Loksabha Election 2024 : વિપક્ષની પહેલી બેઠક પહેલા ભાજપ વિરુદ્ધ બનવા લાગી ખતરનાક રણનીતિ, જો આવું થશે વડાપ્રધાન મોદીને થશે મુશ્કેલી

loksabha election 2024 : 2024માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને રોકવા માટે તૈયારી માટે એક મોટી મીટિંગ કરવા જઈ રહ્યા છે. વિપક્ષની આ તૈયારી ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

Written by Ankit Patel
June 09, 2023 08:19 IST
Loksabha Election 2024 : વિપક્ષની પહેલી બેઠક પહેલા ભાજપ વિરુદ્ધ બનવા લાગી ખતરનાક રણનીતિ, જો આવું થશે વડાપ્રધાન મોદીને થશે મુશ્કેલી
વિપક્ષી નેતાઓની મિટિંગ, photo- PTI twitter

loksabha election 2024 opposition first meeting : વિપક્ષી દળ આ મહિનાના અંત સુધીમાં બિહારની રાજધાની પટનામાં એકઠાં થનારા છે. 2024માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને રોકવા માટે તૈયારી માટે એક મોટી મીટિંગ કરવા જઈ રહ્યા છે. વિપક્ષની આ તૈયારી ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અને મજબૂ સૂત્રો પ્રમાણે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે વિપક્ષી દળ 543 લોકસભા સીટોમાં 450 પર ભાજપની સાથે સીધી લડાઈ કરવાની યોજના કરી રહી છે. એટલે કે દરેક સીટ પર વિપક્ષ તરફથી માત્ર એક ઉમેદાર હશે. જોકે, આવું વિપક્ષી એક્તા માટે આસાન નહીં હોય. સંભાવના એ વાતની છે કે પટનામાં થનારી બેઠકમાં આ મુદ્દા પર પ્રમુખતાથી ચર્ચા થશે.

શું છે આ ફોર્મૂલાનો મતલબ?

એક અંગ્રેજી સમાચાર પત્ર પ્રમાણે આ ફોર્મૂલાનો મતલબ હશે કે ક્ષેત્રીય પાર્ટીઓ જે પોત-પોતાના ક્ષેત્રમાં મજબૂત થશે. તેઓ ખુદ બીજેપીનો મુકાબલો કરશે. કોંગ્રેસ અને અન્ય રાષ્ટ્રીય પાર્ટી એ રાજ્યોમાં ભાજપનો મુકાબલો કરશે જ્યાં સત્તારુઢ બીજેપી વિરુદ્ધ મુખ્ય દાવેદાર છે.

વર્ષ 2021માં પોતાની વિધાનસભાની જીત બાદ તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પહેલી વાર પ્રસ્તાવિક કરવામાં આવ્યું છેકે આ ફોર્મૂલા કેટલાક રાજ્યો માટે મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બંને વિપક્ષી દળ મુખ્ય પ્રતિદ્વંધી છે. પરંતુ આના પર ચર્ચા આગામી મીટિંગમાં પ્રમુખ ચર્ચા થશે.

ટીએમસીના મુખપત્ર જાગો બાંગ્લાના એક તંત્રીલેખ પ્રમાણે વિપક્ષી એક્તાના સંયોજકના રૂપમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનામાં બેઠકની તૈયારી કરી રહ્યા છે. મુખપત્ર પ્રમાણે મીટિંગ માટે સ્થાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું.

વિપક્ષી એક્તા માટે કોંગ્રેસ વધારે રસ દાખવતી જોવા મળી રહી ચે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં ભાગ લેશે. રાહુલ ગાંધીએ વિપક્ષી એક્તાને લઇને અમેરિકી યાત્રા દરમિયાન પણ નિવેદન આપ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ