India Alliance : ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠક 19 ડિસેમ્બરે, સીટ શેરિંગ પર થઇ શકે છે ચર્ચા

India Alliance : આ પહેલા ઈન્ડિયા એલાયન્સની બેઠક પટના, બેંગલુરુ અને પછી મુંબઈમાં થઈ ચૂકી છે. જોકે તે બેઠકોમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ બેઠકોની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ શકી ન હતી

India Alliance : આ પહેલા ઈન્ડિયા એલાયન્સની બેઠક પટના, બેંગલુરુ અને પછી મુંબઈમાં થઈ ચૂકી છે. જોકે તે બેઠકોમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ બેઠકોની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ શકી ન હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India Alliance | Loksabha Election 2024

એક બેઠક દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ. (ફાઇલ ફોટો એએનઆઈ)

Loksabha Election 2024 : ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠક 19 ડિસેમ્બરે દિલ્હીમાં થવા જઈ રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ બેઠકની વિગતો શેર કરી હતી. આ પહેલા 5 ડિસેમ્બરે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનની બેઠક રાખી હતી પરંતુ તે સમયે તમામ મોટા નેતાઓએ આવવાની ના પાડી દીધી હતી. આ કારણે તે બેઠક રદ કરવી પડી હતી, હવે 19મીએ નવી બેઠક બોલાવવામાં આવી છે.

Advertisment

કોંગ્રેસની મુશ્કેલી વધી?

આ પહેલા ઈન્ડિયા એલાયન્સની બેઠક પટના, બેંગલુરુ અને પછી મુંબઈમાં થઈ ચૂકી છે. જોકે તે બેઠકોમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ બેઠકોની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ શકી ન હતી. કેટલીક સમિતિઓની રચના કરવામાં આવી છે પરંતુ જમીન પર હજી સુધી કશું સ્પષ્ટ થયું નથી. આ કારણે મધ્ય પ્રદેશની ચૂંટણી દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી હતી. એ જ રીતે નીતિશ કુમાર સાથે પણ કોંગ્રેસના મતભેદ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - ભાજપે વિષ્ણુદેવ સાયને જ કેમ બનાવ્યા છત્તીસગઢના મુખ્યમંત્રી? 5 પોઇન્ટમાં સમજો પાર્ટીની રણનીતિ

Advertisment

ચૂંટણીમાં હારની શું થઇ અસર?

હવે તે સમયે કોંગ્રેસના વલણથી અન્ય ઘણા પક્ષોને સમસ્યા હતી, પરંતુ હવે ત્રણ રાજ્યોમાં ચૂંટણી હારથી તમામ સમીકરણો બદલાઈ ગયા છે. આનું કારણ એ છે કે હવે કોંગ્રેસની સોદાબાજીની શક્તિ ઓછી થઈ ગઈ છે. આ પહેલા કોંગ્રેસની રણનીતિ એવી હતી કે આ બેઠક ચૂંટણીમાં જીત બાદ બોલાવવામાં આવશે અને સીટોની વહેંચણીથી લઈને અન્ય મુદ્દાઓ પર નાના પક્ષો પર હાવી થઇ જઇશું. પરંતુ હવે ચૂંટણીની હારથી એ જ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કોંગ્રેસની આક્રમકતા ઘટશે, જ્યારે અન્ય પક્ષો દબાણ લાવવાનો પ્રયાસ કરશે.

સીટ શેરિંગ પર મંથન

જાણકારો માને છે કે સીટોની વહેંચણી દરમિયાન પણ કોંગ્રેસને વધારે બલિદાન આપવું પડી શકે છે. આ સમયે જે રાજ્યોમાં કોંગ્રેસનો પરાજય થયો છે તે તમામ રાજ્યોમાં તેમની લડાઈ સીધી ભાજપ સાથે હતી. આ કારણે કોંગ્રેસે હિન્દી બેલ્ટના રાજ્યોમાં બેઠકોની વહેંચણી સમયે વધુ બાંધછોડ કરવી પડશે.

ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 congress