Opposition Meet : લોકસાભા ચૂંટણી 2024ની તૈયારીમાં વિપક્ષની આજે બેંગ્લુરુમાં બીજી બેઠક, કોણ-કોણ પાર્ટી થશે સામેલ, શું છે એજન્ડા?

opposition Parties Meeting : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ દરેક પ્રમુખ અને નાના વિપક્ષી દળોને બેંગ્લુરુની બેઠકમાં ભાગ લેવા અને ભાજપ સામે એક્તા દેખાડવા માટે આમંત્રિત કર્યા છે. જાણકારી પ્રમાણે આ બેઠકમાં 24 પક્ષો સામેલ થઈ શકે છે.

Written by Ankit Patel
July 17, 2023 09:25 IST
Opposition Meet : લોકસાભા ચૂંટણી 2024ની તૈયારીમાં વિપક્ષની આજે બેંગ્લુરુમાં બીજી બેઠક, કોણ-કોણ પાર્ટી થશે સામેલ, શું છે એજન્ડા?
બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની બેઠક યોજાઇ હતી

Opposition Meet, loksabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા એકવાર ફરીથી વિપક્ષી દળ આજે બેંગ્લુરુમાં એક મંચ પર હશે. 17 અને 18 જુલાઈએ થનારી આ બેઠકનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં અનેક પ્રમુખ મુદ્દાઓ ઉઠાવવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ દરેક પ્રમુખ અને નાના વિપક્ષી દળોને બેંગ્લુરુની બેઠકમાં ભાગ લેવા અને ભાજપ સામે એક્તા દેખાડવા માટે આમંત્રિત કર્યા છે. જાણકારી પ્રમાણે આ બેઠકમાં 24 પક્ષો સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 23 જૂનના રોજ બિહારના પટનામાં વિપક્ષી દળોની બેઠક થઈ હતી. જેમાં 15 પાર્ટીઓ સામેલ થઈ હતી.

કેન્દ્રને ઘેરવાની બનશે રણનીતિ

વિપક્ષી દળોની બેઠકમાં સંસદના મોનસૂન સત્રને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી શકે છે. આ બેઠકમાં દિલ્હીના અધ્યાદેશ, યુસીસી, મોંઘવારી, વિદેશ નીતિ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ ઉપર સહમતિ બની શકે છે. કોંગ્રેસ નેતા વેણુગોપાલે કહ્યું કે 17 જુલાઈએ અપેક્ષાકૃત અનૌપચારિક રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગામી દિવસે મંગળવારે ઔપચારિક બેઠક હશે. 18 જુલાઈએ વિપક્ષ 2024માં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે મુકાલબો કરવા પોતાની યોજનાઓ પર વિસ્તારથી રણનીતિ બનાવશે. આ બેઠકમાં સોનિયા ગાંધી પણ હાજર રહી શકે છે.

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

આ બેઠકમાં વિપક્ષી દળ ભાજપાની નીતિઓ વિરુદ્ધ દેશભરમાં એક સંયુક્ત આંદોલનની યોજના બનાવશે. મહારાષ્ટ્રમાં રાકાંપાના વિભાજન બાદ રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું કે વિપક્ષી નેતા ભાજપા સાથે મુકાબલો કરવા માટે વિપક્ષી એક્તાને મજબૂત કરવાના પગલાંની ઘોષણા કરશે. વિપક્ષી સરકારોને પાડવા અને રાજ્યપાલોના માધ્યમથી ગેર ભાજપા શાસિત રાજ્યો પર નિયંત્રણ કરવાના ભાજપના પ્રયત્નોને ઉજાગર કરશે.

કોણ કોણ થશે સામેલ?

વિપક્ષી દળોની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, રાકાપા સુપ્રીમો શરદ પવાર, ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, આમ આદમી પાર્ટી, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ટીએમસી મહાસચિવ અભિષેક બેનર્જી, સાંસદ સંજય રાઉત, શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર, રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે.

આ ઉપરાંત તમિલનાડુના મુખ્યમંત્રી સીએમ એમકે સ્ટાલિન, મરુમલારચી ડ્રવિડન મુનેત્ર કડગમ (એમડીએમકે), કોંગુ દેસા મક્કલ કાચી (કેડીએમકે), વિદુથલાઈ વિરુથિગલ કાચી (વીસીકે), રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી (આરએસપી), ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ), કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) સામેલ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ