મનોજ સી જી : વિરોધપક્ષના ભવ્ય પટના સંમેલનમાં નેતાઓ દ્વારા બુદ્ધિમતા, સોહાર્દ અને જુડાવનું પ્રદર્શન સ્પષ્ટ અને કદાચ સભાનપણે કરવામાં આવ્યું હતું. 2014માં નરેન્દ્ર મોદી એક પ્રચંડ તાકાત તરીકે ઊભરી આવ્યા પછી ભાજપ-વિરોધી પરિબળોનો આ પ્રકારનો સૌથી મોટો મેળો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને બાદ કરતા લગભગ તમામ નેતાઓને લાગ્યું કે આ બેઠક સકારાત્મક છે અને એક સારી શરૂઆત છે.
જેઓ હાજર હતા અને જેઓ ગેરહાજર હતા તેમના વિશે ઘણું કહી શકાય. કે.ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિને કોઈ આમંત્રણ ન હતું અને જો ચંદ્રશેખર રાવને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો પણ કોઈએ તેમના આવવાની અપેક્ષા રાખી ન હતી. પોતાની એકતાની કોશિશ શરૂ કર્યા પછી કેસીઆર કર્ણાટકના પરિણામો પછી સંકેત આપી રહ્યા છે કે તેઓ એકલા જ ચૂંટણી લડશે.
એ જ રીતે બીજેડીના નવીન પટનાયક, જેડી(એસ)ના એચ ડી દેવગૌડા, બસપાના માયાવતી અને વાયએસઆરસીપીના વાય એસ જગન મોહન રેડ્ડીએ વિરોધ પક્ષ અને ભાજપના મોરચા બંનેમાંથી સમાન વિભાજન માટે પોતાની પસંદગી સ્પષ્ટ કરી દીધી છે અને તેઓ પટનામાં હાજર ન હતા.
આ ગેટ-ટુગેધરનું આયોજન કરનારા બિહારના મુખ્યમંત્રી અને જેડી(યુ)ના વડા નીતિશ કુમારે દાવો કર્યો છે કે 2024ની ચૂંટણી નજીક આવશે તેમ વધુ પક્ષો વિરોધ પક્ષની છાવણીમાં જોડાશે. પટનામાં એકઠા થયેલા નેતાઓએ એકતા બતાવી હોવા છતાં આગળ તીવ્ર પડકારો છે, જેના વિશે તેઓ વાકેફ છે. આ મુખ્યત્વે ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશ સાથે સંબંધિત છે. પ્રથમ બે રાજ્યો પર વિપક્ષનું શાસન છે અને યુપી ભાજપ દ્વારા શાસિત છે.
પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને સીએમ મમતા બેનરજી પોતાના ઘરમાં ઉતાર-ચડાવ વાળી પંચાયત ચૂંટણી અભિયાનની વચ્ચે, પટનાની બેઠકમાં બધા સાથે તાલમેલ બેસાડવાનો પુરો પ્રયત્ન કર્યો હતો. જ્યાં તે કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) સાથે સીધી હરીફાઈમાં છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, જેમના કોંગ્રેસ સાથેના હાલના સંબંધો વધારે સારા નથી. જ્યાં સુધી પંજાબની વાત છે, જ્યાં કોંગ્રેસ અને આપ એક બીજાની સામે છે. કેજરીવાલની બળવાખોરીની રીત ખરાબ સંકેત આપે છે.
લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસને કહ્યું હતું કે તેણે વિશાળ-હૃદય બતાવવું જોઈએ અને દરેક રાજ્યમાં સૌથી મોટી પાર્ટીએ તે રાજ્યમાં લડતનું નેતૃત્વ કરવું જોઈએ અન્ય લોકોએ ટેકો અને સહકાર આપવો જોઈએ. મમતાએ આ વાતને ટેકો આપતાં એવી દલીલ કરી હતી કે કોંગ્રેસ જે રાજ્યોમાં મજબૂત છે ત્યાં અન્ય પક્ષોના ટેકા પર ભરોસો રાખી શકે છે. પરંતુ આ વ્યવસ્થાના ટેસ્ટ કેસોમાં પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
ટીએમસીએ ભૂતકાળમાં સંકેતો આપ્યા છે કે તે માત્ર બંગાળની તમામ બેઠકો પર જ ચૂંટણી લડવાનો ઇરાદો ધરાવતી નથી પરંતુ રાષ્ટ્રીય સ્તરે એક બળ તરીકે ઉભરી આવવાની આશા સાથે કેટલાક અન્ય રાજ્યોમાં પણ તેની હાજરીનો અહેસાસ કરાવવાની આશા રાખે છે.
આ પણ વાંચો – લોકસભા 2024ની મુશ્કેલ સફર માટે તૈયાર વિપક્ષી દળો, નીતિશ અને રાહુલની મહત્વની ભૂમિકા!
સીપીઆઇ(એમ), ડાબેરી પક્ષોમાં સૌથી મોટો અને બંગાળમાં ટીએમસીના કટ્ટર દુશ્મન પણ છે. તે રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પછીના ગઠબંધનો સાથે વધુ આરામદાયક છે. જે ચૂંટણી દરમિયાન પક્ષોને બોજારૂપ બનાવે છે અને ઘણીવાર યુનાઇટેડ ફ્રન્ટ, એનડીએ અને યુપીએના ઉદાહરણો ટાંકે છે. જોકે તે રાજ્ય કક્ષાની વ્યવસ્થાઓથી વિરુદ્ધ નથી.
યુપીમાં સપા હવે એકલા હાથે આગળ વધવાનો આગ્રહ રાખતી નથી, જોકે કોંગ્રેસ સ્વીકારે કે સપા જ રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ છે. આ સંદર્ભમાં બસપા-કોંગ્રેસના સંભવિત જોડાણની ચર્ચા છે. બસપાના કેટલાક લોકોનું કહેવું છે કે માયાવતી વિપક્ષી છાવણીમાં થઈ રહેલી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે અને તેમની પાર્ટી 2024ની ચૂંટણી એકલા હાથે લડશે તેવી સ્થિતિ હોવા છતાં તેઓ ચૂંટણીની નજીક ગઠબંધન પર અંતિમ નિર્ણય લઈ શકે છે.
આપ શાસિત પંજાબ અને દિલ્હીમાં પરિસ્થિતિ વધુ જટિલ છે. કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ વિરોધી લહેર પર સવાર થઈને સત્તા પર આવનાર ‘આપ’ દિલ્હીમાં ગઠબંધન માટે ઉત્સુક છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસને વધુ આત્મવિશ્વાસ છે ત્યાં પરિસ્થિતિ જુદી છે.
જોકે પટનાની બેઠક પર અને તે પછી ‘આપ’ના કોંગ્રેસ પર ખુલ્લેઆમ પ્રહારો઼ જોવા મળી રહ્યા છે. દિલ્હી અને પંજાબ એમ બંનેમાં કોંગ્રેસના રાજ્ય એકમોએ એકથી વધુ વખત આપ સાથેના કોઈ પણ જોડાણ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
જોકે વિરોધ પક્ષની છાવણીમાં પ્રબળ આશા છે અને એવી માન્યતા છે કે પક્ષો ભાજપને સત્તામાંથી હાંકી કાઢવા માટે અહીં અને ત્યાં કેટલાક સમાધાનો કરવા તૈયાર છે. એક બિન-કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે આ એક મોટી લડાઈ છે. આપણે પડકારો જાણીએ છીએ. કેટલાક સમાધાનો થશે અને અમે એકતાને અકબંધ રાખવામાં સફળ થઈશું.
ગઠબંધનમાં ચેરમેન અને કન્વીનર જેવા નામ અને ઔપચારિક હોદ્દા હશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે તમામ નેતાઓની બોડી લેંગ્વેજ સકારાત્મક હતી. અમે યોગ્ય સમયે એક કાર્યક્રમ તૈયાર કરીશું અને જોડાણને એક માળખું આપીશું.