એકે એન્ટનીએ કહ્યું કે પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાવાથી તેઓ ખુબ જ દુઃખી છે. એન્ટનીની ગણના કોંગ્રેસના કદ્દાવર નેતાઓમાં થાય છે. તેઓ કેરળના મુખ્યમંત્રી અને દેશના રક્ષામંત્રી રહી ચૂક્યા છે. પરંતુ પુત્ર અનિલ એન્ટની છેલ્લા ગણા સમયથી ભાજપના સંપર્કમાં હતા.અનિલ એન્ટનીને પાર્ટીમાં સામેલ કરીને ભાજપના આલાકમાન ખુબ જ ઉત્સાહિત છે. કેરળમાં લાબા સમયથી સંઘ કામ કરી રહ્યું છે. ભાજપ હજી સુધી પણ અહીં કોઈ ચૂંટણીમાં સફળતા મેળવી શકી નથી. એકવાર પાર્ટીના કદ્દાવર નેતા ઓ રાજગોપાલે જરુર ત્રિવેન્દ્રમ સીટ પર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભારે ટક્કર આપી હતી.
કોંગ્રેસના 2021ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 140માંથી 115 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. તેમને વોટ તો 11 ટકાથી વધારે મળ્યા પરંતુ સીટ કોઈ મળી નહીં. પલક્કડમાં મેટ્રોમેન ઇ શ્રીધરનને સારું પ્રદર્શન કરીને 35 ટકાથી વધારે વોટ મેળવ્યા હતા. પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવારથી હારી ગયા હતા. સુબેના જૂના નેતા વી મુરલીધરનને ભાજપે 2018માં મહારાષ્ટ્રથી રાજ્યસભામાં મોકલ્યા હતા. તેઓ આ સમયે મોદી સરકારમાં મંત્રી છે. ઓ રાજગોપાલ પણ વાજપેયી સરકારમાં મંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે ભાજપની મુશ્કેલી એ છે કે કેરળમાં ઇસાઇ અને મુસલમાન વસ્તી વધારે છે. અહીં હિન્દુત્વનું સુત્ર ખુબ જ નુકસાન કારક છે. એટલે જ પાર્ટીએ પોતાના વિસ્તાર કાર્યક્રમમાં અનિલ એન્ટનીને સમાવીને ઇસાઇ સમુદાયમાં મૂળિયા મજબૂત કરવાનો દાવ ચાલ્યો છે. આ પહેલા એપી અબ્દુલ્લા કુટ્ટી પણ ભાજપમાં આવી ચૂક્યા છે. ગત દિવસોમાં જી રમન નૈયર પાર્ટીમાં આવ્યા તો ઇસરોના પૂર્વ અધ્યક્ષ માધવન નાયરને પણ સાથે લઇને આવ્યા હતા. કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા રહેલા ટોમ વડક્કન પણ ઇસાઇ છે. તેઓ પણ હવે ભાજપાઇ છે. ચર્ચાતો એવી પણ છેકે ભાજપની નજર તો શશિ થરુર પણ છે.
મુશ્કિલ માર્ગ
કર્ણાટકમાં ભાજપને દક્ષિણના પોતાના એક માત્ર કિલ્લાને બચાવવામાં ખુબ જ મહેનત કરવી પડી રહી છે. અત્યારે તો યેદિયુરપ્પા પાર્ટીના સિરમૌન બનેલા છે પરંતુ તેમના નજીકના નેતાઓ એક એક કરીને સતત ભાજપનો સાથ છોડી રહ્યા છે.કોઈનાથી છૂપાયેલું નથી કે યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પાર્ટીના આલાકમાનના દબાણમાં પદ છોડ્યું હતું. બસવરાજ બોમ્મઇ પણ તેમના પસંદીદા ન હોત તો યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રને પોતાની સરકારમાં મંત્રી બનાવી દેતા. યેદિયુરપ્પાના બીજા પુત્ર રાઘવેન્દ્ર લોકસભામાં સભ્ય છે. વિજયેન્દ્ર અત્યારે કર્ણાટક ભાજપના ઉપાધ્ય છે. તેમને યેદિયુરપ્પાના રાજકીયિ ઉત્તરાધિકારી માનવામાં આવે છે.
દક્ષિણના કોઇ રાજ્યમાં પહેલીવાર ભાજપમાં સત્તામાં લાવવાનો શ્રેય યેદિયુરપ્પાના ફાળે જાય છે. તેમણે જોડ તોડ કરીને કોંગ્રેસ અને જનતા દળ (એસ)ના ધાસભ્યોમાં ફૂટ પડાવીને પોતાની સરકાર બનાવી હતી. પરંતુ મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવ્યા બાદ લિંગાયત સમાજના સૌથી પ્રભાવશાળી નેતા ગણાતા યેદિયુરપ્પાના સમર્થકોમાં નિરાશા વધી ગઈ હતી. ઇશ્વરપ્પા, વેલ્લડ અને સીટી રવિ જેવા નેતાઓ પહેલાથી જ યેદિયુરપ્પાના મૂળિયા ખોદતા રહ્યા છે. પરિણામે હવે ભાજપ અને જનતા દળના ડઝન નેતાઓ રાજીનામુ આપીને કોંગ્રેસમાં જોડાયા છે.
યેદિયુરપ્પા વિરોધી જૂથ પાછળ યેદિયુરપ્પાનો હાથ હોવાનો આરોપ લાગ્યો છે. તો યેદિયુરપ્પા સમર્થક પોતાની સતત થયેલી ઉપેક્ષાને કારણ ગણાવ્યું છે. રાજીનામુ આપનાર લોકોમાં ગોપાલ કૃષ્ણ, પુતન્ના, બાબુરાવ ચિચનસુર, એ મંજુનાથ, મોહન લિંબિકાઇ, યુબી બનાકર, નંજુદસ્વામી, વીએસ પાટિલ, એએચ વિશ્વનાથ, એચ નાગેશ વગેરે સામેલ છે. કર્ણાટકમાં ચૂંટણી ત્રિપાંખીઓ જંગ હશે. અસલી લડાઇ તો સત્તારુઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નક્કી છે.
ઉમ્મીદ-એ-આઝમ
આઝમ ખાને વીડિયો સંદેશમાં પોતાની વ્યથા કહી હતી. સાથે જ મુસલમાનોને અભ્યાસ ઉપર ધ્યાન આપવાની સલાહ આપી હતી. પોતાના જૌહર અબ્દુલ્લા વિશ્વવિદ્યાલનો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે શિક્ષાનો પ્રચાર કરવો જ તેમનો ગુનો બની ગયો. તેમના પર જ નહીં પરંતુ આખા પરિવાર પર અસંખ્ય કેસ લગાવીને પરેશાન કરવામાં આવ્યા. પોતાની ધરપકડ બાદ તેઓ અખિલેશ યાદવથી નારાજ છે. કોંગ્રેસમાં તેઓ સીધા સામેલ થવા માંગતા નથી. જોકે, નજીકના સુત્રોએ જણાવ્યું છે કે હવે તેઓ માયાવતી પર નજર રાખી રહ્યા છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં મુસલમાન બસપાથી અલગ થઈને સપાની સાથે ચાલી ગયા. માયાવતી પોતાની વોટ બેન્કને પુનર્જીવિત કરવા માંગે છે. તેઓ ભાજપથી વધારે આલોચક સપા અને કોંગ્રેસના છે. ભાજપનો વિરોધ ન કરવા પાછળ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી અને ભય અંગેની વાતને નકારી પણ ન શકાય. ચર્ચા તો એ પણ છે કે પોતાના અસ્તિત્વને બચાવવા માટે લોકસભા ચૂંટણીથી પહેલા માયાવતી કોંગ્રેસથી હાથ મીલાવી શખે છે. તેમને લાગી રહ્યું છે કે સૂબેના મુસલમાન હવે અખિલેશનો સાથ ભાગ્યે જ આપે.