્તારવા માટેની રણનીતિ હેઠળ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોંગ્રેસ આગમી સ્પ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરશે. તેમજ નવેમબ્ર-ડિસેમ્બર મહિનામાં બસ યાત્રાનું આયોજન કરશે. જેમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. તો બેઠકમાં કેટલાક નેતાઓએ ભંડોળનો મુદ્દો ઉઠાવતા એવું નક્કી કરાયું કે તમામ વરિષ્ઠ નેતાઓને એક-એક સંસદીય ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવશે.
બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ છે. અમારું ફોક્સ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું કદ વધારવા અને મજબૂત કરવા પર છે. સાથે લોકોનો અવાજ બુલંદ કરવા પર અમારું ધ્યાન છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વધુમાં રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, અમે એ સુનિશ્વિત કરીશું કે, આ જનવિરોધી સરકાર હારી જાય. કોંગ્રેસની આ બેઠકમાં સુશીલ કુમાર શિંદે, અશોક ચૈહાણ, પૃથ્વીરાજ ચૌહાણ, સંજય નિરૂપમ સહિત મિલિંદ દેવડા જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.





