લોકસભા ચૂંટણી 2024 : મમતા બેનર્જી સાથે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત, શું બીજેપી સામે એકજુટ થશે વિપક્ષ?

Lok Sabha polls 2024 : મમતા બેનર્જીએ કહ્યું - આગામી ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ભાજપ સામે લડશે. અમારો કોઈ અંગત અહંકાર નથી, અમે સામૂહિક રીતે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ

Written by Ashish Goyal
Updated : February 13, 2024 15:17 IST
લોકસભા ચૂંટણી 2024 : મમતા બેનર્જી સાથે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત, શું બીજેપી સામે એકજુટ થશે વિપક્ષ?
મમતા બેનર્જીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડીના તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી (તસવીર - એએનઆઈ સ્ક્રીનગ્રેબ)

Lok Sabha polls 2024 : આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે ઝુંબેશ ચલાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડીના તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તમામ સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સાથે મળીને એક થવું પડશે. સાથે આવો અને એક થઈને ભાજપ સામે લડો.

મમતા બેનર્જીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે આગામી ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ભાજપ સામે લડશે. અમારો કોઈ અંગત અહંકાર નથી, અમે સામૂહિક રીતે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. આ સમયે નીતિશ કુમાર અને તેજસ્વી તેમની બાજુમાં બેઠા હતા.

મમતા બેનર્જીએ કહ્યું કે મેં નીતિશ કુમારને માત્ર એક વિનંતી કરી છે. જયપ્રકાશ (નારાયણ) જીનું આંદોલન બિહારથી શરૂ થયું હતું. જો બિહારમાં અમારી સર્વપક્ષીય બેઠક થાય તો અમે નક્કી કરી શકીએ કે અમારે આગળ ક્યાં જવું છે. પરંતુ પહેલા આપણે એક સંદેશ આપવો પડશે કે આપણે એક છીએ. મેં અગાઉ પણ કહ્યું છે કે મને કોઈ વાંધો નથી. હું ઈચ્છું છું કે ભાજપ શૂન્ય થઈ જાય. તેઓ મીડિયાના સમર્થન અને જુઠ્ઠાણાથી મોટા હીરો બની ગયા છે.

આ પણ વાંચો – તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું : અમિત શાહ

ખૂબ જ સકારાત્મક ચર્ચા ગણાવતા નીતિશ કુમારે કહ્યું કે અમે વાટાઘાટો કરી છે, ખાસ કરીને તમામ પક્ષોના એકસાથે આવવા અને આગામી સંસદની ચૂંટણી પહેલા તમામ તૈયારીઓ કરવા વિશે.

આગળ જે પણ કરવામાં આવશે તે રાષ્ટ્રના હિતમાં કરવામાં આવશે. જેઓ અત્યારે રાજ કરી રહ્યા છે તેમને કંઈ કરવાનું નથી. તેઓ માત્ર પોતાની પબ્લિસિટી કરી રહ્યા છે. દેશના વિકાસ માટે કંઈ કરવામાં આવી રહ્યું નથી. નીતિશ કુમાર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા લખનઉ જવાના છે.

RJD નેતા યાદવે વિપક્ષી એકતા બનાવવા માટે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની BRS જેવા સમાન વિચારધારાવાળા પક્ષો સાથેની કેટલીક બેઠકોમાં હાજરી આપી છે. બેનર્જી પણ 2024ની ચૂંટણીઓ પહેલા અન્ય પક્ષો સાથે કોઈ કસર છોડી રહ્યા નથી. ગયા મહિને કોલકાતામાં તેમના નિવાસસ્થાને એસપી પ્રમુખ અખિલેશને મળ્યા હતા. બંને મુખ્યમંત્રીઓએ કહ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ભાગ બનવા માંગતા નથી.

મનતા બેનર્જી જેમણે કહ્યું હતું કે તેમની તૃણમૂલ કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે. તે હવે વિપક્ષી એકતા માટે દબાણ કરી રહી છે. તેમણે આ મહિનાની શરૂઆતમાં ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડીના વડા નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ